ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ ઈન્દિરા ગાંધીનું પુનરાગમન કરતી 1980ની ચૂંટણી

1977ની લોકસભા ચૂંટણીમાં જે ઈન્દિરા ગાંધીનો મતદારોએ ફગાવી દીધા હતા અને દેશમાં પ્રથમ વખત બિનકોંગ્રેસી સરકાર બની હતી, એ જ દેશવાસીઓ માત્ર ત્રણ જ વર્ષમાં જનતા પાર્ટીની સરકારની કંટાળી ગયા અને 1980માં યોજાયેલી વચગાળાની ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીને ભરપૂર બહુમતિ સાથે પુનઃ ગાદીએ બેસાડ્યા હતા 

ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ ઈન્દિરા ગાંધીનું પુનરાગમન કરતી 1980ની ચૂંટણી

ઝી ડિજિટલ ડેસ્ક/ અમદાવાદઃ કોંગ્રેસના ત્રણ દાયકાના શાસન બાદ દેશમાં 1977માં જનતા પાર્ટીની સરકાર બની હતી. જેણે લોકોને સ્વસ્થ લોકશાહીનું વચન આપ્યું હતું. જોકે, જનતા પાર્ટીની સરકાર લોકોને આપેલા વચન પાળવામાં નિષ્ફળ રહી અને આંતરીક ખેંચતાણને કારણે સારી રીતે સરકાર પણ ચલાવી શકી નહીં. 

સરકાર બન્યાના થોડા દિવસમાં જ જનતા પાર્ટીના ગઠબંધનમાં રહેલી પાર્ટીઓ એક-બીજાના ટાંટિયા ખેંચવા લાગી. સેક્યુલર અને સોશિયાલિસ્ટ પાર્ટીના નેતાઓ ભારતીય જનસંઘના વિરોધી હતી, જેના કારણે અટલ બિહારી વાજપેયી અને એલ.કે. અડવાણીને સરકાર અથવા આરએસએસ, બેમાંથી એક પસંદ કરવા જણાવ્યું. આથી, સૌથી પહેલા વાજપેયી અને અડવાણીના રાજીનામા પડ્યા. 

ચૌધરી ચરણ સિંઘ વડા પ્રધાન મોરારજી દેસાઈથી નારાજ હતા અને તેમણે સરકારમાંથી રાજીનામું આપીને પોતાની પાર્ટ ભારતી યલોક દલનો ટેકો પાછો ખેંચી લીધો. સોશિયાલિસ્ટ અને સેક્યુલર પાર્ટીના નેતાઓ પણ મોરારજીમાં અવિશ્વાસ દેખાડતા હતા. તબિયત નાદુરસ્ત હોવાને કારણે જે.પી. નારાયણ ગઠબંધનની પાર્ટીઓ વચ્ચે સાંમજસ્ય સ્થાપવામાં નિષ્ફળ રહ્યા. ચૌધરી ચરણસિંહના ટેકાથી સરકાર લઘુમતિમાં આવી ગઈ હતી અને સંસદમાં વિશ્વાસનો મત હાંસલ કરવામાં નિષ્ફળ નિવડી. 

ચૌધરી ચરણસિંહે જનતા પાર્ટીના જ કેટલાક સભ્યોનો ટેકો લઈને સરકાર રચવાના પ્રયાસ કરક્યા. તેમણે જુન, 1979માં વડા પ્રધાન તરીકે શપથ લીધા. અગાઉ કોંગ્રેસે તેમને ટેકો આપવાની ખાતરી આપી હતી, પરંતુ સંસદમાં બહુમત સાબિત કરવાના બે દિવસ પહેલા જ કોંગ્રેસે પોતાના વચનમાંથી ફરી ગઈ. ચૌધરી ચરણસિંહ ભારતના એકમાત્ર એવા વડા પ્રધાન છે જેમણે સંસદનું મોઢું જોયું નથી. કેમ કે, વડા પ્રધાન બન્યા પછી સંસદમાં બહુમત સાબિત કરે એ પહેલાં જ તેમની સરકાર પડી ગઈ અને આખરે જાન્યુઆરી, 1980માં ફરીથી દેશમાં લોકસભા ચૂંટણી કરવાનો સમય આવ્યો. 

