Weather Update: આગામી 2 દિવસ તીવ્ર ઠંડીનો કહેર, આ રાજ્યોમાં વરસાદ પણ વધારશે મુશ્કેલી; IMD આપી ચેતવણી

IMD Prediction For Cold Wave: ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તીવ્ર ઠંડીથી લોકોની મુશ્કેલીઓ વધી રહી છે. આ દરમિયાન ઘણા રાજ્યોમાં વરસાદ પણ પડી શકે છે.

Weather Update: આગામી 2 દિવસ તીવ્ર ઠંડીનો કહેર, આ રાજ્યોમાં વરસાદ પણ વધારશે મુશ્કેલી; IMD આપી ચેતવણી

નવી દિલ્હી: આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ (North-West), મધ્ય ભારત (Central India), પૂર્વ ભારત (Eastern India) અને મધ્યપ્રદેશ (Madhya Pradesh) ના કેટલાક ભાગોમાં શીત લહેર (Cold Wave) આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આ દરમિયાન ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ પડશે.

આ રાજ્યોમાં હિમવર્ષા અને વરસાદની સંભાવના
હવામાન વિભાગ (IMD) અનુસાર, તાજા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે 29-31 જાન્યુઆરી દરમિયાન જમ્મુ અને કાશ્મીર (Jammu-Kashmir), લદ્દાખ (Ladakh), ગિલગિટ-બાલ્ટિસ્તાન-મુઝફ્ફરાબાદ (Gilgit-Baltistan-Muzaffarabad) માં હળવો વરસાદ (Rainfall) અને હિમવર્ષા (Snowfall) થવાની સંભાવના છે. અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવ હેઠળ, પશ્ચિમ હિમાલય વિસ્તારમાં ભારે વરસાદ અને હિમવર્ષા થઈ શકે છે. આ સિવાય મેદાની વિસ્તારોમાં 2 થી 4 ફેબ્રુઆરી દરમિયાન હળવો વરસાદ પડી શકે છે.

અહીં ફરી વળશે ઠંડીનું મોજું
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 2-3 દિવસ દરમિયાન પંજાબ (Punjab), હરિયાણા (Haryana), ચંદીગઢ (Chandigarh), રાજસ્થાન (Rajasthan), પશ્ચિમી ઉત્તર પ્રદેશ (Western UP), વિદર્ભ, બિહાર (Bihar) અને છત્તીસગઢના અલગ-અલગ ભાગોમાં અને 28 થી 30 જાન્યુઆરી દરમિયાન ઓડિશામાં કોલ્ડ વેવની સ્થિતિ સર્જાવાની સંભાવના છે. આગામી 24 કલાક દરમિયાન મધ્યપ્રદેશના અલગ-અલગ વિસ્તારોમાં તીવ્ર ઠંડીની લહેર પ્રવર્તશે. આ દરમિયાન મધ્યપ્રદેશના વિવિધ વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાશે.

આ ઉપરાંત, આગામી 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને વિદર્ભમાં અને ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢના અલગ-અલગ સ્થળોએ આગામી બે દિવસ સુધી ઠંડા હવામાનની શક્યતા છે.

પૂર્વ ભારતમાં ઘટશે પારો
આગામી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ ભારતના મોટાભાગના ભાગોમાં લઘુત્તમ તાપમાનમાં કોઈ નોંધપાત્ર ફેરફાર થવાની સંભાવના નથી અને તે પછી ધીમે ધીમે 2-3 ડિગ્રી સેલ્સિયસ વધશે. આગામી બે દિવસ દરમિયાન પૂર્વ ભારતમાં લઘુત્તમ તાપમાનમાં 2-4 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના છે અને ત્યારપછી કોઈ ખાસ ફેરફાર થશે નહીં.

29મી જાન્યુઆરીથી પશ્ચિમ હિમાલયના ક્ષેત્રને તાજા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવના છે અને અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 2 ફેબ્રુઆરીથી ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. શુક્રવારના રોજ ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં એક કે બે સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે અને ત્યારબાદ શુષ્ક હવામાન છે.
(ઇનપુટ- IANS)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news