PM મોદીએ મોઢેરા સૂર્યગ્રામનું કર્યું લોકાર્પણ, કહ્યું; ''મારા શબ્દો લખી રાખજો, જે ગુજરાતમાં સાયકલ નહોતી બનતી ત્યાં ગાડી બનશે...'

PM Modi Gujarat Visit Live: પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાનના હસ્તે મહેસાણા જિલ્લાના રૂપિયા 3092 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

PM મોદીએ મોઢેરા સૂર્યગ્રામનું કર્યું લોકાર્પણ, કહ્યું; ''મારા શબ્દો લખી રાખજો, જે ગુજરાતમાં સાયકલ નહોતી બનતી ત્યાં ગાડી બનશે...'

PM Modi Gujarat Visit: પીએમ મોદી ગુજરાતમાં સભાઓ ગજવવા માટે આજથી ત્રણ દિવસ માટે ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પર રાજ્યપાલ દેવવ્રત આચાર્ય, સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્વાગત કર્યું હતું. ત્યારબાદ ત્યાંથી મહેસાણા જવાના રવાના થયા હતા. પીએમ મોદી જાહેરસભાને સંબોધવા માટે મોઢેરા પહોંચ્યા છે. જ્યાં પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. અહીં વડાપ્રધાનના હસ્તે મહેસાણા જિલ્લાના રૂપિયા 3092 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીનું ભાષણ LIVE:

  • આજે મોઢેરા માટે મહેસાણા માટે અને સમગ્ર ઉત્તર ગુજરાત માટે વિકાસની નવી ઉર્જા ફેલાઈ છે. વીજળીથી લઈને પાણીથી લઈને રોડ સુધી, રેલથી લઈને ડેરીથી લઈને કૌશલ્ય વિકાસ અને આરોગ્ય સુધી, અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ આજે કરવામાં આવ્યો છે.
  • આ પ્રોજેક્ટથી રોજગારીની નવી તકો ઊભી થશે. ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ કરશે અને સમગ્ર પ્રદેશમાં પ્રવાસન સંબંધિત સુવિધાઓનો પણ વિસ્તરણ કરશે.
  • પીએમ મોદીએ કહ્યું; મોઢેરા સોલાર પાર્વડ વિલેજના કારણે આજે દેશભરમાં મોઢેરાની ચર્ચા છે. પર્યાવરણવાદીઓ માટે મોઢેરા પોતાની જગ્યા બનાવી લેશેઃ PM
  • આ ગુજરાતની શક્તિ છે, જે આજે મોઢેરામાં દેખાઈ રહી છે. તેઓ ગુજરાતના ખૂણે ખૂણે હાજર છે. આક્રમણકારોએ મોઢેરાના સૂર્ય મંદિરને નષ્ટ કરવા, તેને માટીમાં ભેળવવા માટે શું કર્યું તે કોણ ભૂલી શકે. જે મોઢેરા પર વિવિધ અત્યાચારો થયા, તે મોઢેરા હવે તેની પૌરાણિક કથા તેમજ આધુનિકતા માટે વિશ્વમાં એક ઉદાહરણ બની રહ્યું છે. ભવિષ્યમાં જ્યારે પણ સોલાર પાવરની વાત થશે ત્યારે મોઢેરાનું નામ સૌથી પહેલા લેવામાં આવશેઃ પીએમ
  • અત્યાર સુધી એવું થતું હતું કે સરકાર વીજળી ઉત્પન્ન કરતી હતી અને લોકો ખરીદતા હતા. કેન્દ્ર સરકાર લોકો તેમના ઘરોમાં સોલાર પેનલ લગાવે તે માટે પ્રયાસ કરી રહી છે. ખેડૂતો તેમના ખેતરોમાં વીજળી ઉત્પન્ન કરે છે. દેશમાં સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા સરકાર દ્વારા નાણાકીય મદદ આપવામાં આવી રહી છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
  • હજારો કરોડના પ્રોજેક્ટ રોજગારના નવા અવસર પેદા કરશે, ખેડૂતો અને પશુપાલકોની આવક વધારવામાં મદદ કરશે.
  • આજે મહર્ષિ વાલ્મીકીજીની જયંતીનો પાવન અવસર છે. મહર્ષિ વાલ્મિકીએ આપણને ભગવાન રામના સમરસ જીવનના દર્શન કરવ્યા, સમાનતાનો સંદેશ આપ્યો.
  • પીએમ મોદીએ જણાવ્યું કે, સરકાર સોલાર પાવરને પ્રોત્સાહન આપવા માટે આર્થિક મદદ કરી રહી છે. 
  • મહેસાણાવાસીઓને કહ્યું 'તમે આંખ બંધ કરીને મને આશીર્વાદ આપ્યા છે' અને આગળ પણ આપતા રહેશો.
  • મોદીએ કહ્યું: ગુજરાતના 20-22 વર્ષના જુવાને કફર્યૂ શબ્દ સાંભળ્યો નથી, આ કાયદાનું કામ આપણે કરી બતાવ્યું છે.
  • PM મોદીએ કહ્યું; મોઢેરાના લોકોને બે હાથમાં લાડુ, સૌરઉર્જાથી બિલ શૂન્ય થયું, સાથે સરકારને વેચી આવક પણ ઊભી કરી
  • છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં સૂર્ય ગ્રામને લઈને મોઢેરા વિશે ચર્ચાઓ ચાલી રહી છે. કોઈ કહે છે કે આપણે ક્યારેય વિચાર્યું પણ નથી કે આપણી આંખો સામે સપનું સાકાર થઈ શકે છે. સપનું આજે સાકાર થતું જોયું. અમારી જૂની શ્રદ્ધા અને નવી ટેકનોલોજીનો નવો સંગમ અહીં દેખાય છેઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી
  • પીએમ મોદીએ કહ્યું કે, મને આવનારી પેઢીની ચિંતા હતી એટલે શિક્ષણ અને સ્વાસ્થય માટે તાકાત લગાવી. મારું ગામડું સમૃદ્ધ થાય તો મારું ગુજરાત ક્યારેય પાછું ન પડે. પરંતુ હવે મોઢેરા ટુરિઝમનું સેન્ટર બની જવાનું છે. સુજલામ સુફલામ યોજના માટે ખેડૂતોએ જે જમીન જોઈતી હતી તે અમે આપી છે.
  • આજે ગુજરાતમાં વિકાસ દેખાય રહ્યો છે. અમેરિકામાં સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીમાં લોકો જાય છે તેના કરતાં વધારે લોકો સ્ટેચ્યૂ ઓફ યુનિટીએ સરદાર સાહેબના ચરણોમાં વંદન કરવા માટે આવે છે.
  • અનેક મુસીબતોમાંથી અમે ગુજરાતને બહાર કાઢ્યું: પીએમ મોદી
  • જે ગુજરાતમાં સાયકલ નહોતી બનતી ત્યાં હવે ગાડીઓ બની રહી છે
  • હવે લોકો ઘરેથી વિજળી ઉત્ત્પન્ન કરી શકશે
  • હવે વિમાન પણ ગુજરાતની ધરતી પર બનશે
  • જે પાણી દરિયામાં ઠલવાતું હતું, તે પાણી ઉત્તર ગુજરાતને મળ્યું.
  • મેન્યુફેક્ચરિંગ તરીકે હવે ગુજરાતની નવી ઓળખ
  • નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બન્ને તમારી સેવામાં છે
  • પીએમ મોદીએ કહ્યું, મારા શબ્દો લખી રાખજો, જે ગુજરાતમાં સાયકલ નહોતી બનતી ત્યાં ગાડી અને મેટ્રોના કોચ બનવા લાગ્યા. એ દિવસો દૂર નથી કે અહીં વિમાન પણ બનતા હશે. જાપાન વાળા ગાડી અહીં બનાવે અને અહીં બનાવેલી ગાડી જાપાન મંગાવે. નરેન્દ્ર અને ભૂપેન્દ્ર બંને ભેગા થયા એટલે હવે વિકાસની ગતિ જબરદસ્ત વધી છે.