1980માં દેશમાં 31 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશો હતા
આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, બિહાર, ગોવા, દમણ અને દીવ, ગુજરાત, હરિયાણા, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, કેરળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, મણીપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, ઓરિસ્સા, પંજાબ, રાજસ્થાન, સિક્કિમ, તમિલનાડુ, ત્રિપુરા, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, આંદમાન અને નિકોબાર આઈસલેન્ડ્સ, ચંદીગઢ, દાદરા અને નગર હવેલી, રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્ર, લક્ષદ્વીપ, પોન્ડિચેરી. 

રાજકીય પક્ષો
1980ની લોકસભા ચૂંટણીમાં 6 રાષ્ટ્રીય પાર્ટી, 19 રાજ્ય કક્ષાની પાર્ટી હતા અને 11 બિનમાન્યતા પ્રાપ્ત પાર્ટીઓ હતી. 

રાષ્ટ્રીય પક્ષોઃ 

  • કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા
  • કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(માર્કસિસ્ટ)
  • ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ(આઈ)
  • ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (યુ)
  • જનતા પાર્ટી
  • જનતા પાર્ટી(સેક્યુલર)

ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ 1951-1952ની પ્રથમ ચૂંટણી લડનારા પક્ષો અને સ્થિતિ

રાજ્યકક્ષાના પક્ષોઃ 

  • ઓલ ઈન્ડિયા અન્ના દ્રવિડ મુનેત્ર કઝગમ(AIADMK)
  • દ્રવિડ મુનેત્ર કઝગમ (DMK)
  • ઓલ પાર્ટી હીલ લીડર્સ કોન્ફરન્સ
  • ઓલ ઈન્ડિયા ફોરવર્ડ બ્લોક
  • ઓલ ઈન્ડિયા મુસ્લીમ લીગ
  • જમ્મુ-કાશ્મીર નેશનલ કોન્ફરન્સ
  • કેરળ કોંગ્રેસ
  • મહારાષ્ટ્રવાદી ગોમંતક
  • મુસ્લીમ લીગ
  • પીપલ્સ પાર્ટી ઓફ અરૂણાચલ
  • પીપલ્સ કોન્ફરન્સ
  • પીઝન્ટ્સ એન્ડ વર્કર્સ પાર્ટી
  • રિવોલ્યુશનર સોશિયાલિસ્ટ પાર્ટી
  • શિરોમણી અકાલી દલ
  • સિક્કિમ કોંગ્રેસ(આર)
  • સિક્કિમ જનતા પરિષદ
  • ત્રિપુરા ઉપાજતિ જુમબા સમિતી
  • યુનાઈટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ

ઈતિહાસની અટારીએથી લોકસભા ચૂંટણીઃ  1962ની ચૂંટણીમાં નેહરુ રહ્યા વિજેતા 

બિનમાન્યતા પ્રાપ્ત પાર્ટીઓ
ભારતીય સોશિયાલિસ્ટ પાર્ટી, ઓલ ઈન્ડિયા લેબર પાર્ટી, ઝારખંડ પાર્ટી, મુસ્લિમ મજલીસ,  રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા, રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (ખોબરાગડે), અખિલ ભારતીય રામરાજ્ય પરિષદ, શિવ સેના, શોષિત સમાજ દલ(અખિલ ભારતીય), સિક્કિમ પ્રજાતંત્ર કોંગ્રેસ, સોશિયાલિસ્ટ યુનિટી સેન્ટર ઓફ ઈન્ડિયા.

