Russia Ukraine War: ભારતીયોના રેસ્ક્યૂ માટે સરકારે કરી આ અપીલ, હજુ પણ ફસાયા છે આટલા નાગરિક
રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. રશિયન સેના સતત યુક્રેનની રાજધાની કિવ તરફ આગળ વધી રહી છે. યુક્રેનમાં હજુ પણ ઘણા ભારતીયો યુદ્ધ વચ્ચે ફસાયેલા છે. આવી સ્થિતિમાં ભારતે બંને દેશો તરફથી યુદ્ધવિરામની જાહેરાત કરી છે.
Trending Photos
નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. રશિયન સેના સતત યુક્રેનની રાજધાની કિવ તરફ આગળ વધી રહી છે. યુક્રેનમાં હજુ પણ ઘણા ભારતીયો યુદ્ધ વચ્ચે ફસાયેલા છે. આવી સ્થિતિમાં ભારતે બંને દેશો તરફથી યુદ્ધવિરામની જાહેરાત કરી છે.
ફસાયેલા છે ઘણા ભારતીયો
ભારતનું કહેવું છે કે હજુ પણ ઘણા દેશવાસીઓ યુક્રેનમાં ફસાયેલા છે. એવામાં, ત્યાંથી નાગરિકોને બહાર કાઢવા માટે યુક્રેન અને રશિયાને યુદ્ધવિરામની જાહેરાત કરવા વિનંતી કરવામાં આવી છે.
બંધક બનાવવાની કોઇ સૂચના નથી
તો બીજી તરફ ભારતે પુનરાવર્તિત કર્યું હતું કે તેની પાસે યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં કોઈ ભારતીયને બંધક બનાવવાની કોઈ માહિતી નથી. ખારકીવ, સુમી અને યુદ્ધથી પ્રભાવિત અન્ય વિસ્તારોમાં ફસાયેલા ભારતીયોને બચાવવાના પ્રયાસો ચાલુ છે.
નાગરિકોને નિકાળવામાં આવી રહી છે પરેશાની
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે અમે યુક્રેનમાં કોઈ ભારતીયને બંધક બનાવ્યાનું સાંભળ્યું નથી. સુરક્ષાની સ્થિતિને કારણે, કેટલાક વિસ્તારોમાંથી ખાસ કરીને ખારકીવ અને સુમી પ્રદેશમાંથી બહાર નીકળવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
પુતિને આપ્યું હતું આ નિવેદન
પ્રવક્તાએ જણાવ્યું હતું કે મેં કોઈને બંધક બનાવ્યાનું સાંભળ્યું નથી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવેદન વિશે પૂછવામાં આવ્યું કે યુદ્ધગ્રસ્ત વિસ્તારમાં કેટલાક દેશોના નાગરિકોની અટકાયત કરવામાં આવી રહી છે અને તેમને બંધક બનાવવામાં આવી રહ્યા છે, બાગચીએ કહ્યું, "તમારે નિવેદન આપનાર વ્યક્તિને હંમેશા પ્રશ્નો પૂછવા જોઈએ."
યુક્રેન પર લગાવ્યો હતો આરોપ
એક દિવસ પહેલા, રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને તેમની સુરક્ષા પરિષદના સભ્યો સાથે એક વિડિયો કૉલમાં આરોપ મૂક્યો હતો કે યુક્રેનિયન રાષ્ટ્રવાદી જૂથો નાગરિકોને બહાર નીકળતા અટકાવી રહ્યા છે. પુતિને દાવો કર્યો હતો કે આ સમૂહ નાગરિકોનો ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યાં છે અને રશિયન સૈન્યને ઉશ્કેરવા માટે ગોળીબાર કરી રહ્યાં છે.
નાગરિકોને બહાર કાઢવાના પ્રયાસો ચાલુ
તો બીજી તરફ વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે લગભગ 300 ભારતીયો ખારકીવમાં અને 700 સુમીમાં છે. તેમણે કહ્યું હતું કે અહીં સંઘર્ષ ક્ષેત્ર છે. જો કે અમે તમામ ભારતીયોને લાવવા માટે સતત પ્રયાસો કરી રહ્યા છીએ.
રસ્તો શોધવા અનુરોધ
કેટલાક વિસ્તારોમાંથી ભારતીયોને બહાર કાઢવામાં ભારતીયોને પડતી મુશ્કેલીઓ અંગેના પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું હતું કે અમે બંને પક્ષોને એવો રસ્તો કાઢવા વિનંતી કરી રહ્યા છીએ કે જેથી અમે અમારા નાગરિકોને સંઘર્ષના વિસ્તારોમાંથી બહાર કાઢી શકીએ. સ્થાનિક યુદ્ધવિરામ આમાં મદદ કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે