સુરતમાં ગરીબના ખાતામાં 10 કરોડ જમા થયા, પછી જે થયું તે જાણીને વિશ્વાસ નહિ આવે...

 તમારા ઓળખ અને રહેઠાણના પુરાવાઓ કોઈને પણ આપો અને જો તેનો ખોટો ઉપયોગ થઇ જાય તો, જી હાં આવી ઘટના અનેક વખત વખત બનતી હોય છે. પરતું કેટલીક ઘટનાઓમાં પાડા ના વાંકે પખાલીને ડામ જેવી ઘટના પણ બનતી હોય છે. સુરતના વરાછા ખાતે રહેતા અને લેબમાં કામ કરી મહિને 25 હજાર સુધી કમાતા લલિતભાઈ ઠોળીયા સાથે પણ આવ્યું જ બન્યું છે. તેમના બેંક ખાતામાં 10.58 કરોડ જમા થતાં તેમના હોંશ ઉડી ગયા હતા. ટ્રાન્ઝેકશન થઈને આ રકમ થોડા જ દિવસમાં અન્ય ખાતામાં ફોરવર્ડ થઈ ગઈ હતી. રૂપિયા કયાંથી આવ્યા તેની તપાસ લલિતભાઈ કરે એ અગાઉ તો આઈટીની નોટિસ આવી. અંગ્રેજીમાં આવેલી નોટિસ અંગે કોઈ જવાબ નહીં આપતા આવકવેરા વિભાગે લલિતભાઈના બચત ખાતા સીઝ કરી રૂપિયા 2.35 લાખ કબજે કર્યા હતા. ત્યારે લલિતભાઈએ વરાછા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. 
સુરતમાં ગરીબના ખાતામાં 10 કરોડ જમા થયા, પછી જે થયું તે જાણીને વિશ્વાસ નહિ આવે...

તેજસ મોદી/સુરત : તમારા ઓળખ અને રહેઠાણના પુરાવાઓ કોઈને પણ આપો અને જો તેનો ખોટો ઉપયોગ થઇ જાય તો, જી હાં આવી ઘટના અનેક વખત વખત બનતી હોય છે. પરતું કેટલીક ઘટનાઓમાં પાડા ના વાંકે પખાલીને ડામ જેવી ઘટના પણ બનતી હોય છે. સુરતના વરાછા ખાતે રહેતા અને લેબમાં કામ કરી મહિને 25 હજાર સુધી કમાતા લલિતભાઈ ઠોળીયા સાથે પણ આવ્યું જ બન્યું છે. તેમના બેંક ખાતામાં 10.58 કરોડ જમા થતાં તેમના હોંશ ઉડી ગયા હતા. ટ્રાન્ઝેકશન થઈને આ રકમ થોડા જ દિવસમાં અન્ય ખાતામાં ફોરવર્ડ થઈ ગઈ હતી. રૂપિયા કયાંથી આવ્યા તેની તપાસ લલિતભાઈ કરે એ અગાઉ તો આઈટીની નોટિસ આવી. અંગ્રેજીમાં આવેલી નોટિસ અંગે કોઈ જવાબ નહીં આપતા આવકવેરા વિભાગે લલિતભાઈના બચત ખાતા સીઝ કરી રૂપિયા 2.35 લાખ કબજે કર્યા હતા. ત્યારે લલિતભાઈએ વરાછા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો. 

પ્રાપ્ત માહિતી અનુસાર, હાલ સુરતના વરાછા રોડ વ્રજ રેસિડેન્સી ખાતે રહેતા લલિતભાઈ ઠોળીયાએ 2011માં બોમ્બે માર્કેટ ખાતે આવેલી અલ્હાબાદ બેન્કમાં ખાતુ ખોલાવવા પાનકાર્ડ સહિતના પુરાવા આપ્યા હતા. આ જ સમયગાળામાં આઇડીબીઆઇમાં ચાલુ ખાતુ ખોલાવ્યુ હતુ. બંને ખાતામાં ઘરનું એડ્રેસ તેમણે પોતાના પૂણા ગામનાં જુના ઘરનું હતુ. લોન લીધાં બાદ લલિતભાઈ વરાછા રોડ વિસ્તરમાં રહેવા ગયા હતા. આ દરમિયાન પૂણા ગામના એડ્રેસ પર આઇટીની નોટિસ આવી હતી. નોટિસ મુજબ ફરિયાદીએ માનશી ક્રિએશન અને મહેક ફેબ્રિક્સના નામે બે ખાતા ખોલાવી તેમાં 10.58 કરોડનું ટ્રાન્ઝેકશન કર્યું હોવાનો ઉલ્લેખ હતો. આ દરમિયાન આઇટીની કુલ ત્રણ નોટિસ આવી ગઈ હતી. આથી ફરિયાદી આઇટીએ કચેરીએ પહોંચ્યા હતા અને આ ખાતા પોતાના ન હોવાનું જણાવ્યુ હતુ. નોટિસનો જવાબ નહીં આપવામાં આવતા આઇટીએ 2 બેન્ક એકાઉન્ટ સીઝ કરીને રૂપિયા 2.35 લાખ વસૂલી લીધા હતા. સમગ્ર મામલે તેમને વરાછા પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો છે.

પાનકાર્ડના આધારે બોગસ અકાઉન્ટ ખોલ્યા 
લલિતભાઈએ પોતાના મિત્ર દ્વારા તપાસ કરતા જાણવા મળ્યું હતું કે કે જ્યારે તેમને પાનકાર્ડ કઢાવવા માટે જે ડોક્યુમેન્ટ આપ્યા હતા, તેનો આધાર લઇને બે બોગસ બેન્ક અકાઉન્ટ ખોલાયા હતા. ટ્રાન્ઝેકશન કોણે કર્યું તેની તપાસ હાલ પોલીસ કરી રહી છે.

પેટ્રોલ પંપના કમર્ચારીનું 70 કરોડનું બિલિંગ કૌભાંડ
સામાન્ય કે ગરીબ વ્યક્તિના પુરાવાઓના આધારે અનેક વખત મોટા કૌભાંડો થતાં હોય છે, ત્યારે GST વિભાગ સામે આવું જ એક કૌભાંડ ખૂલવા પામ્યું હતું. સુરત GST વિભાગે મોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ મેળવનાર તથા રિટર્ન નહીં ભરનાર 100 કરદાતાઓની યાદી બનાવી હતી. આ યાદી પોતાની વડી કચેરીએ મોકલવામાં આવી હતી, જ્યારે એક કરદાતએ 70 કરોડની ક્રેડિટ મેળવી હોવાનું સામે આવ્યું હતું. સુરત GSTનાં અધિકારીઓએ જ્યારે શંકાના આધારે તપાસ કરી તો જે સરનામું આપવામાં આવ્યું હતું તે યુવક એક નાનકડા ઘરમાં રહેતો હતો. ભાડેના ઘરમાં રહેતા યુવકને પૂછવામાં આવ્યું તો તેનું કહેવું હતું કે તે એક પેટ્રોલ પંપ પર કર્મચારી છે, ત્યારે સ્વાભાવિક છે કે તેના પુરાવાઓનો દૂર ઉપયોગ કરી કોઈ ખેલ કર્યો હોઈ શકે છે. જોકે આ મામલે હજુ કોઈ ફરિયાદ નોંધાવવામાં નથી આવી, પરતું GST વિભાગ સમગ્ર મામલે તપાસ કરી રહ્યું છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news