RSSની પુષ્કર બેઠકમાં અખંડ ભારત અને રાષ્ટ્રીય સુરક્ષા પર થશે મંથન, ભાજપ નેતા રહેશે હાજર
બેઠક દરમિયાન સંઘ તથા તેના આનુષાંગીક સંગઠન આંધ્રપ્રદેશની બેઠકમાં નક્કી કરેલા ત્રણેય મુદ્દાઓ પર કાર્યનો અહેવાલ આ બેઠકમાં રજુ કરશે
Trending Photos
અજમેર : રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની (Rashtriya swyamsewak Sangh) રાજસ્થાનનાં પુષ્કરમાં યોજાઇ રહેલી બેઠક દરમિયાન શનિવારે રાષ્ટ્રીય સુરક્ષાનો (National Security) મુખ્ય મુદ્દો રહેવાનો છે. બેઠકમાં કાશ્મીરમાંથી કલમ 370 (Article 370) સમાપ્તિ બાદ સંઘ પોતાના અખંડ ભારત (United India) ના પોતાના સપનાને સાકાર થતું જોવા માટે પોતાની ભુમિકા અંગે પણ ચિંત ચાલુ કરી ચુક્યા છે. સંઘની શનિવારે ચાલુ થઇ રહેલા રાષ્ટ્રીય સમન્વય બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા એક મુખ્ય મુદ્દો રહેશે. આ માહિતી એક પત્રકાર પરિષદ દરમિયાન સંઘના અખિલ ભારતીય પ્રચાર પ્રમુખ અરૂણ કુમારે આપી હતી.
મહારાષ્ટ્ર: 25 કિલ્લાઓને હેરિટેજ હોટલ્સમાં કરાશે પરિવર્તીત, NCP- કોંગ્રેસનો વિરોધ
સંઘ શોધી રહ્યું છે ભુમિકા
રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘની અખિલ ભારતીય સમન્વય બેઠક પહેલા સંઘે રાષ્ટ્રીય સુરક્ષા અને સીમાઓની સુરક્ષાના મુદ્દે પોતાની ચિંતા સ્પષ્ટ કરી છે. સંઘે હવે આ બંન્ને મુદ્દાઓ પર રાષ્ટ્ર હિતમાં પોતાની ભુમિકા શોધી રહ્યા છે. આ કાર્ય યોજનામાં સંઘનાં તમામ અનુષાંગિક સંગઠન પોતાની ભુમિકાઓ અદા કરશે.
કાર્યકર્તાઓ સામે રડી પડ્યો આઝમપુત્ર, જો કે ફરી પાછી ધમકી પણ ઉચ્ચારી
ભાજપમાં દિગ્ગજ નેતા રહી શકે છે હાજર
આ બેઠકમાં સીમાઓની સુરક્ષાના મુદ્દે સંઘની ભુમિકા મુદ્દે વ્યાપક ચર્ચા થવાની છે. આ મુદ્દે કેટલાક નિષ્ણાંતોને પણ બેઠકમાં આમંત્રીત કર્યા હોવાની માહિતી મળી રહી છે. બેઠક દરમિયાન ભાજપનાં કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા ઉપરાંત સંતોષ કુમાર અને રામ માધવની હાજીર રહી શકે છે.
ઈસરો ડાયરીઃ ભારતીય અંતરીક્ષ એજન્સીના ચંદ્રયાન-2 અને અન્ય સિમાચિન્હો
રાષ્ટ્રહિતોમાં કામ કરવા માટે તૈયાર
મીડિયામાંવાતચીતમાં સંઘના પ્રચાર પ્રમુખ અરૂણ કુમારે કહ્યું કે, સંઘ દેશનાં રાજનીતિક, સામાજિક અને આર્થિક મુદ્દાઓ પર ચર્ચાઓ કરીને રાષ્ટ્રહિતમાં કામ કરવા માટે તૈયાર છે.
પાકિસ્તાનને ખાવાના ફાંફા છે પણ વાતો મોટી મોટી કરે છે: વી.કે સિંહનો પ્રહાર
ત્રણ મુદ્દાઓ પર અહેવાલ માંગવામાં આવશે
બેઠક દરમિયાન સંઘ તથા તેનાં આનુષાંગિક સંગઠન આંધ્રપ્રદેશની બેઠકમાં નિશ્ચય કરવામાં આવેલા ત્રણ મુદ્દાઓ પર કરવામાં આવેલા કાર્યનો અહેવાલ આ બેઠકમાં રજુ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે, આંધ્રપ્રદેશની બેઠકમાં પર્યાવરણ તથા વાયુસંકટ, યુવાનોએ સંસ્કારોના સુદ્રઢીકરણ અને યુવાનોને સંઘના અલગ અલગ સંગઠનો સાથે જોડવા જેવા મુદ્દાઓ નક્કી કરવામાં આવ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે