હૈદરાબાદ: મહિલા ડોક્ટર પર ગેંગરેપ બાદ હત્યા મામલે તેલંગણાના મંત્રીજીનું વિવાદિત નિવેદન
Trending Photos
નવી દિલ્હી: તેલંગણા (Telangana)ની રાજધાની હૈદરાબાદ (Hyderabad)માં 22 વર્ષની પશુ ચિકિત્સકની હત્યાના મામલે રાજ્ય સરકારના ગૃહ મંત્રી મહેમૂદ અલી મહેમૂદ (Mahmood ali mahmood) નું વિચિત્ર નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે જો યુવતીએ તેની બહેનને ફોન કરવાની જગ્યાએ પોલીસને ફોન કર્યો હોત તો તેનો જીવ બચી શક્યો હોત. ગૃહ મંત્રી મહેમૂદ અલી મહેમૂદે આ મામલે વિવાદિત નિવેદન આપતા કહ્યું કે તે એક ડોક્ટર હતી...ભણેલી ગણેલી હતી...શું તેણે તેની બહેનને ફોન કર્યો? તેણે 100 નંબર પર પહેલા ફોન કરવો જોઈતો હતો.
#WATCH Telangana Home Min on alleged rape&murder case of a woman veterinary doctor: We're saddened by the incident,crime happens but police is alert&controlling it. Unfortunate that despite being educated she called her sister¬ '100',had she called 100 she could've been saved. pic.twitter.com/N17THk4T48
— ANI (@ANI) November 29, 2019
શંકાસ્પદોની ધરપકડ
22 વર્ષની યુવતી પશુ ચિકિત્સક (veterinary doctor) ની હત્યાના મામલે બે શંકાસ્પદોની ધરપકડ કરાઈ છે. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શુક્રવારે એક ટ્રક ડ્રાઈવર મોહમ્મદ પાશા અને એક ક્લિનરને પકડ્યા છે. હાલ તેમની પૂછપરછ ચાલુ છે. સમગ્ર મામલે પોલીસનું કહેવું છે કે તેમણે આ કેસ સંલગ્ન તમામ પુરાવા ભેગા કરી લીધા છે. પોલીસ સૂત્રોનું માનીએ તો મહિલા ડોક્ટરનું મોત શ્વાસ રૂંધાવવાના કારણે થયું છે. જો કે અધિકૃત રીતે પોલીસે તેની પુષ્ટિ કરી નથી. મૃતક યુવતીના પરિવારે તો દોષિતોને જીવતા બાળી મૂકવાની માગણી પણ કરી હોવાના મીડિયા રિપોર્ટ્સ છે.
રાષ્ટ્રીય મહિલા આયોગી પણ રિપોર્ટ માંગ્યો
આયોગના ચેરપર્સન રેખા શર્માએ કહ્યું કે આ સમિતિ દોષિતોને સજા નહીં મળે ત્યાં સુધી શાંતિથી બેસશે નહીં. તેમણે હૈદરાબાદ પોલીસ પાસે વિસ્તૃત કાર્યવાહી રિપોર્ટ માંગ્યો છે. આ બધા વચ્ચે પોલીસે શંકા વ્યક્ત કરી છે કે ડોક્ટરના મૃતદેહને દુપટ્ટામાં લપેટીને ફ્લાયઓવર નીચે લાવવામાં આવ્યો અને તેને બાળી મૂક્યો. મહિલા ડોક્ટરની લાશ એટલી બળી ગઈ હતી કે ઓળખાણ પણ મુશ્કેલ થઈ હતી. પીડિતાએ ગણેશજીનું લોકેટ પહેર્યું હતું જેના કારણે મૃતદેહની ઓળખ થઈ શકી.
શું છે સમગ્ર મામલો?
તેલંગણાની રાજધાની હૈદરાબાદની નજીક શાદનગર પરગણામાં બુધવારે મોડી રાતે અજાણ્યા વ્યક્તિઓએ એક પશુચિકિત્સક યુવતીની હત્યા કરીને તેના મૃતદેહને બાળી મૂકવાના મામલાએ હાહાકાર મચાવી દીધો છે. યુવતીનો મૃતદેહ ગુરુવારે મળી આવ્યો. ડોક્ટરનો બળેલી અવસ્થામાં મૃતદેહ રંગા રેડ્ડી જિલ્લાના શાદનગર નજીક ચતનપલ્લી પુલ પર મળી આવ્યો હતો.
જુઓ LIVE TV
ડોક્ટર બુધવારે સવારે પોતાના ઘરેથી કોલ્લૂરુ ગામમાં એક પશુ ચિકિત્સાલયમાં પોતાની ડ્યૂટી માટે નીકળી હતી. રાતે ઘરે પાછા ફરતી વખતે તેણે બહેનને ફોન કરીને કહ્યું હતું કે તેનું દ્વિચક્કી વાહન ખરાબ થઈ ગયું છે. તેણે બહેનને એમ પણ કહ્યું કે તે ડરેલી છે. જ્યારે તેના પરિવારે ત્યારબાદ યુવતીનો સંપર્ક કરવાની કોશિશ કરી તો તેનો મોબાઈલ બંધ હતો.
ગુરુવારે સવારે યુવતીનો મૃતદેહ બળેલી અવસ્થામાં પુલ પાસેથી મળી આવ્યો. મૃતક મહિલા ડોક્ટરના પિતાએ મૃતદેહની ઓળખ કરી હતી. આ મામલાની જાણકારી મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતાં. પોલીસે પુરાવા માટે પાસેના ટોલ ગેટના સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે