IBPS Clerk 2022 Notification: IBPS ક્લર્ક ભરતી 2022 માટે નોટિફિકેશન જાહેર, અહીં કરો સરકારી નોકરી માટે રજિસ્ટ્રેશન
IBPS Clerk Recruitment 2022: પસંદગી પ્રક્રિયામાં પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષા સામેલ હશે. પ્રારંભિક પરીક્ષા પાસ કરવા માટે કેન્ડિડેટ્સ મુખ્ય પરીક્ષામાં બેઠક માટે યોગ્ય ગણાશે.
Trending Photos
IBPS Clerk Recruitment 2022: Institute of Banking Personnel બેંકિંગ કર્મચારી પસંદગી સંસ્થાએ આઇબીપીએસ ક્લર્ક 2022 નોટિફિકેશન જાહેર કર્યું છે. રજિસ્ટ્રેશન પ્રક્રિયા આજે 1 જુલાઈ 2022 થી શરૂ થઈ ગઈ છે અને 21 જુલાઈ 2022 ના સમાપ્ત થશે. જે ઉમેદવાર નોકરી માટે અરજી કરવા ઇચ્છે છે, તે આઇબીપીએસની સત્તાવાર વેબસાઈટ ના માધ્યમથી ઓનલાઈન અરજી કરી શકે છે. આ ભરતી અભિયાનમાં 6035 જગ્યા ભરવાની છે. પ્રારંભિક પરીક્ષા સપ્ટેમ્બર 2022 માં અને મુખ્ય પરીક્ષા ઓક્ટોબર 2022 માં યોજાશે. પસંદગી પ્રક્રિયા અને અન્ય ડિટેલ્સ માટે નીચે વાંચો...
Eligibility Criteria
ભારત સરકાર દ્વાા માન્યતા પ્રાપ્ત વિશ્વવિદ્યાલયથી કોઈપણ વિષયમાં ડિગ્રી અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈપણ સમકક્ષ યોગ્યતા. પરીક્ષા માટે અરજી કરવાની ઓછામાં ઓછી ઉંમર 20 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 28 વર્ષ છે.
Selection Process
પસંદગી પ્રક્રિયામાં પ્રારંભિક પરીક્ષા, મુખ્ય પરીક્ષાનો સમાવેશ થશે. પ્રારંભિક પરીક્ષા પાસ કરનાર ઉમેદવાર મુખ્ય પરીક્ષામાં બેસવા માટે યોગ્ય ગણાશે. ઓનલાઈન મુખ્ય પરીક્ષા માટે ફાળવેલ કુલ 200 નંબર છે. કામચલાઉ ફાળવણી માટે નંબરોને 100 માંથી કનવર્ટ કરવામાં આવશે.
Application Fees
અરજી ફીની વાત કરીએ તો SC/ST/PWBD/EXSM ઉમેદવારો માટે 175 રૂપિયા અને અન્ય તમામ માટે 850 રૂપિયા છે. ચૂકવણી ડેબિટ કાર્ડ (રૂપે/વિઝા/માસ્ટરકાર્ડ/મેસ્ટ્રો), ક્રેડિટ કાર્ડ, ઇન્ટરનેટ બેંકિંગ, IMPS, કેશ કાર્ડ/મોબાઈલ વોલેટનો ઉપયોગ કરી સ્ક્રીન પર પૂછવામાં આવેલી માહિતી આપીને કરી શકાય છે.
કેવી રીતે અરજી કરવી
અરજી કરવા માટે કેન્ડિટ્સ સૌથી પહેલા IBPS ની વેબસાઇટ ibps.in પર જાઓ.
હોમપેજ પર નવી નોંધણી માટે તમારું સાઇન ઇન ક્રેડેશિયલ જનરેટ કરવા પર ક્લિક કરો.
નામ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને પ્રવેશ કરો.
પૂછવામાં આવેલી તમામ વિગતો સાથે આઈબીપીએસ ક્લાર્ક 2022 પ્રિલિમ્સ ફોર્મ ભરો.
સ્કેન કરેલ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો અને અરજી લાગુ થવા પર અરજી ફીની ચૂકવણી કરો.
ફોર્મ સબમિટ કરો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે