Corona વિરુદ્ધ મજબૂત બની રહી છે લડાઈ, દેશના 78% લોકોએ લીધો વેક્સીનનો પ્રથમ ડોઝ, 35 ટકાને લાગ્યો બીજો ડોઝ


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે ટ્વીટ કરતા કહ્યુ કે, 'એક અસાધારણ રાષ્ટ્રની અસાધારણ સિદ્ધિ, ભારતે પાત્ર વસ્તીના 78 ટકા લોકોને પ્રથણ કોવિડ-19 વેક્સીન ડોઝ અને 35 ટકા માત્ર લોકોને બીજો ડોઝ આપ્યો છે.

Corona વિરુદ્ધ મજબૂત બની રહી છે લડાઈ, દેશના 78% લોકોએ લીધો વેક્સીનનો પ્રથમ ડોઝ, 35 ટકાને લાગ્યો બીજો ડોઝ

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસ વિરુદ્ધ લડાઈ દિવસેને દિવસે મજબૂત બની રહી છે. ભારતમાં પાત્ર વસ્તીના 78 ટકા લોકોએ કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લઈ લીધો છે, જ્યારે 35 ટકા લોકોને બંને ડોઝ આપી દેવામાં આવ્યા છે. ભારતે પહેલા જ 100 કરોડ વેક્સીન ડોઝ લગાવવાનો આંકડો પાર કરી લીધો છે. નવા આંકડા પ્રમાણે હવે માત્ર 28 ટકા પાત્ર લોકો એવા બાકી છે, જેને વેક્સીનનો એકપણ ડોઝ લાગ્યો નથી. 

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ સોમવારે ટ્વીટ કરતા કહ્યુ કે, 'એક અસાધારણ રાષ્ટ્રની અસાધારણ સિદ્ધિ, ભારતે પાત્ર વસ્તીના 78 ટકા લોકોને પ્રથણ કોવિડ-19 વેક્સીન ડોઝ અને 35 ટકા માત્ર લોકોને બીજો ડોઝ આપ્યો છે. બધાને શુભેચ્છા કારણ કે આપણે વાયરસને હરાવવા માટે આપણા રસ્તા પર ઝડપથી આગળ વધી રહ્યાં છીએ.'

India has administered 1st #COVID19 vaccine dose to 7⃣8⃣% of the eligible population and 2nd dose to 3⃣5⃣% of the eligible people.

Congratulations to all as we rapidly progress on our path to defeat the virus! pic.twitter.com/CLveOMJVak

— Dr Mansukh Mandaviya (@mansukhmandviya) November 1, 2021

આ મહિને ઘર-ઘર પહોંચશે સ્વાસ્થ્ય કર્મી
મહત્વનું છે કે સરકાર કોરોના સંક્રમણ બીમારી વિરુદ્ધ આ મહિનાથી નવી મુહિમની શરૂઆત કરવા જઈ રહી છે. 'ડોર-ટૂ-ડોર' મુહિમ હેઠળ સ્વાસ્થ્ય કર્મીઓ ઘરે-ઘરે જઈને લોકોને રસી લગાવશે. આ દરમિયાન બીજા ડોઝથી વંચિત લોકની સાથે અત્યાર સુધી એકપણ ડોઝ ન લેનાર લોકોને રસી આપવામાં આવશે. પાછલા સપ્તાહે સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યુ કે, મુખ્ય રીતે ફોકસ દેશના તે 48 જિલ્લા પર કરવામાં આવશે, જ્યાં 18 વર્ષ કે તેનાથી વધુ ઉંમરના 50 ટકાથી ઓછી વસ્તીને કોરોના રસી લાગી છે. માંડવિયાએ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોના સ્વાસ્થ્ય મંત્રીઓ સાથે બેઠક બાદ આ જાહેરાત કરી હતી. 

11 કરોડથી વધુ લોકોએ નથી લીધો બીજો ડોઝ
કોરોના વેક્સીનનો પ્રથમ ડોઝ લઈ ચુકેલા 11 કરોડથી વધુ લોકોએ નિર્ધારિત સમય સમાપ્ત થયા બાદ પણ બીજો ડોઝ લીધો નથી. ઓક્ટોબરના અંતમાં સામે આવેલા આંકડા જણાવે છે કે છ સપ્તાહથી વધુ સમયથી 3.92 કરોડથી વધુ લાભાર્થીઓએ બીજો ડોઝ લીધો નથી. આ રીતે આશરે 1.57 કરોડ લોકોએ ચારથી છ સપ્તાહ અને 1.5 કરોડથી વધુએ બેથી ચાર સપ્તાહના ગાળા બાદ કોવિશીલ્ડ કે કોવેક્સીનનો પોતાનો બીજો ડોઝ લીધો નથી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news