ભાગલાવાદીઓ અને આતંકીઓ વચ્ચે સાઠગાંઠ, ગૃહ મંત્રાલય હુર્રિયત સામે કરશે મોટી કાર્યવાહી
જમ્મુ અને કાશ્મીરમાં જમાત એ ઈસ્લામીને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યા બાદ હવે ગૃહ મંત્રાલય ભાગલાવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે.
Trending Photos
નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરમાં જમાત એ ઈસ્લામીને પ્રતિબંધિત સંગઠન જાહેર કર્યા બાદ હવે ગૃહ મંત્રાલય ભાગલાવાદીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ કાશ્મીર ઘાટીમાં ભાગલાવાદીઓ અને આતંકીઓને ટેરર ફંડિંગ પર સરકાર સકંજો કસવાની તૈયારીમાં છે. હુર્રિયતના મોટા નેતાઓની જમાત એ ઈસ્લામી સાથે સીધા સંબંધો પણ સામે આવી રહ્યાં છે.
શનિવારે ગૃહ મંત્રાલયમાં આ મામલે એક હાઈ લેવલ બેઠક બોલાવવામાં આવી. બેઠકમાં ગૃહ સચિવ રાજીવ ગૌબા ઉપરાંત આઈબી, એનઆઈએ, ઈડી, સીબીડીટી સાથે ગૃહ મંત્રાલયના ટોચના અધિકારીઓ પણ હાજર રહ્યાં હતાં. ગૃહ મંત્રાલય કાશ્મીરમાં ભાગલાાદીઓ ઉપર આર્થિક નાકાબંધીને મજબુત કરવા માટે તમામ ઈન્વેસ્ટિગેશન એજન્સીઓ સાથે મિટિંગ કરીને નવો પ્લાન તૈયાર કરી રહ્યું છે.
જમાત એ ઈસ્લામી પર મોટી કાર્યવાહી
આતંકવાદને ફંડિગ કરવાના આરોપી ભાગલાવાદી જમાત એ ઈસ્લામી પર સરકારે મોટી કાર્યવાહી કરી છે. તેના પર પ્રતિબંધ લગાવ્યાં બાદ અત્યાર સુધી સંગઠનના 350 સભ્યોની ધરપકડ કરાઈ છે. જ્યારે 60થી વધુ બેંક ખાતા પણ સીઝ કરાયા છે. આ ઉપરાંત તપાસમાં જમાત એ ઈસ્લામીની કુલ સંપત્તિ 4500 કરોડ રૂપિયાથી વધુ આંકવામાં આવી છે. અત્રે જણાવવાનું કે જમ્મુ કાશ્મીરમાં સંગઠનની કુલ 400 શાળાઓ, 350 મસ્જિદો અને એક હજાર મદરેસાઓ છે.
સરકારે ભાગલાવાદી સમૂહ જમાત એ ઈસ્લામી જમ્મુ કાશ્મીરને કથિત રીતે રાષ્ટ્ર વિરોધી અને વિધ્વંસકારી ગતિવિધિઓ માટે ગેરકાયદેસર ગતિવિધ અધિનિયમ હેઠળ પ્રતિબંધિત કરી છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પર એક ઉચ્ચ સ્તરની બેઠક બાદ ગૃહ મંત્રાલય દ્વારા પ્રતિબંધને લઈને અધિસૂચના જારી કરવામાં આવી હતી.
જમાત એ ઈસ્લામી જમ્મુ અને કાશ્મીર પર દેશમાં રાષ્ટ્ર વિરોધી અને વિધ્વંસકારી ગતિવિધિઓમાં સામેલ થવાનો અને આતંકવાદી સંગઠનોની સાથે સંપર્કમાં હોવાનો આરોપ છે. સુરક્ષાદળોએ પુલવામામાં 14 ફેબ્રુઆરીના રોજ સીઆરપીએફના કાફલા પર થયેલા આતંકી હુમલા બાદ ભાગલાવાદી તાકાત વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી હતી તથા જમાત એ ઈસ્લામી જમ્મુ કાશ્મીરના અનેક નેતાઓ અને સમર્થકોની ધરપકડ કરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે