ભારતીય સેનાથી ડર્યા આતંકીઓ!, હિજબુલે કહ્યું- 'અમરનાથ યાત્રીઓ અમારા મહેમાન'

હિજબુલ મુજાહિદ્દીન આતંકી જૂથે અમરનાથ યાત્રીઓને પોતાના મહેમાન ગણાવ્યાં છે અને તેમના પર આતંકી હુમલો ન કરવાનું કહ્યું છે.

ભારતીય સેનાથી ડર્યા આતંકીઓ!, હિજબુલે કહ્યું- 'અમરનાથ યાત્રીઓ અમારા મહેમાન'

નવી દિલ્હી: હિજબુલ મુજાહિદ્દીન આતંકી જૂથે અમરનાથ યાત્રીઓને પોતાના મહેમાન ગણાવ્યાં છે અને તેમના પર આતંકી હુમલો ન કરવાનું કહ્યું છે. હિજબુલ મુજાહિદ્દીનના ઓપરેશન ચીફ રિયાઝ નાઈકૂએ પોતાના આતંકવાદીઓના નામે આજે સવારે એક ઓડિયો ક્લિપ જારી કરી. અત્રે જણાવવાનું કે કાશ્મીરમાં હાલ સેના આકરા પાણીએ છે. સેનાએ રાજ્યપાલ શાસન લાગતાની સાથે જ જે ટોપ 21 આતંકીઓની યાદી જાહેર કરી હતી તેમાં હિજબુલના 11 આતંકીઓ છે. રિયાઝ નાયકુનું નામ સૌથી મોખરે છે. સેનાની આ સૂચિએ પોતાની અસર દેખાડી હોય તેમ લાગે છે.

આ ઓડિયો ક્લિપમાં કહેવાયું છે કે અમરનાથ યાત્રામાં આવનારા તમામ શ્રદ્ધાળુઓ તેમના મહેમાન છે. તેઓ એક ધાર્મિક કાર્ય માટે આવી રહ્યાં છે. આથી તેમને નિશાન બનાવીને કોઈ પણ પ્રકારના હુમલાને અંજામ આપવામાં ન આવે. હિજબુલ મુજાહિદ્દીનના ઓપરેશન ચીફ રિયાઝ નાઈકૂ દ્વારા જારી આ ઓડિયો ક્લિપનો સોશિયલ નેટવર્કિંગ સાઈટ દ્વારા સમગ્ર જમ્મુ અને કાશ્મીરમાં પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

લગભગ 15 મિનિટની આ ઓડિયો  ક્લિપમાં નાયકુએ અમરનાથ યાત્રીઓને મહેમાન ગણાવતા કહ્યું છે કે તેમણે કોઈ પણ ડર વગર યાત્રા કરવી જોઈએ કારણ કે તેમની આ યાત્રીઓ સાથે કોઈ દુશ્મની નથી. તેમણે આ માટે કાશ્મીરમાં મહેનત મજૂરી કરતા બિહારીઓ સુદ્ધાનું ઉદાહરણ આપી દીધુ. નાયકુના જણાવ્યાં અનુસાર બિહારી ઘાટીના દરેક ખૂણે હાજર છે અને તેમણે ક્યારેય તેમને નુકસાન પહોંચાડ્યું નથી.

અત્રે જણાવવાનું કે અમરનાથ યાત્રા 28 જૂનથી શરૂ થઈ રહી છે. યાત્રાળુઓની સુરક્ષા માટે અત્યંત ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે. આ વખતે રેડિયો વાહન, ડ્રોન મેપિંગની સાથે સાથે યાત્રા માર્ગ પર બ્લેક કેટ કમાન્ડો પણ તહેનાત કરાયા છે. લગભગ એક દાયકામાં પહેલીવાર અમરનાથ યાત્રા માટે આટલો ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરાયો છે. ખુબ સેના ચીફ બિપિન રાવતે બે વાર યાત્રા માર્ગ પર આપવામાં આવનાર સુરક્ષા કવરની સમીક્ષા કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news