Heavy Rain Forecast: આ વિસ્તારોમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી, આંધી-તોફાનનું એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ આગાહી

Weather Update IMD Alert: ભારતીય હવામાન વિભાગ (IMD) એ 6 ઓક્ટોબર સુધીના પોતાના પૂર્વાનુમાનમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કેરળ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વર્ષાની આગાહી કરી છે. આઈએમડીના રિપોર્ટ મુજબ આ દરમિયાન વીજળી પડવાની સાથે ધૂળ ડમરી ઉઠે તેવી પણ શક્યતા છે. જાણો ગુજરાત માટે શું છે આગાહી....

Heavy Rain Forecast: આ વિસ્તારોમાં મેઘરાજા બોલાવશે ધડબડાટી, આંધી-તોફાનનું એલર્ટ જાહેર, જાણો લેટેસ્ટ આગાહી

Weather Update IMD Alert: ભારતીય હવામાન વિભાગ (IMD) એ 6 ઓક્ટોબર સુધીના પોતાના પૂર્વાનુમાનમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, કેરળ અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વર્ષાની આગાહી કરી છે. આઈએમડીના રિપોર્ટ મુજબ આ દરમિયાન વીજળી પડવાની સાથે ધૂળ ડમરી ઉઠે તેવી પણ શક્યતા છે. ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઓડિશા અને સિક્કિમમાં 2-6 ઓક્ટોબર સુધીમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ પડશે. આઈએમડી દ્વારા કરાયેલા પૂર્વાનુમાનમાં આંદમાન નિકોબાર દ્વિપ સમૂહાં 4 અને 5 ઓક્ટોબરે ભારે વરસાદ પડશે. બીજી બાજુ ગુજરાત માટે શું આગાહી કરવામાં આવી છે તે ખાસ જાણો. 

આ બધા વચ્ચે 3 ઓક્ટોબર એટલે કે આજે બિહારમાં અલગ અલગ સ્થળો પર ભારે વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉપ હિમાલયી પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં આજે ભારે વરસાદની શક્યતા છે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારત, અસમ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં 2-5 ઓક્ટોબર સુધીમાં ભારે વરસાદની શક્યતા છે. આઈએમડીએ આ સમયગાળા દરમિયાન મધ્ય ભારતમાં વીજળી ચમકવાની સાથે ગાજવીજ સાથે ઝાપટા પડવાની શક્યતા વ્યક્ત કરી છે. 

છત્તીસગઢ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં મધ્યમ વરસાદની શક્યતા છે. આ દરમિયાન વીજળી પડવાની સાથે આંધીની સંભાવના છે. સ્કાઈમેટ વેધરના જણાવ્યાં મુજબ બિહાર, ઝારખંડ, પૂર્વ યુપી, ઉત્તર છત્તીસગઢ, ઓડિશા, ઉપ હિમાલયી, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, પશ્ચિમ અસમ અને મેઘાલયમાં હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ કેટલેક ઠેકાણે વરસી શકે છે. 

પૂર્વોત્તર ભારત, આંદમાન અને નિકોબાર ટાપુઓ, દક્ષિણ ઓડિશા, દક્ષિણ છત્તીસગઢ, તેલંગણા, ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ, પૂર્વ યુપી અને વિદર્ભના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ સ્તરના વરસાદની શક્યતા છે. પશ્ચિમી હિમાલય, યુપીના કેટલાક ભાગો, દક્ષિણ કોંકણ અને ગોવા, કર્ણાટકના કાંઠા વિસ્તારો, લક્ષદ્વિપ, દક્ષિણ આંતરિક કર્ણાટક, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુમાં એક બે સ્થળે વરસાદની વકી છે. 

ગુજરાત માટે શું છે આગાહી
ક્રિકેટ ચાહકો અને ખેલાડીઓ માટે સારા સમાચાર નથી. અંબાલાલ પટેલે આગામી દિવસોમાં વરસાદ અને વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદ ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપ અને નવરાત્રીની મજા બગાડી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ વરસાદ વર્લ્ડકપ અને નવરાત્રિની પ્રથમ મેચની મજા બગાડી શકે છે. 10 થી 14 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ પડશે. ઉલ્લેખનીય છે કે 14 ઓક્ટોબરે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડ કપની મેચ રમાશે.

હવામાન કેવું રહેશે?
અંબાલાલના જણાવ્યા અનુસાર 14 ઓક્ટોબરે ગુજરાતમાં વાદળછાયું આકાશ અને વરસાદની શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7મીએ વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે. 17 થી 20 ઓક્ટોબર દરમિયાન ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે 15 ઓક્ટોબરથી નવરાત્રિ પર્વનો પ્રારંભ થઈ રહ્યો છે. આ સિવાય અંબાલાલ પટેલની આગાહી મુજબ બંગાળની ખાડીમાં 7 થી 26 ઓક્ટોબર દરમિયાન 3 ચક્રવાત સર્જાશે. 7મી પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાશે જે 10મીથી 14મી તારીખની વચ્ચે ગંભીર ચક્રવાત બની શકે છે. બાદમાં 17 થી 20 તારીખે બંગાળની ખાડીમાં વધુ એક ચક્રવાત સર્જાશે. ત્યારબાદ 26 ઓક્ટોબરે બંગાળની ખાડીમાં ત્રીજું ચક્રવાત સર્જાશે. બંગાળની ખાડીમાં સર્જાયેલા 3 ચક્રવાતને કારણે ગુજરાતમાં વરસાદી સિઝન રહેશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news