J&K Pulwama IED Blast: 7 દિવસ પહેલા જ અપાઇ હતી ચેતવણી, છતા બેદરકારી
ગુપ્તચર એજન્સીઓ દ્વારા પહેલા જ એલર્ટ અપાયું હતું, 12 જેટલા સુરક્ષા જવાનો ઘાયલ, જૈશ એ મોહમ્મદે હુમલાની જવાબદારી સ્વિકારી
Trending Photos
શ્રીનગર: કાશ્મીરના પુલવામામાં આતંકવાદીઓ પોતાના મનસુબાઓમાં સફળ થઇ ચુક્યા છે. ઉરી બાદ આ પહેલો એટલો મોટો હૂમલો છે, જેમાં એક સાથે 8 જવાન શહીદ થઇ ગયો. ગુપ્તતચર એજન્સીઓ દ્વારા સાત દિવસ પહેલા જ એલર્ટ ઇશ્યું કરવામાં આવ્યું હતું કે, કાશ્મીરમાં સુરક્ષાદળોને ડિપ્લોયમેન્ટ અને તેમનાં આવન જાવનનાં રસ્તા પર આતંકવાદીઓ દ્વારા IED બ્લાસ્ટ કરવામાં આવી શકે છે. ઞ
આ એલર્ટ સંસદ ભવન પર હૂમલાનાં દોષી અફઝલ ગુરૂ અને જેકેએલએફના સંસ્થાપક મોહમ્મદ મકબુલ ભટ્ટની ફાંસીની વરસી પહેલા જ આપવામાં આવ્યું હતું. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આતંકવાદીઓએ હૂમલાનો પ્લાન બનાવ્યો છે. ગુપ્તચર એજન્સીઓએ એક મોટુ એલર્ટ ઇશ્યું કરતા કહ્યું હતું કે, આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાદળોનાં ડિપ્લોયમેન્ટ અને તેમના આવવા જવાનાં રસ્તા પર IEDથી હૂમલો કરી શકે છે.
એલર્ટમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે, તમામ CRPDના કેમ્પ અને પોલીસ કેમ્પ રપ આતંકવાદીઓ નજર રાખી રહ્યા છે, માટે તમામ સુરક્ષા દળો સાવધાન રહે. આ સાથે જ એરિયાને સેંસિટાઇઝ કર્યા વગર તે એરિયામાં ડ્યૂટી પર ન જાય. પરંતુ તેમ છતા આ ચુક થઇ અને આતંકવાદીઓ મોટો હૂમલો કરવામાં સફળ થઇ ગયા.
મળતી માહિતી અનુસાર આતંકવાદીઓએ માર્ગ પર જ એક ગાડીમાં આઇઇડી પ્લાન્ટ કર્યો હતો. જેમ કે સીઆરપીએફની કાર્યવાહીમાંથી પસાર થઇ તે જ પ્રકારે આતંકવાદીઓએ આઇઇડીમાં વિસ્ફોટ કરી દીધો. આ કાર્યવાહીમાં ઘણી ગાડીઓ જોડાઇ હતી. તેમાંથી એક ગાડી વિસ્ફોટની ઝપટે ચડી ગઇ હતી, વિસ્ફોટમાં 12 જવાનો શહીદ થયા હોવાની માહિતી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે