હિંદ મહાસાગરમાં ભારત ઓસ્ટ્રેલિયાનો માસ્ટર પ્લાન, હવે ચીની ડ્રેગને અવળ ચંડાઇ કરી તો ખેર નથી

ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને આજે પોતાની પહેલી વર્ચ્યુઅલ શિખ બેઠકમાં ચીનને કડક સંદેશ આપ્યો હતો. બંન્ને દેશોએ ઇશારામાં જ ચીનનાં બીજા દેશોની સંપ્રભુતા જાળવવા માટે ચિમકી ઉચ્ચારી. સાથે જ ભારત અને ઓસ્ટ્રેલિયાએ સમુદ્રનાં નિયમો પર આધારિત વ્યવસ્થાનું સમર્થન કરવા માટેની જાહેરાત કરી. હિંદ મહાસાગરમાં ચીનનાંવધતા પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયા એક બીજાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવા માટેની એક ખુબ જ મહત્વની સમજુતી કરી હતી.
હિંદ મહાસાગરમાં ભારત ઓસ્ટ્રેલિયાનો માસ્ટર પ્લાન, હવે ચીની ડ્રેગને અવળ ચંડાઇ કરી તો ખેર નથી

નવી દિલહી : ભારતનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને આજે પોતાની પહેલી વર્ચ્યુઅલ શિખ બેઠકમાં ચીનને કડક સંદેશ આપ્યો હતો. બંન્ને દેશોએ ઇશારામાં જ ચીનનાં બીજા દેશોની સંપ્રભુતા જાળવવા માટે ચિમકી ઉચ્ચારી. સાથે જ ભારત અને ઓસ્ટ્રેલિયાએ સમુદ્રનાં નિયમો પર આધારિત વ્યવસ્થાનું સમર્થન કરવા માટેની જાહેરાત કરી. હિંદ મહાસાગરમાં ચીનનાંવધતા પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે ભારત અને ઓસ્ટ્રેલિયા એક બીજાના સૈન્ય મથકોનો ઉપયોગ કરવા માટેની એક ખુબ જ મહત્વની સમજુતી કરી હતી.

આ સમજુતી બાદ હવે ભારત અને ઓસ્ટ્રેલિયાનાં જંગી જહાજ અને ફાઇટર જેટ એક બીજાનાં સૈન્ય મથકોનો ઉપયોગ કરી શકશે. સાથે જ આ જહાજો જરૂર પડશે ઇંધણ પણ લઇ શકશે. એક અંદાજ અનુસાર હિંદ મહાસાગરમાં ચીન ખુબ જ ઝડપથી ફેલાતું અટકાવવા માટે એક સાથે આવ્યા છે. ભારતે આ પ્રકારની એક સમજુતી અમેરિકા સાથે પણ કરી છે.

ઓસ્ટ્રેલિયા અને ચીન વચ્ચે વિવાદ
ચીન ભલે ઓસ્ટ્રેલિયાનાં નિકાસનું સૌથી મોટુ ખરીદનાર હોય પરંતુ બંન્ને દેશોની વચ્ચે હાલનાં દિવસોમાં તંગદિલી છે. વિશ્વ સ્વાસ્થય સંગઠનની બેઠક દરમિયાન યૂરોપીય યૂનિયનનાં પ્રસ્તાવને સમર્થન આપનાર ઓસ્ટ્રેલિયાને ચીને અમેરિકાનું કૂતરું ગણાવ્યું હતું. ચીને ઓસ્ટ્રેલિયાની જે 80 ટકા આયાત શુલ્ય લગાવવાની જાહેરાત કરી દીધી છે. આ અગાઉ ચીને ઓસ્ટ્રેલિયાનાં ચાર સ્લટર હાઉસમાંથી બીફનાં આયાત પર લેબલિંગના મુદ્દે પ્રતિબંધ લગાવ્યો હતો.

