US વધારશે ભારતની શક્તિ, Skyline ઘૂસણખોરી કરતા જ દુશ્મનનો થશે નાશ!

રક્ષા મંત્રાલયે ગત સરકારમાં જ અમેરીકા પાસેથી નેશનલ એડવાન્સ સરફેસ ટૂ એર મિસાઇલ સિસ્ટમ એટલે NASAMS 2ની ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હવે અમેરીકા પણ 2 મહિનાની અંદર આ ડીલ પર સહી કરે તેવી સંભાવના છે

US વધારશે ભારતની શક્તિ, Skyline ઘૂસણખોરી કરતા જ દુશ્મનનો થશે નાશ!

નવી દિલ્હી: રક્ષા મંત્રાલયે ગત સરકારમાં જ અમેરીકા પાસેથી નેશનલ એડવાન્સ સરફેસ ટૂ એર મિસાઇલ સિસ્ટમ એટલે NASAMS 2ની ખરીદી કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે. હવે અમેરીકા પણ 2 મહિનાની અંદર આ ડીલ પર સહી કરે તેવી સંભાવના છે. આ ડીલ લગભગ 6 હજાર કરોડ રૂપિયાની હશે. આ સિસ્ટમ 25 કિ.મીની ઊંચાઈ સુધી 55થી 180 કિલોમીટરના અંતર સુધીના પ્રત્યેક એરક્રાફ્ટ, ડ્રોન અથવા મિસાઇલને નિષ્ફળ કરી દેશે. નાસામ્સ 2માં અમેરીકામાં જ બનેલા સેંટિગ રડાર અને જમીનથી ફાયર થતી સામાન્ય મિસાઇલો ઉપરાંત જમીનથી હવામાં ફાયર કરવામાં આવતી સ્ટિંગર મિસાઇલો અને હવાઇ સુરક્ષા આપતી ગન સિસ્ટમ લગાવેલી છે.

નાસામ્સને ભારતીય શહેરોને હવાઇ હુમલાથી સુરક્ષા આપનારી સિસ્ટમ્સમાં સૌથી છેલ્લે ઉપયોગ કરવામાં આવશે.

ભારતે ગત વર્ષ 5 ઓક્ટોબરે રશિયાથી હવાઇ સુરક્ષા આપનાર S 400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની ડીલ કરી હતી. આ સિસ્ટમ્સના આગામી વર્ષ સુધી ભારત આવવાની આશા છે. S 400ની રેન્જ 5 કિમીથી લઇને 400 કિલોમીટર સુધી છે. અને ભારત તેની કુલ 5 રેજીમેન્ટ્સ ખરીદી રહ્યું છે. તેને ચીન અને પાકિસ્તાનની બોર્ડર પર હવાઇ હુમલાથી બચાવ માટે તૈનાત કરવામાં આવશે. ભારત છેલ્લા ઘણા લાંબા સમયથી સ્વદેશી મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ બનાવી રહ્યું છે.

તેમાં એડવાન્સ એર ડિફેન્સ એટલે AAD અને પૃથ્વી એર ડિફેન્સ એટલે PAD સામેલ છે. એએડી કોઇપણ બૈલેસ્ટિક અથવા ક્રૂઝ મિસાઇલને વાયુમંડળમાં આવ્યા બાદ 30 કિમીની ઉંચાઇ પર 4.5 મેકની ગતીથી નષ્ટ કરી શકે છે. ત્યારે પીએડી વાયુમંડળની બહાર એટલે કે, 80 કિમીથી વધારે ઉંચાઇ પર 5 મેકની ગતીથી જાય છે અને કોઇ પણ રેન્જની બેલેસ્ટિક મિસાઇલને નષ્ટ કરી શકે છે.

ભારતની મિસાઇલ શીલ્ડમાં સૌથી બહારની છત હશે. ત્યારે સૌથી છેલ્લી સુરક્ષા માટે સ્વજેશી આકાશ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અને ઇઝરાયના સહયોગથી બનાવમાં આવતી જમીનથી ફાયર કરનારી બરાક મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ હશે. ભારતના બંને પાડોશી એટલે કે, પાકિસ્તાન અને ચીન તેમના મિસાઇલ હુમલાની ધાર તેજ કરી રહ્યું છે. ચીન ડોંગફેંગ સીરીઝની મિસાઇલ 14000 કીમી સુધીની છે ત્યારે પાકિસ્તાને ચીન અને ઉત્તર કોરીના સહયોગથી અબાબીલ, શાહીન, ગૌરી, ગજનવી અને બાબર બેલેસ્ટિક અને ક્રૂઝ મિસાઇલ બનાવી છે. જેની રેન્જ 300 કિમીથી લઇને 3000 કિમી સુધીની છે.

જુઓ Live TV:- 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news