IPL 2019: આઈપીએલમાં 300 સિક્સ ફટકારનાર પ્રથમ ક્રિકેટર બન્યો ક્રિસ ગેલ

ક્રિસ ગેલે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 300 સિક્સ પૂરી કરી લીધી છે. આ મુકામ હાસિલ કરનાર પ્રથમ ક્રિકેટર છે. ગેલ સિવાય અન્ય કોઈ બેટ્સમેન 200ના આંકડા સુધી પણ પહોંચી શક્યો નથી. 
 

IPL 2019: આઈપીએલમાં 300 સિક્સ ફટકારનાર પ્રથમ ક્રિકેટર બન્યો ક્રિસ ગેલ

મોહાલીઃ ક્રિસ ગેલ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં 300 સિક્સ પૂરી કરનાર પ્રથમ બેટ્સમેન બની ગયો છે. શનિવારે કિંગ્સ ઈલેવન પંજાબના વિસ્ફોટક બેટ્સમેને મુંબઈ ઈન્ડિયન્સ વિરુદ્ધ આ સિદ્ધિ મેળવી હતી. પંજાબ ક્રિકેટ એસોસિએશન મોહાલીના મેદાન પર તેણે મિશેલ મૈકલેનગનના બોલને મિડ-ઓનની ઉપરથી બાઉન્ડ્રી લાઇન બહાર મોકલી દીધો હતો. આ મેચ પહેલા તેને અહીં સુધી પહોંચવા માટે બે સિક્સની જરૂર હતી. તેણે ત્રીજી ઓવરમાં સતત બે સિક્સ ફટકારીને 'ત્રિવડી સદી' પૂરી કરી હતી. 

વેસ્ટઈન્ડિઝના આ આક્રમક બેટ્સમેન ગેલે પોતાના 115માં આઈપીએલ મુકાબલામાં 300ના આંકડા પર પહોંચ્યો હતો. આઈપીએલમાં સૌથી વધુ સિક્સ ફટકારવાની વાત કરીએ તો ગેલ પોતાના સાથી ખેલાડીઓ કરતા ઘણો આગળ છે. તેના બાદ રોયલ ચેલેન્જર્સ બેંગલોરમાં તેના સાથી રહેલો એબી ડિલિવિયર્સ છે, જેણે 143 મેચોમાં 192 સિક્સ ફટકારી છે. 

ગેલે ત્યારબાદ બે સિક્સ ફટકારી હતી. તે 40 રન બનાવીને ક્રુણાલ પંડ્યાના બોલ પર આઉટ થયો હતો. 

ભારતીય બેટ્સમેનોની વાત કરીએ તો મહેન્દ્ર સિંહ ધોની 177 મેચોમાં 187 સિક્સ ફટકારીને પ્રથમ નંબર પર છે. તો સુરેશ રૈના 178 મેચોમાં 186 અને વિરાટ કોહલીએ 176 મેચોમાં 185 સિક્સ ફટકારી છે. 

When it comes to sixes, @henrygayle is miles ahead of others! #SaddaPunjab #KXIPvMI #KXIP #VIVOIPL pic.twitter.com/lnQJgkJkDx

— Kings XI Punjab (@lionsdenkxip) March 30, 2019

ટી20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સ ફટકારનાર બેટ્સમેનોમાં ગેલ સૌથી આગળ છે. તે 373 મુકાબલામાં 917 સિક્સ ફટકારી ચુક્યો છે. તો કાયરન પોલાર્ડ 586 સિક્સની સાથે બીજા સ્થાને છે. 

ટી20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પણ ગેલના નામે છે. તેણે આ મેચ પહેલા 12417 રન બનાવ્યા હતા. ટી20 ક્રિકેટમાં 10 હજારથી વધુ રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે. એક ઈનિંગમાં સૌથી વધુ રન (175) અને ટી20 ક્રિકેટમાં સૌથી ઝડપી સદી (30 બોલ) પણ ગેલના નામે છે. એટલું જ નહીં ટી20 ક્રિકેટમાં એક ઈનિંગમાં સૌથી વધુ સિક્સ ફટકારવાનો રેકોર્ડ પણ ગેલે બનાવ્યો છે. તેણે બાંગ્લાદેશ પ્રીમિયર લીગના એક મેચમાં 18 સિક્સ ફટકારી હતી. 

ઈન્ડિયન પ્રીમિયર લીગના એક મેચમાં સૌથી વધુ (17) સિક્સ ફટકારવાના મામલામાં ગેલ ટોપ પર છે. તેણે 2013માં આરસીબી તરફથી રમતા પુણો વોરિયર્સ વિરુદ્ધ પોતાની 175 રનની ઈનિંગ દરમિયાન આ સિદ્ધિ હાસિલ કરી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news