Mughal History: મુઘલોના હરમની દાસીઓનો પગાર સાંભળી ઉડી જશો હોશ, આટલામાં દર મહિને ખરીદી શકો છો એક Kg સોનું

Mughal Dynasty : હરમમાં બધાને રહેવાની જગ્યા નક્કી હતી. રાણી અલગ જગ્યાએ રહેતી હતી જ્યારે રખાત અને દાસીઓ માટે અલગ જગ્યા નક્કી હતી. હરમમાં એવા ઘણા રૂમ બનેલા હતા. તેમના કામ પણ અલગ હતા. હરમના નિયમ એકદમ કડક હતા.

Mughal History: મુઘલોના હરમની દાસીઓનો પગાર સાંભળી ઉડી જશો હોશ, આટલામાં  દર મહિને ખરીદી શકો છો એક Kg સોનું

Mughal Dynasty: મુઘલ સામ્રાજ્યના જે હરમને લઇને દુનિયામાં કિસ્સા ઘણા કિસ્સાઓ સાંભળવા મળે છે તેના વિશે આ વાત જાણતા નહી હોવ. હરમની શરૂઆત સૌથી પહેલાં બાબરે કરી હતી પરંતુ તેને મોટી બનાવવાનું કામ અકબરે કર્યું હતું. અકબરના હરમમાં લગભગ 5 હજાર સ્ત્રીઓ હતી. લેખક પ્રાણનાથ ચોપડાના પુસ્તક 'સમ આસ્પેક્ટ ઓફ સોશિયલ લાઇફ ડ્યૂરિંગ ધ મુગલ એઝ' (Some Aspects of Social Life During the Mughal Age, 1526-1707) ને વાંચવાથી ખબર પડે છે કે હરમમાં ઘણા ધર્મની અને સંસ્કૃતિની મહિલાઓ હતી. આ મહિલાઓ મુગલ બાદશાહ અને તેમના પરિવારની દરેક જરૂરીયાત પુરી કરતા હતા. હરમમાં રહેનાર તમામ સ્ત્રીઓને પડદામાં રહેવાનું હોય છે.  

ઘણા ભાગમાં વહેચાયેલા હતા મુગલોના હરમ
હરમમાં બધાને રહેવાની જગ્યા નક્કી હતી. રાણી અલગ જગ્યાએ રહેતી હતી જ્યારે રખાત અને દાસીઓ માટે અલગ જગ્યા નક્કી હતી. હરમમાં એવા ઘણા રૂમ બનેલા હતા. તેમના કામ પણ અલગ હતા. હરમના નિયમ એકદમ કડક હતા. તેમની સુરક્ષા માટે બહારથી ઉંચી કદ-કાઠીની સ્ત્રીઓને બોલાવવામાં આવતી હતી. આ સાથે જ બાદશાહ સિવાય બીજા કોઇને હરમમાં જવા પર પ્રતિબંધ લગાવેલો હતો. હરમની દેખરેખ કરનાર સ્ત્રીઓને કોઇને હળવા મળવાની પરવાનગી ન હતી. 

પગાર સાંભળીને ઉડી જશે હોશ
મુઘલો પાસે એટલી અઢળક સંપત્તિ હતી કે હરમમાં રહેનાર સ્ત્રીઓને તે મોટો પગાર આપતા હતા. જે જમાનામાં 5 રૂપિયામાં આરામથી આખા મહિનાનો ખર્ચ ચાલી જતો હતો. તે જમાનામાં મોટા પદો પર તૈનાત સ્ત્રીઓને 1600 રૂપિયા મહિને વેતન આપવામાં આવતું હતું. તે સમયમાં 10 રૂપિયામાં 1 તોલા સોનું આવી જતું હતું. એટલે કે સ્ત્રીઓ એટલો પગાર મેળવતી હતી કે દર મહિને કિલોભાર સોનું ખરીદી શકો છો. આકર્ષક પગાર આપીને ઘણી સ્ત્રીઓ હરમનો ભાગ બનવા માંગતી હતી પરંતુ તેમાં પ્રવેશ એકદમ મુશ્કેલ હતો. હરમની દેખરેખમાં લાગેલી મહિલાઓનો અલગ જ દરજ્જો હતો તેમની મરજી વિના કોઇ હરમમાં જઇ શકતું ન હતું. કોઇ ખૂબ જ જરૂરી ફરમાન પણ હરમની અંદર દાસીઓ જ લઇને જતી હતી. હરમમાં હાજર સ્ત્રીઓને મોટો પગાર મળતો હતો પરંતુ બાદશાહને કોઇ ખુશ કરી દેતું હતું તો તેને ઘરેણાં, અશરફી અને ઘણી બહુમૂલ્ય વસ્તુઓ મળતી હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news