1980ની લોકસભા ચૂંટણી
1980ની લોકસભા ચૂંટણીને જુદી-જુદી રાજકીય પાર્ટીઓ જુદી-જુદી નજરેથી જોઈ રહી હતી. જનતા પાર્ટી પાસે ત્રણ વર્ષના કાર્યકાળમાં પ્રજા સમક્ષ લઈને જવાય એવું કશું હતું નથી. મોરરજી દેસાઈએ રાજકીય સંન્યાસ લેવાની જાહેરાત કરી દી હતી, જોકે, તેમણે પ્રચારમાં જરૂર ભાગ લીધો હતો. જનતા પાર્ટી (સેક્યુલર) ચરણ સિંહ પાસે કોંગ્રેસ સિવાય પ્રજા પાસે ત્રીજો વિકલ્પ છે એવું પુરવાર કરવાની તક હતી. ઈન્દિરા ગાંધી બમણા જોશ સાથે ચૂંટણીમાં ઉતર્યા હતા. 

ઈન્દિરા ગાંધીએ નારો આપ્યો, 'એવી સરકાર પસંદ કરો જે કામ કરે'. આ ચૂંટણીમાં ઈન્દિરા ગાંધીએ પોતાની તમામ તાકાત લગાવી દીધી અને એક પણ પાર્ટી માટે જરા પણ તક તેમણે રહેવા દીધી ન હતી. લોકસભાની 542 સીટ માટે દેશના રાજકીય પક્ષોએ ગણતરીઓ શરૂ કરી દીધી. આ વખતે ચૂંટણી લડનારા ઉમેદવારોની સંખ્યા 1977ના 2,439ની સરખામણીમાં બમણી થઈ ગઈ હતી અને કુલ 4,629 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતી. મતદાન મથકોની સંખ્યાએ પણ પ્રથમ વખત 4 લાખનો આંકડો પાર કરી દીધો હતો. 21 વર્ષથી મોટી ઉંમરના મતદારોની સંખ્યા 3 કરોડને પાર થઈ ગઈ હતી. 

3 અને 6 જાન્યુઆરી, 1980ના રોજ દેશમાં લોકસભા ચૂંટણી યોજાઈ. જનતા પાર્ટીને પ્રજાએ જાકારો આપ્યો અને કોંગ્રેસનું પુનરાગમન થયું. કોંગ્રેસે હિન્દી ભાષી રાજ્યો હરિયણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશની મોટાભાગની સીટો, બિહાર અને મધ્યપ્રદેશમાં ધમાકેદાર પરફોર્મન્સ આપ્યું. દક્ષિણના રાજ્યોમાં પણ કોંગ્રેસ મજબૂત રહી અને પરિણામે તેણે 353 સીટ જીતી. 1971ની 352 કરતાં એક સીટ વધુ અને 1977ની 153ના કરતાં દોઢ ગણી વધુ સીટ પર કોંગ્રેસનો વિજય થયો. 

ચંદ્રશેખરના નેતૃત્વમાં જનતા પાર્ટીને માત્ર 31 સીટ મળી અને 18.97 ટકા મત પ્રાપ્ત થયા. જનતા પાર્ટી (સેક્યુલર) તેના કરતાં થોડું સારું પ્રદર્શન કર્યું અને 41 સીટ જીતી. આ ચૂંટણીમાં કુલ સરેરાશ 56.92 ટકા મતદાન થયું હતું, જે 1977ની લોકસભા ચૂંટણી કરતાં 4 ટકા ઓછું હતું. 

ઈન્દિરાની છેલ્લી ચૂંટણી
1980ની લોકસભા ચૂંટણી ઈન્દિરા ગાંધીની અંતિમ ચૂંટણી રહી. જોકે, 1980ની ચૂંટણી ભારત દેશ માટે એક નવો યુગ લઈને આવી. દેશમાં દરેક ક્ષેત્રમાં વિશાળ પરિવર્તન જોવા મળ્યું. લોકો, રાજકારણીઓ અને ઈન્દિરા ગાંધી માટે આ ચૂંટણી એક નવો જ યુગ લાવનારી રહી હતી. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news