કુલ રુ 1145 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ

— Narendra Modi (@narendramodi) October 9, 2022

  • રૂ.511 કરોડના ખર્ચે સાબરમતી-જગુદણ ગેજ કન્વર્ઝન (53.43 કિમી)નું લોકાર્પણ કરવામાં આવશે. 
  • અમદાવાદ-મહેસાણા ગેજ કન્વર્ઝન પ્રોજેક્ટ (68.78 કિમી)નો એક ભાગ છે. 
  • રૂ.336 કરોડના ખર્ચે ONGC-નંદાસણ સરફેસ ફેસિલિટીનું લોકાર્પણ કરવામાં આવશે.  
  • એમ.એસ. પાઇપલાઇન પ્રોજેક્ટ, મોઢેરા સોલાર વિલેજ, ધરોઇ ડેમ આધારિત વડનગર, ખેરાલુ અને ધરોઇ ગ્રુપ રિફોર્મ સ્કીમ, બેચરાજી-મોઢેરા-ચાણસ્મા રોડ, ઉંઝા-દસાજ-ઉપેરા-લાડોલ રોડ એક્સપાન્શનની કામગીરી, મહેસાણા ખાતે રિજિયોનલ ટ્રેનિંગ સેન્ટર (SPIPA) અને મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનો સમાવેશ થાય છે. 
  • કુલ મળીને રૂ.1145.64 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવશે.

કુલ રુ 1747 કરોડના કામોનું ખાતમુહૂર્ત

— ANI_HindiNews (@AHindinews) October 9, 2022

  • રૂ.1181.34 કરોડના ખર્ચે NH-68ના પાટણથી ગોઝારિયા સુધીના રસ્તાનું 4 લેન અપગ્રેડેશન અને પીએસ હાઇવેની કામગીરીનું ખાતમુહૂર્ત પણ કરવામાં આવશે. 
  • આ ઉપરાંત, રૂ.340 કરોડના ખર્ચે મિલ્ક પાવડર પ્લાન્ટ, રૂ.110 કરોડના ખર્ચે ટેટ્રા પેક પ્લાન્ટ અને રૂ.106 કરોડના ખર્ચે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના કાર્યોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. વિસનગર-ઉમટા-સુંઢિયા-ખેરાલુ રોડ પર બ્રિજીસના બાંધકામનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવશે. 
  • કુલ રૂ.1747.38 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે. 
  • આમ, મહેસાણાને રૂ.2893.02 કરોડના વિકાસકાર્યોની ભેટ મળવા જઇ રહી છે.
     

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news