Crime News: માથે મંકી કેપ અને નશેડી ચાલ સાથે કેમ હોટલ પહોંચી ગયા પોલીસ કમિશનર? જાણો શું છે મામલો
મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડ જિલ્લાના આઈપીએસ અધિકારી કૃષ્ણ પ્રકાશ પોલીસ કમિશનર પદે તૈનાત છે.
Trending Photos
મુંબઈ: મહારાષ્ટ્રમાં પોલીસના નામે વસૂલી કરી રહેલી ગેંગને પકડવા માટે પોલીસ કમિશનર પોતે વેષ બદલીને પહોંચી ગયા. તેમના પહોંચ્યા બાદ પણ આરોપીએ પોલીસથી બચાવવાના નામે રૂપિયાની માગણી કરી. ત્યારબાદ કમિશનરના ઈશારે આસપાસ હાજર પોલીસકર્મીઓએ આરોપીને દબોચી લીધો.
ફિટનેસ માટે જાણીતા છે કૃષ્ણ પ્રકાશ
મહારાષ્ટ્રના પિંપરી ચિંચવાડ જિલ્લાના આઈપીએસ અધિકારી કૃષ્ણ પ્રકાશ પોલીસ કમિશનર પદે તૈનાત છે. તેઓ પોતાની જબરદસ્ત ફિટનેસ માટે જાણીતા છે અને આયર્ન મેન કે અલ્ટ્રા મેન ટ્રાયથલન પૂરી કરી ચૂક્યા છે. પોલીસની કાર્યશૈલીને ચૂસ્ત રાખવા માટે તેઓ અનેકવાર વેષ બદલીને પોલીસ મથક અને ચોકીઓની મુલાકાત લેતા રહે છે.
કમિશનરના નામે પૈસા માંગતા હતા આરોપી
કમિશનરના જણાવ્યાં મુજબ તેમને ફરિયાદ મળી હતી કે રોશન બાગુલ નામનો આરોપી જમીન વિવાદમાં એક વ્યક્તિ પાસે જબરદસ્તીથી પૈસા માંગી રહ્યો છે. આરોપી એવો પણ દાવો કરી રહ્યો છે કે તે કમિશનર કૃષ્ણ પ્રકાશ અને મુંબઈના જોઈન્ટ સીપી વિશ્વાસ નાગરે પાટિલને જાણે છે. તેનો એવો પણ દાવો છે તે તેણે તે બંને ઓફિસરોને જમીન અપાવવાનું કામ કર્યું છે. આ ફરિયાદ મળ્યા બાદ કમિશનરે આરોપીને રંગે હાથ પકડવા માટે પોતાનો વેષ બદલવાનો નિર્ણય લીધો.
વેષ બદલીને પહોંચી ગયા કમિશનર
ઓપરેશન બાદ પોલીસ કમિશનર કૃષ્ણ પ્રકાશે મીડિયાને જણાવ્યું કે મે એવા વ્યક્તિનો વેષ ધારણ કર્યો જે થોડો ઘણો નશો કરે છે અને અલગ દેખાડવવા માટે મે કેપ અને ચશ્મા પણ પહેર્યા જે હું ક્યારેય પહેરતો નથી. મે માસ્ક પહેર્યું અને પોતાની ચાલ એવી રાખી કે કોઈ ઓળખી ન શકે કે હું આ શહેરનો સીપી છું.
વેષભૂષા અને ચાલ બદલીને હોટલ પહોંચ્યો, જ્યાં આરોપીએ ડીલ કરવા માટે પીડિતને બોલાવ્યો હતો. તે પણ પીડિત સાથે હોસ્પિટલ પહોંચ્યા. મીટિંગ દરમિયાન આરોપી રોશને ફરીથી પીડિતને ધમકાવ્યો અને કહ્યું કે શહેરના સીપી તેમને સારી રીતે જાણે છે. તેણે નિર્ધારિત રકમ દોઢ લાખની જગ્યાએ એક લાખ જ લાવવા પર નારાજગી વ્યક્ત કરી. લેવડદેવડ થયા બાદ કૃષ્ણ પ્રકાશે પૂછ્યું, મને ઓળખ્યા કે નહીં? જ્યારે આરોપીએ તેમને ઓળખવાનો ઈન્કાર કરી દીધો તો પોલીસ કમિશનરે પોતાની કેપ અને માસ્ક ઉતારી કહ્યું કે તુ મારા નામથી વસૂલી કરી રહ્યો છે અને મને ઓળખતો પણ નથી?
આરોપી સાથે 2 છોકરીઓ પણ પકડાઈ
આ સાથે જ હોટલમાં હાજર પોલીસકર્મીઓએ આરોપીને દબોચી લીધો. તેને પકડીને પૂછપરછ દરમિયાન આરોપીએ ફોન કરી બે છોકરીઓને પણ બોલાવી. જે તેની ગેંગમાં સામેલ હતી. તેમની પણ ધરપકડ કરી લીધી. તેમણે કહ્યું કે ખોટા કામને કોઈ પણ પ્રકારે શહેરમાં સહન કરાશે નહીં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે