SL vs NZ : લસિથ મલિંગાએ રચ્યો ઈતિહાસ, 4 બોલમાં 4 વિકેટ, બીજી વખત મેળવી સિદ્ધિ

યોર્કરમેન લસિથ મલિંગાએ ન્યૂઝિલેન્ડ સામેની મેચમાં સળંગ ચાર બોલ પર ચાર વિકેટ મેળવીને એક નવો વિર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે 
 

SL vs NZ : લસિથ મલિંગાએ રચ્યો ઈતિહાસ, 4 બોલમાં 4 વિકેટ, બીજી વખત મેળવી સિદ્ધિ

નવી દિલ્હીઃ યોર્કરમેન લસિથ મલિંગાએ ક્રિકેટની દુનિયામાં એ કામ બીજી વખત કર્યું છે, જે કોઈ ખેલાડી એક વખત પણ કરી શક્યો નથી. તેણે સતત ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી છે. શ્રીલંકાના લસિથ મલિંગાએ શુક્રવારે ન્યૂઝીલેન્ડ સામેની ટી20 મેચમાં આ સિદ્ધિ હાંસલ કરી છે. તે 12 વર્ષ પહેલા ICC વર્લ્ડ કપમાં પણ આ ઉપલબ્ધિ હાંસલ કરી ચૂક્યો છે. 

શ્રીલંકા અને ન્યૂઝિલેન્ડ વચ્ચેની ત્રીજી ટી20 મેચ પલ્લેકલમાં રમાઈ રહી હતી. શ્રીલંકાએ પ્રથણ બેટિંગ કરતાં 8 વિકેટે 125 રન બનાવ્યા હતા. ન્યૂઝિલેન્ડ માટે આ લક્ષ્ય એકદમ સરળ હતું, જે અગાઉની બંને ટી20 મેચ જીતીને સીરીઝ પોતાને નામ કરી ચૂકી છે. જોકે, લસિથ મલિંગાએ કંઈક એવી કમાલ કરી કે મહેમાન ટીમ ચકિત થઈ ગઈ. ન્યૂઝીલેન્ડે વગર વિકેટ ગુમાવે 15 રન બનાવ્યા હતા, તેનો સ્કોર જોત-જોતામાં જ 4 વિકેટે 15 રન થઈ ગયો હતો. 

લસિથ મલિંગાએ ન્યૂઝિલેન્ડને ત્રીજી ઓવરમાં સતત બે ઝટકા આપ્યા હતા. તેણે કોલિન મુનરો, હામિશ રધરફોર્ડ, કોલિન ડી ગ્રેન્ડહામ અને પછી રોસ ટેલરને સતતત બોલ પર આઉટ કર્યા હતા. મલિંગાએ પોતાની બીજી ઓવરના ત્રીજા બોલ પર મુનરોને બોલ્ડ કર્યો હતો. પછી હામિશ રધરફોર્ડને એલબીડબલ્યુ આઉટ કર્યો. પાંચમા બોલ પર ગ્રેન્ડહોમ તેનો શિકાર બન્યો. પછી ઓવરના છેલ્લા બોલે રોસ ટેલરને એલબીડબલ્યુ આઉટ કર્યો. 

HE'S GOT FOUR IN FOUR!

It's not even the first time he's done this! #SLvNZ https://t.co/ruvS6ITPLC

— ICC (@ICC) September 6, 2019

2007માં પણ કર્યું હતું આવું પ્રદર્શન
લસિથ મલિંગાએ આ અગાઉ 2007માં રમાયેલા ICC વર્લ્ડ કપમાં સતત ચાર બોલમાં ચાર વિકેટ લીધી હતી. તેણે દક્ષિણ આફ્રિકા સામેની મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. વનડે ક્રિકેટ પછી ટી20માં સતત ચાર બોલમાં ચાર વિકેટ લઈને પોતાના નામે વર્લ્ડ રેકોર્ડ કરી દીધો છે. લસિથ મલિંગા સિવાય દુનિયાનો એક પણ બોલર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત ચાર વિકેટ ઝડપી શક્યો નથી. 

ત્રણેય ફોર્મેટમાં 100થી વધુ વિકેટ
36 વર્ષના વલિંગાએ આ સાથે જ ટી20 ક્રિકેટમાં પોતાની 100 વિકેટ પુરી કરી છે. તે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટ (ટેસ્ટ, વન ડે અને ટી20)માં 100 કે તેનાથી વધુ વિકેટ લેનારો પ્રથમ બોલર બન્યો છે. તે વન ડે ક્રિકેટમાંથી સન્યાસ લઈ ચૂક્યો છે. તેણે વન ડેમાં 338, ટેસ્ટમાં 101 અને હવે ટી20 ક્રિકેટમાં 103 વિકેટ પોતાના નામે કરી છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news