કેજરીવાલે 2019માં ભાજપ માટે પ્રચાર કરવાની તૈયારી દર્શાવી, રાખી આ શરત

આમ આદમી પાર્ટીએ દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને એક અભિયાન શરૂ કર્યું છે. 1 જુલાઇએ આ અભિયાન સંપન્ન થશે. 

 

કેજરીવાલે 2019માં ભાજપ માટે પ્રચાર કરવાની તૈયારી દર્શાવી, રાખી આ શરત

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર પર સતત ગંભીર આરોપ લગાવનાર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલે કહ્યું કે, જો કેન્દ્ર સરકાર 2019ની ચૂંટણી પહેલા દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપે તો તે પોતે ભાજપ માટે પ્રચાર-પ્રસાર કરશે. તેમણે આ વાત વિધાનસભામાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાના પ્રસ્તારને રજૂ કરવા સમયે કરી. આ પ્રસ્તાવને વિધાનસભાએ સ્વીકાર કરી લીધો છે. 

મહત્વનું છે કે, દિલ્હી સરકારે આ દિવસોમાં દિલ્હીને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાની માંગને લઈને એક અભિયાન શરૂ કર્યું છે. તે માટે દિલ્હીની સત્તામાં રહેલી આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ જઈને સભાઓ કરી રહી છે. અરવિંદ કેજરીવાલે તમામ ધારાસભ્યો અને નેતાઓને આ મુદ્દા પર સામાન્ય મંતવ્ય બનાવવા માટે દિલ્હીમાં 300 સ્થળ પર જનસભાઓ કરવાનો આદેશ આપ્યો છે. આ અભિયાનની શરૂઆત તેમણે ગઈકાલે પોતાના આવાસ પર તમામ નેતાઓ અને ધારાસભ્યોને સંબોધિત કરવા દરમિયાન કરી હતી. 

આ દરમિયાન તેમણે ઉપ-રાજ્યપાલ દિલ્હી છોડો અભિયાન પણ શરૂ કર્યું. તેમણે કહ્યું કે, ઉપ-રાજ્યપાલ દિલ્હી સરકારના દરેક કામમાં વિક્ષેપ કરે છે અને કામોને મંજૂરી આપતા નથી. તેમણે કહ્યું કે, દિલ્હીની ભલાઇ માટે ઉપ-રાજ્યપાલની કોઇ જરૂર નથી. 

દિલ્હીના મુખ્યપ્રધાને કહ્યું કે, મહાત્મા ગાંધીએ બ્રિટિસ શાસન દરમિયાન ભારત છોડો આંદોલન શરૂ કર્યું હતું અને હવે આમ આદમી પાર્ટી 'એલજી દિલ્હી છોડો' અભિયાન શરૂ કરી રહી છે. તેમણે કહ્યું કે, 1947માં ભારતને આઝાદી મળી અને તમામ બ્રિટિશ વાયસરાય હટાવવામાં આવ્યા, પરંતુ દિલ્હીમાં એલજી (ઉપ-રાજ્યપાલ)ને વાયસરાયની જગ્યાએ નિયુક્ત કરી દેવામાં આવ્યા. 

પૂર્ણ રાજ્ય અભિયાન
દિલ્હીને પૂર્ણ રાજ્ય બનાવવાની માંગને લઈને શરૂ કરાયેલી અભિયાન હેઠળ આપના નેતા, ધારાસભ્યો અને કાર્યકર્તા 17 જૂનથી 24 જૂન સુધી રાષ્ટ્રીય રાજધાનીમાં 300 જગ્યાએ સભા કરશે. બીજા ચરણમાં આપે એક જુલાઇએ ઈન્ડિરા ગાંધી ઈનડોર સ્ટેડિયમમાં પાર્ટી કાર્યકર્તાઓનું સંમેલન આયોજીત કરવાની યોજના બનાવી છે જ્યાં આગળ શું કરવું તેનો નિર્ણય કરવામાં આવશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news