કોર્ટે કહ્યું ભરણપોષણ ચુકવો, પતિએ કહ્યું રાહુલનાં 72000 માંથી ચુકવી દઇશ !
ટીવી કલાકાર આનંદ શર્માની પત્ની અને તેની 12 વર્ષીય પુત્રી ગત્તે થોડા સમયથી તેમનાથી અલગ રહી રહ્યા છે, પતિ-પત્ની વચ્ચે વિવાદનો કેસ વિચારાધીન છે
Trending Photos
ઇંદોર : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની લઘુમત્ત આવક સહાય યોજના (ન્યાય) સંબંધીત ચૂંટણી જાહેરાત કરીને રાજકીય બહેસ વચ્ચે એક ટીવી કલાકારે પોતાની નબળી આર્થિક સ્થિતીનો દાવો કરતા કહ્યું કે, કોંગ્રેસની સરકાર બન્યા બાદ તેઓ ન્યાય હેઠળ મળનારા પૈસાથી પત્ની અને પુત્રીનું ભરણપોષણ ચુકવી શકે છે. એટલા માટે ત્યા સુધી ભરણપોષણ પર પ્રતિબંધ લગાવવામાં આવે.
ટીવી કલાકાર આનંદ શર્મા (38)એ અહીં પરિવાર કોર્ટની સામે શુક્રવારે આ અંગેની અરજી દાખલ કરી હતી. શર્માની પત્ની અને તેની 12 વર્ષીય પુત્રી છેલ્લા ઘણા સમયથી અલગ રહ્યા છે. પતિ-પત્ની વચ્ચે વિવાદનો કેસ હાલ વિચારાધીન છે. શર્માના વકીલ મોહન પાટીદારે શનિવારે જણાવ્યું કે, ફેમિલી કોર્ટમાં તેમનાં મુવક્કીલની આ અરજી અંગે સુનવણી માટે 29 એપ્રીલની તારીખ નિશ્ચિત કરી છે. કોર્ટે શર્માને 12 માર્ચે આદેશ આપ્યો હતો કે તેઓ પત્ની અને પુત્રીને 4500 રૂપિયા પ્રતિ માહની અંતરિમ ભરણ-પોષણ રકમ ચુકવે.
પોતાને સંઘર્ષશીલ ટીવી કલાક જણાવતા શર્માની તરફથી રજુ કરવામાં આવેલી અરજી કરવામાં આવી કે આ કોર્ટના આદેશ બાદ સરકાર બનતા સુધી પ્રતિબંધ લગાવવામાં આવે, કારણ કે હાલ તેની આર્થિક સ્થિતી એવી નથી કે તે પત્ની-પુત્રીને એટલી રકમ નિયમિત રીતે ચુકવે. શર્માએ કહ્યું કે, કેન્દ્રમાં જો કોંગ્રેસની સરકાર બને છે તો તેની બેંક ખાતામાં ન્યાય હેઠલ દર મહિને આવનારા 6 હજાર રૂપિયામાંથી 4500 રૂપિયા ભરણ-પોષણ રકમ સ્વરૂપે તેની પત્ની અને પુત્રીના ખાતામાં સ્વયં સરકાર દ્વારા મોકલી દેવામાં આવે.
અરજીમાં જણાવવામાં આવ્યું કે, શર્મા ટાવી ધારાવાહીકોમાં નાના મોટા રોલ કરે છે અને જેમાં તેને મહિને માત્ર 5000-6000 રૂપિયાની આવક થાય છે. કમાણીનાં એક માત્ર સાધનથી તેઓ પોતાના તથા પોતાનાં માતા-પિતાનો ખર્ચ વહન કરે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે