જો PM નરેન્દ્ર મોદી નહીં તો 2019માં કોણ બનશે દેશના આગામી વડાપ્રધાન? આ નામો ચર્ચામાં

હાલ સમગ્ર દેશમાં સૌથી મોટી રાજકીય ચર્ચા એ ચાલી રહી છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં જો ભાજપ સત્તામાં ન આવ્યો તો કોણ સત્તા પર બિરાજમાન થશે? આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે  લોકનીતિ-સીએસડીએસ-એબીપીના સર્વેનું આકલન કહે છે કે પીએમ મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે.

જો PM નરેન્દ્ર મોદી નહીં તો 2019માં કોણ બનશે દેશના આગામી વડાપ્રધાન? આ નામો ચર્ચામાં

નવી દિલ્હી: હાલ સમગ્ર દેશમાં સૌથી મોટી રાજકીય ચર્ચા એ ચાલી રહી છે કે 2019ની લોકસભાની ચૂંટણીમાં પીએમ મોદીના નેતૃત્વમાં જો ભાજપ સત્તામાં ન આવ્યો તો કોણ સત્તા પર બિરાજમાન થશે? આવું એટલા માટે થઈ રહ્યું છે કારણ કે  લોકનીતિ-સીએસડીએસ-એબીપીના સર્વેનું આકલન કહે છે કે પીએમ મોદીની લોકપ્રિયતામાં ઘટાડો થયો છે. બીજી બાજુ ભાજપના ચૂંટણી રથને રોકવા માટે કોંગ્રેસ સહિત તમામ વિપક્ષી દળો એકજૂથ થઈ રહ્યાં છે. આ બધા કારણોના લીધે આ પ્રકારની ચર્ચાને બળ મળી રહ્યું છે. એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જો બધા પક્ષો ભેગા મળીને ભાજપને હરાવી દે તો વિપક્ષ તરફથી આગામી વડાપ્રધાન કોણ હશે?

શું રાહુલ ગાંધી હશે દાવેદાર?
આ સંદર્ભે એક સવાલ ઉઠાવતા તેના જવાબને ખંખોળવાની કોશિશ મશહૂર કોલમિસ્ટ તવલીન સિંહે ધ ઈન્ડિયન એક્સપ્રેસની પોતાની નિયમિત કોલમમાં કરી છે. તેમનું આકલન છે કે જો આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં થનારી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપને હરાવીને સત્તામાં આવી ગઈ તો ચીજો ઝડપથી કોંગ્રેસની ફેવરમાં બદલાવવાની શરૂ થઈ જશે. જો કે આ સાથે તેમનું એ પણ કહેવું છે કે ત્યારબાદ ભલે 2019ની સામાન્ય ચૂંટણીમાં વિપક્ષી એકજૂથતાની સામે ભાજપ ન ટકી શકે પરંતુ તે સંજોગોમાં પણ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી તો વડાપ્રધાન પદના દાવેદર નહીં હોય.

mayawati and sonia gandhi

અખિલેશ કે માયાવતી?
તેની પાછળનું સૌથી મોટુ કારણ ગણાવતા તેમનું કહેવું છે કે હકીકતમાં સૌથી વધુ 80 લોકસભા બેઠકોવાળા યુપીમાં કોંગ્રેસની હાલતમાં સુધારના કોઈ ચિન્હ જોવા મળતા નથી. ગત વર્ષે યુપીથી ભાજપના નેતૃત્વમાં એનડીએને 73 બેઠકો મળી હતી. આવામાં અહીં ભાજપના ચૂંટણી રથને રોકવાનું સામર્થ્ય માયાવતી અને અખિલેશ યાદવ ધરાવે છે. આ કડીમાં યુપીની હાલની લોકસભા પેટાચૂંટણીના પરિણામો બાદ 2019ની ચૂંટણીમાં સપા અને બસપાના મહાગઠબંધનની અટકળો થઈ રહી છે.

જેને ધ્યાનમાં રાખતા જો આ મહાગઠબંધન ચૂંટણી સુધી મત સાધવામાં સફળ રહ્યું તો ભાજપને ગત વર્ષની સરખામણીમાં લગભગ અડધો અડધ બેઠકોથી હાથ ધોવા પડી શકે છે. આ સંજોગોમાં માયાવતી અને અખિલેશ યાદવમાંથી બીએસપી સુપ્રીમો જ વડાપ્રધાન પદની રેસમાં આગળ હશે. તેનું એક કારણ એ પણ છે કે ગત દિવસોમાં સપા નેતા અખિેલેશ યાદવે પણ ઝી ન્યૂઝના એક કાર્યક્રમમાં કહ્યું હતું કે પીએમ પદની રેસમાં તો હું નથી પરંતુ તે પ્રદેશથી છું જ્યાંથી આ સૂચિ બનશે.

બીજી મોટી વાત એ છે કે કર્ણાટકમાં જે રીતે કોંગ્રેસે પ્રયોગ કરતા નાના પક્ષોને સમર્થન આપ્યું તે પ્રકારે કેન્દ્રમાં દલિત ચહેરાના નામ પર માયાવતીને સમર્થન આપી શકે છે. વિપક્ષી એકજૂથતાની સ્થિતિમાં માયાવતી અન્ય વિપક્ષી નેતાઓની સરખામણીમાં વડાપ્રધાન પદની રેસમાં આગળ જોવા મળી રહ્યાં છે. આથી કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસ શપથ ગ્રહણ સમારોહમાં જ્યારે વિપક્ષના લગભગ તમામ મોટા કદાવર ચહેરાઓ હાજર હતાં ત્યારે સાર્વજનિક રીતે યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીને માયાવતીને ગળે મળતા જોઈ શકાયા હતાં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news