રાજનીતિ પ્રમાણિકતાથી કરવી જોઈએ, હું ખોટા વચનો આપતો નથી: નિતિન ગડકરી

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રવિવારે કહ્યું કે તેઓ ખોટા આશ્વાસન આપતા નથી અને પ્રમાણિકતા તથા પારદર્શકતા જેવા મૂલ્યો લાંબી દોડમાં કામ આવે છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે રાજકારણ સામાજિક-આર્થિક સુધારાઓ માટેનો રસ્તો છે.

રાજનીતિ પ્રમાણિકતાથી કરવી જોઈએ, હું ખોટા વચનો આપતો નથી: નિતિન ગડકરી

નાગપુર: કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ રવિવારે કહ્યું કે તેઓ ખોટા આશ્વાસન આપતા નથી અને પ્રમાણિકતા તથા પારદર્શકતા જેવા મૂલ્યો લાંબી દોડમાં કામ આવે છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે રાજકારણ સામાજિક-આર્થિક સુધારાઓ માટેનો રસ્તો છે. નાગપુરના સાંસદ ગડકરીએ અહીં એક કાર્યક્રમને સંબોધતા કહ્યું કે રાજકારણ એક પ્રતિસ્પર્ધિ ક્ષેત્ર છે, જ્યાં લોકોની આકાંક્ષાઓ પ્રમાણે  કામ કરવું પડે છે. 

રાજકારણમાં કેરિયર બનાવવા માટે જરૂરી ગુણો અંગે સવાલ પૂછવામાં આવતા તેમણે કહ્યું કે "મેં રાજકારણને ક્યારેય કેરિયર તરીકે પસંદ કર્યું નથી. મારા શરૂઆતના દિવસોથી જ હું રાજકારણને સામાજિક અને આર્થિક સુધારનો રસ્તો ગણતો રહ્યો છું. જેના દ્વારા હું દેશ, સમાજ અને ગરીબો માટે કઈંક કરી શકું છું. રાજકારણમાં કોઈ ગુણની જરૂર નથી." 

તેમણે કહ્યું કે રાજકારણ પ્રમાણિકતાથી ખેલાવું જોઈએ. ગડકરીએ કહ્યું કે "હું ખોટા આશ્વાસનો આપતો નથી. જ્યારે હું કઈંક કહું છું તો તે હું જરૂર કરીશ અને હું કરું પણ છું... અને જો ન કરી શકું તો સ્પષ્ટપણે કહી દઉ છું કે નહીં કરી શકું. પ્રમાણિકતા, પારદર્શકતા, ધૈર્ય, ગુણ અને કામ કરવા માટેની પ્રતિબદ્ધતા જેવા મૂલ્યો લાંબી રેસમાં કામ આવે છે."

ગડકરીએ વધુમાં કહ્યું કે "કેન્દ્ર સરકારે અત્યાર સુધી જે કામો કર્યા છે તે પહેલી રીલ છે. આખુ પિક્ચર તો આવવાનું હજુ બાકી છે. ભાજપ સરકાર ભારતને દુનિયાની નંબર વન તાકાત બનાવવા માંગે છે અને આ માટે પાર્ટી અનેકતામાં એક્તાના સિદ્ધાંતને લઈને આગળ વધી રહી છે. જનતા પાર્ટીને જે પણ ભૂમિકા આપશે તેને પાર્ટી પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવશે અને દેશને આગળ લઈને જશે." 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news