વિશ્વમાં સૌ પ્રથમ ભારતીય મહિલાએ જ કોમર્શિયલ પાયલોટ તરીકે કોકપિટમાં માંડ્યું ડગ

વિમાન જગતમાં ભારતીય મહિલાઓએ શરૂઆતથી અગ્રણી ભુમિકા નિભાવી છે. ભારતે વિમાન જગતને ન માત્ર પહેલા કોમર્શિયલ પાયલોટ આપ્યો, પરંતુ પહેલા સૌથી ઓછી ઉંમરનાં જેટ કમાન્ડરની વિરુદ્ધ પણ ભારતીય મહિલા પાસે છે. જી હાં વિશ્વની પહેલી કોમર્શિયલ પાયલોટ બનનારા ભારતીય મહિલા કેપ્ટન દુર્ભા બેનર્જી છે. તેમને 1966માં ઇન્ડિયન એરલાઇન્સનાં કેપ્ટનનાં પદ પર ફરજંદ કરવામાં આવ્યા હતા. 

વિશ્વમાં સૌ પ્રથમ ભારતીય મહિલાએ જ કોમર્શિયલ પાયલોટ તરીકે કોકપિટમાં માંડ્યું ડગ

નવી દિલ્હી : વિમાન જગતમાં ભારતીય મહિલાઓએ શરૂઆતથી અગ્રણી ભુમિકા નિભાવી છે. ભારતે વિમાન જગતને ન માત્ર પહેલા કોમર્શિયલ પાયલોટ આપ્યો, પરંતુ પહેલા સૌથી ઓછી ઉંમરનાં જેટ કમાન્ડરની વિરુદ્ધ પણ ભારતીય મહિલા પાસે છે. જી હાં વિશ્વની પહેલી કોમર્શિયલ પાયલોટ બનનારા ભારતીય મહિલા કેપ્ટન દુર્ભા બેનર્જી છે. તેમને 1966માં ઇન્ડિયન એરલાઇન્સનાં કેપ્ટનનાં પદ પર ફરજંદ કરવામાં આવ્યા હતા. 
Air india 102
(દિલ્હીથી સાનફ્રાંસિસ્કોની વચ્ચે 15300 કિલોમીટરના અંતરથી માત્ર 15.30 કલાકમાં પુરૂ કરનારા એર ઇન્ડિયાનાં મહિલા ક્રુએ આંતરરાષ્ટ્રીય દિવસ પ્રસંગેએર લાઇન્સનાં પ્રબંધનિર્દેશ અશ્વીની લોહાની સાથે મુલાકાત કરી)

આ ઉપરાંત વિશ્વમાં પહેલીવાર 1989માં ફર્સ્ટ ઓલ વિમાન ક્રુ પાયલોટની કમાન કેપ્ટન સોદામિની દેશમુખને સોંપવામાં આવી હતી. વિમાનન જગતમાં ભારતીય મહિલાઓની સફળતાની વાત આટલે નથી અટકતી. વિશ્વમાં સૌથી ઓછી ઉંમરમાં જેટ કમાન્ડર બનવાના ખિતાબ પણ કેપ્ટન નિવેદિતા ભસીન પાસે છે. બીજી તરફ આંતરરાષ્ટ્રીય સેક્ટરમાં વિમાનનાં સંચાલન માટે એર ઇન્ડિયાએ 1988માં પહેલીવાર હરપ્રીત એ.ડે સિંહને મહિલા પાયલોટ નિયુક્ત કર્યા હતા. 

ભારતમાં છે સૌથી વધારે પાયલોટ
ડિસેમ્બર, 1966માં વિશ્વની પહેલી મહિલા કોમર્શિયલ પાયલોટ આપનારા ભારત આજે પણ  મહિલાઓને પાયલોટની સરેરાશ સંખ્નાં મુદ્દે અગ્રણી છે. હાલનાં સમયમાં જ્યાં વિશ્વમાં મહિલા પાયલોટની સરેરાશ માત્ર પાંચ ટકા છે. બીજી તરફ ભારતમાં મહિલા પાયલોટની સંખ્યા 12 ટકાથી વધારે છે. વિમાન સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારી અનુસાર, ભારતમાં રજિસ્ટર્ડ એરલાઇન્સની વાત કરીએ તો હાલનાં સમયમાં એર ઇન્ડિયા મહિલા પાયલોટની સંખ્યા આશરે 13 ટકા છે. બીજી તરફ ભારતની મુખ્ય ખાનગી એરલાઇન્સમાં ભારતીય પાયલોટ્ની સંખ્યા 12થી 13 ટકાની વચ્ચે છે. 

Air india 101
(આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પ્રસંગે દિલ્હીથી નેવાર્ક જનારી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-101ના મહિલા ક્રુ)

આ ઉપરાંત ગત્ત થોડા વર્ષોમાં આવેલી એરલાઇન્સમાં મહિલા પાયલોટનું પરિણામ આશે 9 છે. વિમાન ક્ષેત્ર સાથે જોડાયેલા વરિષ્ઠ અધિકારીના અનુસાર હાલના સમયમાં વિશ્વનાં કુલ પાયલોટ્સની સંખ્યા 1,51,624 છે. જેને માત્ર 8118 પાયલોટ મહિલાઓ છે. એટલે કે વિશ્વમાં મહિલા પાયલોટ્સની સંખ્યા માત્ર 5.4 ટકા છે. જેમાં માત્ર 2225 (1.5 ટકા) મહિલા પાયલોટ્સને કમાન્ડરનું પદ મળ્યું છે. બીજી તરફ ભારતની વાત કરીએ તો દેશનાં કુલ પાયલોટ્સની સંખ્યા 8797 છે. જેમાં 1092 પાયલોટ્સ મહિલા પાયલોટ્સ છે. ભારતમાં કમાન્ડરનાં પદ પર ફરજંદ મહિલા પાયલોટની સંખ્યા 385 (10.4 ટકા) છે. 

મહિલા પાયલોટ્સની સંખ્યા મુદ્દે અમેરિકા અને ચીન પણ ભારતથી પછાત
ભારતમાં જ્યાં વર્તમાન સમયમાં મહિલા પાયલોટની સંખ્યા કુલ પાયલોટનાં સરેરાશમાં આશરે 13 ટકા છે. બીજી તરફ વિશ્વમાં અહીં સરેરાશ પાંચથી છ ટકાની વચ્ચે છે. અમેરિકામાં કુલ પાયલોટની સરેરાશમાં મહિલા પાયલોટની સંખ્યા માત્ર 3 ટકા છે. જ્યારે ચીનમાં મહિલા પાયલોટની સંખ્યા એક ટકા કરતા પણ ઓછી છે. ભારતમાં મહિલા પાયલોટ્સનો એક વર્ગ એવો છે જે પાયલોટ બનવામાં ઇચ્છુંક યુવતીઓની મદદ પણ કરી રહ્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news