વર્ચ્યુઅલ બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ ચીનનાં લક્ષ્યાંક અંગે કહ્યું કે, ભારત ઓસ્ટ્રેલિયા સાથે પોતાના સંબંધોને વ્યાપક રીતે ગતિથી વધારવા માટે પ્રતિબદ્થ છે. આ ન માત્ર આપણા બંન્ને દેશો માટે મહત્વપુર્ણ છે પરંતુ ઇન્ડો પેસિફિક ક્ષેત્ર અને વિશ્વ માટે પણ જરૂરી છે. વડાપ્રધાન મોદીએ ઓસ્ટ્રેલિયા સાથે થયેલી સમજુતીને સહયોગ અને બિઝનેસનું એક નવું મોડલ ગણાવ્યું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ઓસ્ટ્રેલિયાની સાથે સંબંધોને વધારે મજબુત બનાવવા માટેનો આ સૌથી શ્રેષ્ઠ સમય છે. 

શું છે ભારત-ઓસ્ટ્રેલિયાનો ચીન પ્લાન
હિંદ મહાસાગરમાં પોતાના સંયુક્ત શત્રુની નાપાક હરકતોને નિષ્ફળ બનાવવા માટે હવે ભારત અને ઓસ્ટ્રેલિયા  આ સમજુતી દ્વારા સાથે આવી ચુક્યા છે. બંન્ને દેશોએ એક બીજાના સૈન્ય મથખોને ઉપયોગ કરવાનો કરાર કર્યો છે. આ સમજુતીનો ફાયદો થશે કે ભારત અંડમાન નિકોબાર દ્વીપ સમુહમાં આવેલ પોતાનાં નૌસૈનિક મથખોનો ઉપયોગ કરવાની સુવિધા ઓસ્ટ્રેલિયાને આપશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા ઇન્ડોનેશિયા નજીક આવેલા પોતાનાં કોકોજ દ્વીપ સમુહ પર આવેલ નેવલ બેઝમાં ભારતનાં પ્રવેશને મંજુરી આપશે. 

જેના કારણે બંન્ને દેશોની નેવી હિંદ મહાસાગરમાં આવેલા મલક્કા સ્ટ્રેટ પર બારીક નજર રાખી શકશે. મલક્કા સ્ટ્રેટનાં રસ્તે જ ચીનનો ઘણો સામાન આફ્રીકા અને એશિયાનાં દેશોમાં જાય છે. ચીન આ સમગ્ર વિસ્તારમાં પોતાનો દબદબો બનાવવા માંગે છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય નૌસૈનિક અભ્યાસ થવા જઇ રહ્યો છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે દ્વિપક્ષીય અભ્યાસને ઓઇંડેક્સન નામ આપવામાં આવ્યું છે. 

ઓસ્ટ્રેલિયા નજીક નેવલ બેઝ બનાવવાની ફિરાકમાં છે ચીન
કોરોના મહામારીનો ફાયદો ઉઠાવીને ચીન હવે હિંદ મહાસાગરમાં ઓસ્ટ્રેલિયા નજીક એક નૌસૈનિક મથક બનાવવાની ફિરાકમાં છે. ચીની ડ્રેગન તેના માટે મદદનાં નામે સોલોમન આઇલેન્ડ અને પાપુઆ ન્યૂ ગિની પર પોતાની જાળ પાથરવા લાગી છે. ઓસ્ટ્રેલિયાની ખુબ જ નજીક આ દે કોરોનામહામારીને કારણે આર્થિક સંકટ છે. આ દેશોને ચીન મદદ આપવાનાં નામે દેવાની જાળમાં ફસાવવા માંગે છે. વિશ્લેષકોના અનુસાર ચીન પોતાનાં આ નેવલ બેઝ દ્વારા ઓસ્ટ્રેલિયા અને તેના સહયોગી અમેરિકા પર કડક નજર રાખવા માંગે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news