આ રાજ્યમાં 100% એડલ્ટ વસ્તીએ લગાવ્યો Corona Vaccine નો પ્રથમ ડોઝ, બનાવ્યો રેકોર્ડ
હિમાચલ પ્રદેશમાં 100 ટકા એડલ્ટ્સ વસ્તીને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લાગી ગયો છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રીએ રવિવારે સાંજે જાણકારી આપતા કહ્યું કે, 30 નવેમ્બર સુધી લોકોને બીજો ડોઝ આપવાનો લક્ષ્ય છે.
Trending Photos
શિમલાઃ કોરોના વાયરસ (Coronavirus) મહામારીની ત્રીજી લહેર જલદી શરૂ થવાની ચર્ચાઓ વચ્ચે હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) થી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી રાજીવ સૈઝાલ (Rajiv Saizal) એ રવિવારે જણાવ્યુ કે, અમે 100 ટકા એડલ્ટ વસ્તીને કોરોના વેક્સિન (Corona Vaccine) નો પ્રથમ ડોઝ લગાવી દીધો છે. આવું કરનાર હિમાચલ પ્રદેશ ભારતનું પ્રથમ રાજ્ય બની ગયું છે.
નવેમ્બર સુધી બીજો ડોઝ લગાવવાની તૈયારી
સ્વાસ્થ્ય મંત્રી સૈઝાલે આગળ કહ્યુ કે, અમારૂ લક્ષ્ય 30 નવેમ્બર સુધી આ બધા લોકોને કોરોના વેક્સિનનો બીજો ડોઝ લગાવવાનો છે. અત્યાર સુધી 12 લાખ લોકો એવા છે જેને કોરોના વેક્સિનના બંને ડોઝ લગાવી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યુ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોવિડ-19 મેનેજમેન્ટમાં રાજ્યના મુખ્યમંત્રીની પ્રશંસા કરી ચુક્યા છે અને રસીકરણના ક્ષેત્રમાં પણ પ્રદેશ શરૂઆતથી સારૂ કામ કરી રહ્યુ છે. તેમણે તે પણ કહ્યુ કે, રાજ્ય સરકાર એક વર્ચ્યુઅલ ઇવેન્ટનું આયોજન કરશે જેમાં પીએમ મોદી લાભાર્થીઓ અને સ્વાસ્થ્યકર્મીઓ સાથે વાત કરશે.
Himachal Pradesh has become the first state to administer first dose of vaccines to 100% of the adult population. The state's performance in vaccinations has been very good. We will administer 2nd dose to 100% population by November 30: State Health Minister Rajiv Saizal (28.08) pic.twitter.com/giSkaHIhi1
— ANI (@ANI) August 29, 2021
રાજ્યમાં 1965 એક્ટિવ કેસ
તેના કારણે એક દિવસ પહેલા (28 ઓગસ્ટ) એ કોરોનાના 209 નવા કેસ સામે આવ્યા હતા, ત્યારબાદ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 2,13,122 પર પહોંચી ગઈ છે. સંક્રમણને કારણે વધુ છ લોકોના મોત થયા બાદ મૃત્યુની સંખ્યા 3575 પર પહોંચી ગઈ છે. સ્વાસ્થ્ય અધિકારીએ તેની જાણકારી આપતા કહ્યું હતું કે, મૃત્યુ પામનારમાં બે ચંબાથી અને એક-એક વ્યક્તિ કાંગડા, હમીરપુર, મંડી અને શિમલાથી છે. તેમણે જણાવ્યું કે, શુક્રવારે કોરોના એક્ટિવ કેસોની સંખ્યા 1965 હતી જે ઘટીને 1814 રહી ગઈ છે. વધુ 354 લોકો સાજા થવાની સાથે કુલ રિકવર થનારાની સંખ્યા 2,07,713 થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે