સુખોઈ વિમાનમાંથી હવાથી હવામાં પ્રહાર કરતી અસ્ત્ર મિસાઈલનું કરાયું સફળ પરિક્ષણ

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO) દ્વારા 'અસ્ત્ર મિસાઈલ'નું (Astra Missile) સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી દ્વારા નિર્માણ કરાયું છે. આ મિસાઈલ 5,555 કિમી પ્રતિ કલાકની ઝડપે (4.5 Mach) 70 કિમીની રેન્જમાં કોઈ પણ દુશ્મન મિસાઈલ કે વિમાનને નિશાન બનાવવા માટે સક્ષમ છે. આ મિસાઈલ એક્ટિવ રડાર ટર્મિલન ગાઈડન્સથી સજ્જ છે અને તેનો કોઈ પણ ઋતુમાં એટલે કે કોઈ પણ પ્રકારની હવામાન પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકાય છે. 
 

સુખોઈ વિમાનમાંથી હવાથી હવામાં પ્રહાર કરતી અસ્ત્ર મિસાઈલનું કરાયું સફળ પરિક્ષણ

કોલકાતાઃ ભારતીય વાયુસેના(IAF)એ સુખોઈ Su-30MKI વિમાનમાંથી મંગળવારે હવાથી હવામાં પ્રહાર કરતી 'અસ્ત્ર મિસાઈલ'નું ઓડિશાના સમુદ્ર કિનારાતી 70 કિમી દૂર સફળ પરિક્ષણ કર્યું હતું. ડીઆરડીઓ(DRDO) દ્વારા નિર્મિત આ મિસાઈલના પરિક્ષણ માટે પશ્ચિમ બંગાળના એક વિમાનમથકેથી સુખોઈ વિમાને ઉડ્ડયન ભર્યું હતું. 

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન(DRDO) દ્વારા 'અસ્ત્ર મિસાઈલ'નું(Astra Missile) સંપૂર્ણ સ્વદેશી ટેક્નોલોજી(indigenous Beyond Visual Range) દ્વારા નિર્માણ કરાયું છે. આ મિસાઈલ 5,555 કિમી પ્રતિ કલાકની ઝડપે (4.5 Mach) 70 કિમીની રેન્જમાં કોઈ પણ દુશ્મન મિસાઈલ કે વિમાનને નિશાન બનાવવા માટે સક્ષમ છે. આ મિસાઈલ એક્ટિવ રડાર ટર્મિલન ગાઈડન્સથી સજ્જ છે અને તેનો કોઈ પણ ઋતુમાં એટલે કે કોઈ પણ પ્રકારની હવામાન પરિસ્થિતિમાં ઉપયોગ કરી શકાય છે. 

— ANI (@ANI) September 17, 2019

સુપરસોનિક ગતિએ હવામાં ઉડી રહેલા કોઈ પણ લક્ષ્યને આ મિસાઈલ ભેદી શકે છે. 154 કિગ્રામ વજન ધરાવતી અસ્ત્ર મિસાઈલ 3.57 કિમી લાંબી અને 178 મિમીનો વ્યાસ ધરાવે છે. અસ્ત્ર મિસાઈલ મહત્તમ 110 કિમી સુધી પ્રહાર કરી શકે છે અને ડીઆરડીઓ 300 કિમીની રેન્જ ધરાવતી અસ્ત્ર મિસાઈલનું નિર્માણ કરવાનું આયોજન છે. 

DRDO દ્વારા નિર્મિત આ અસ્ત્ર મિસાઈલને મિરાજ-2000એચ, મીગ-29, મિગ-29K, મિગ-21 બાયસન, એલસીએ તેજસ અને સુખોઈ Su-30 MKI વિમાનમાં ફીટ કરીને ઉપયોગમાં લઈ શકાય છે. 

જુઓ LIVE TV....

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news