મોદી સરકારે પાકિસ્તાની આતંકીઓ પર કરી 'ડિજિટલ સ્ટ્રાઈક', આ રીતે કર્યો કાશ્મીર પ્લાન નિષ્ફળ

India Blocks 14 Mobile Apps: મોદી સરકારે પાકિસ્તાનમાં આતંકીઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં સૂચનાઓ ફેલાવવા માટે ઉપયોગમાં લેવાતી 14 મેસેન્જર મોબાઈલ એપ્લિકેશનને બ્લોક કરી છે. પાકિસ્તાની આતંકીઓ આ એપ્સની મદદથી કથિત રીતે કાશ્મીરમાં કઈંક મોટું પ્લાનિંગ કરી રહ્યા હતા.

મોદી સરકારે પાકિસ્તાની આતંકીઓ પર કરી 'ડિજિટલ સ્ટ્રાઈક', આ રીતે કર્યો કાશ્મીર પ્લાન નિષ્ફળ

India Blocks 14 Mobile Apps: મોદી સરકારે પાકિસ્તાનમાં આતંકીઓ દ્વારા જમ્મુ કાશ્મીરમાં સૂચનાઓ ફેલાવવા માટે ઉપયોગમાં લેવાતી 14 મેસેન્જર મોબાઈલ એપ્લિકેશનને બ્લોક કરી છે. પાકિસ્તાની આતંકીઓ આ એપ્સની મદદથી કથિત રીતે કાશ્મીરમાં કઈંક મોટું પ્લાનિંગ કરી રહ્યા હતા. પરંતુ ભારત સરકારે આ એપ્સને બ્લોક કરીને મોટા પ્લાનને નિષ્ફળ બનાવ્યો છે. 

આ એપ પર મૂક્યો પ્રતિબંધ
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરાયો છે કે સરકાર દ્વારા બ્લોક કરાયેલી મોબાઈલ એપમાં ક્રાયપવાઈઝર, એનિગ્મા, સેફસ્વિસ, વિકરમે, મીડિયાફાયર, બ્રિયર, બીચેટ, નંદબોક્સ, કોનિયન, આઈએમઓ, એલિમેન્ટ, સેકન્ડ લાઈન, જાંગી, થ્રેમા વગેરે સામેલ છે. સૂત્રોનું માનીએ તો આ એપ્સનો ઉપયોગ કાશ્મીરમાં આતંકવાદીઓ પોતાના સમર્થકો અને ઓન ગ્રાઉન્ડ વર્કર્સ (OGW) સાથે સંવાદ કરવા માટે કરતા હતા. 

અનેક ચીની એપ ઉપર પણ બેન
રાષ્ટ્રીય સુરક્ષા માટે જોખમ પેદા કરતી મોબાઈલ એપ વિરુદ્ધ સરકારની કાર્યવાહી કોઈ હાલની ઘટના નથી. આ અગાઉ પણ ભારત સરકારે ભારતના સાર્વભૌમત્વ અે અખંડિતતા, ભારતની સુરક્ષા, રાજ્યની સુરક્ષા અને જાહેર વ્યવસ્થા માટે પૂર્વાગ્રહી થવાનો આરોપ લગાવતા અનેક ચીની એપ પર પ્રતિબંધ મૂક્યો હતો. 

બધુ મળીને ગત વર્ષોમાં લગભગ 250 જેટલી ચીની એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. જૂન 2020થી 200થી વધુ ચીની એપ, જેમાં ટિકટોક, શેયરિટ, વીચેટ, હેલો, લાઈક, યૂસી ન્યૂઝ, બિગો લાઈવ, યૂસી બ્રાઉઝર, એક્સેન્ડર, કેમસ્કેનર જેવી લોકપ્રિય એપ પણ સામેલ છે. આ સાથે જ પબજી મોબાઈલ એપ અને ગરેના જેવી લોકપ્રિય મોબાઈલ ગેમ પણ સામેલ છે. ફ્રી ફાયર ઉપર પણ પ્રતિબંધ લાગ્યો છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news