Goa Tourism: ગોવા પ્રવાસન વિભાગે યુવરાજ સિંહને મોકલી નોટિસ, 8 ડિસેમ્બરે થવું પડશે હાજર

Goa Tourism Department: રજીસ્ટ્રેશન વગર કાસા સિંહ વિલાને હોમ સ્ટે કેમ બનાવી દીધો, તે વિશે પૂછપરછ માટે ગોવા પ્રવાસન વિભાગે નોટિસ જાહેર કરી યુવરાજ સિંહને આઠ ડિસેમ્બરે પૂછપરછ માટે બોલાવ્યો છે. 

Goa Tourism: ગોવા પ્રવાસન વિભાગે યુવરાજ સિંહને મોકલી નોટિસ, 8 ડિસેમ્બરે થવું પડશે હાજર

પણજીઃ Yuvraj Singh: ગોવાના પર્યટન વિભાગે પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહને મોરજિમમાં પોતાના વિલાને રજીસ્ટર કરાવ્યા વગર 'હોમસ્ટે' તરીકે સંચાલિત કરવાને લઈને નોટિસ ફટકારી છે. વિભાગે યુવરાજ સિંહને આઠ ડિસેમ્બરે સવારે 11 કલાકે પૂછપરછ માટે બોલાવ્યો છે, જેણે પોતાનો પક્ષ રાખતા પૂછપરછમાં સવાલોનો જવાબ આપવો પડશે. નોંધનીય છે કે ગોવા પર્યટન વ્યાપાર અધિનિયમ 1982 હેઠળ રાજ્યમાં 'હોમસ્ટે' કે હોટલનું સંચાલન રજીસ્ટ્રેશન બાદ કરી શકાય છે.

રાજ્યના પર્યટન વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર રાજેશ કાલેએ 18 નવેમ્બરે ઉત્તરી ગોવાના મોરજિમ સ્થિત પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહની માલિકીવાળા વિલા 'કાસા સિંહ' ના સરનામા પર નોટિસ મોકલી છે અને જાહેર નોટિસમાં પૂર્વ ખેલાડીને આઠ ડિસેમ્બરની સવારે 11 કલાકે વ્યક્તિગત સુનાવણી માટે તેમની સામે રજૂ થવાનો નિર્દેશ આપ્યો છે. 

પ્રવાસન વિભાગ ફટકારી શકે છે દંડ
નોટિસમાં 40 વર્ષીય પૂર્વ ક્રિકેટરને પૂછવામાં આવ્યું છે કે પર્યટન વ્યાપાર અધિનિયમ હેઠળ સંપત્તિનું રજીસ્ટ્રેશન ન કરાવવા માટે તેમની વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી (એક લાખ રૂપિયા સુધીનો દંડ) કાર્યવાહી કેમ શરૂ ન કરવી જોઈએ. વધુમાં, નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે, 'તે નીચે સહી કરનારના ધ્યાન પર આવ્યું છે કે વર્ચેવાડા, મોરજિમ, પરનેમ, ગોવા ખાતે સ્થિત તમારા રહેણાંક પરિસર કથિત રીતે હોમસ્ટે તરીકે કાર્યરત છે અને 'Airbnb' જેવા ઓનલાઈન પ્લેટફોર્મ પર બુકિંગ કરવામાં આવી રહ્યું છે. માટે પણ ઉપલબ્ધ છે. .

વિભાગે નોટિસમાં યુવરાજ સિંહના એક ટ્વીટનો પણ ઉલ્લેખ કર્યો છે, જેમાં તેમણે કહ્યું હતું કે તે પોતાના ગોવા સ્થિત ઘરમાં છ લોકોની યજમાની કરશે અને તેનું બુકિંગ માત્ર 'એરબીએનબી' પર થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news