આજથી હોળાષ્ટક શરૂ, આ દિવસોમાં કંઈક સારુ કરશો તો આખુ વર્ષ પરિણામ ભોગવશો

હોળીના પહેલા લાગનારા 8 દિવસના હોળાષ્ટક દરિયાન કંઈક પણ સારુ કામ કરાતુ નથી. આ દરમિયાન કરાયેલા કામથી ન માત્ર અશુભ ફળ મળે છે, પરંતુ અનેક મુસીબતો પણ આવે છે 

આજથી હોળાષ્ટક શરૂ, આ દિવસોમાં કંઈક સારુ કરશો તો આખુ વર્ષ પરિણામ ભોગવશો

ઝી મીડિયા/બ્યૂરો :હિન્દુ ધર્મમાં દરેક તહેવાર ખાસ કારણોથી ઉજવવામાં આવે છે. જેનું પાલન કરવુ જરૂરી છે. નહિ તો અનેક પ્રકારનુ નુકસાન વેઠવુ પડે છે. હોળીનો તહેવાર અને તેના પહેલા લાગતા 8 દિવસોના હોળાષ્ટકને લઈને પણ આવા અનેક નિયમો છે. ફાગણ માસની પૂર્ણિમાના દિવસે કરાતા હોળિકા દહન પહેલા 8 દિવસ સુધી હોળાષ્ટક રહે છે. આ દરમિયાન કોઈ પણ શુભ કાર્ય કરવામાં આવતા નથી. જોકે, ભગવાનની પૂજા-ઉપાસના કરવા માટે આ સમય ઉત્તમ માનવામાં આવે છે. આ વર્ષે એટલે કે, 10 માર્ચ, 2022 ગુરુવારના રોજ હોળાષ્ટક આવી રહ્યુ છે. જે 17 માર્ચના રોજ હોળિકા દહનની સાથે પૂર્ણ થશે. 

હોળાષ્ટક દરમિયાન ન કરો આ કામ
શાસ્ત્રોમાં કહેવાયુ છે કે, હોળાષ્ટકના 8 દિવસમાં ભગવાનની ભક્તિ કરવી સારુ મનાય છે. હોળાષ્ટક દરમિયાન એક પરંપરા પાળવાની હોય છે, જેમાં એક વૃક્ષની શાથાને ભગવાન વિષ્ણુના પરમભક્ત પ્રહલાદનુ રૂપ માનીને જમીન પર લગાવવામાં આવે છે. તેને પર રંગીન કપડુ બાંધવામા આવે છે. તેના બાદ આગામી 8 દિવસો સુધી એ તમામ વિસ્તારમાં કોઈ શુભ કામ જેમ કે, લગ્ન, મુંડન, ગૃહ પ્રવેશ વગેરે થતુ નતી. માત્ર ભગવાનની પૂજા ઉપાસના થાય છે. 

હોળાષ્ટકમાં ન કરો આ કામ

  • હોષાષ્ટકના 8 દિવસ દરમિયાન કોઈ પણ માંગલિક કાર્યો ન કરો. આ દરમિયાન 16 સંસ્કાર જેમ કે, નામકરણ સંસ્કાર, જનેઉ સંસ્કાર, ગૃહ પ્રવેશ, વિવાહ સંસ્કાર વગરે સંસ્કારને લગતા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. આવુ કરવાથી ખરાબ ફળ મળે છે. 
  • હોળાષ્ટક દરમિયાન નવવિવાહિત યુવતીઓએ પોતાના પિયરમાં રહેવુ જોઈએ. તેથી સામાન્ય રીતે હોળાષ્ટકથી પહેલા નવવિવાહિત યુવતીઓને પિયરથી બુલાવો આવે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news