રાજકોટમાં નશેડીએ ઘરના આખા વાડામાં ગાંજો ઉગાડ્યો, પોલીસ પહોંચી તો આભી બની ગઇ

નશેડી નશો કરવા માટે કઈ પણ કરતા હોય છે અને ઘણા નશાખોરો તો નશા માટે ગુનાખોરીના રવાડે ચડી જાય છે. આવા જ એક નશાખોરે તો પોતાના નશા માટે અને પૈસા કમાવવા માટે નશાનું વાવેતર જ કરી નાખ્યું હતું. ધોરાજીના ભૂખી ગામના એક શખ્સે તો પોતાના ઘરના પાછળના વાડામાં ગાંજાનું વાવેતર કર્યું અને તે તેને ભારે પડ્યું હતું. હાલ તે ધોરાજી પોલીસની ગિરફ્તમાં છે.
રાજકોટમાં નશેડીએ ઘરના આખા વાડામાં ગાંજો ઉગાડ્યો, પોલીસ પહોંચી તો આભી બની ગઇ

દિનેશ ચંદ્રાવાડીયા/ધોરાજી : નશેડી નશો કરવા માટે કઈ પણ કરતા હોય છે અને ઘણા નશાખોરો તો નશા માટે ગુનાખોરીના રવાડે ચડી જાય છે. આવા જ એક નશાખોરે તો પોતાના નશા માટે અને પૈસા કમાવવા માટે નશાનું વાવેતર જ કરી નાખ્યું હતું. ધોરાજીના ભૂખી ગામના એક શખ્સે તો પોતાના ઘરના પાછળના વાડામાં ગાંજાનું વાવેતર કર્યું અને તે તેને ભારે પડ્યું હતું. હાલ તે ધોરાજી પોલીસની ગિરફ્તમાં છે.

ગઈકાલે ધોરાજી પોલીસે ભૂખી રોડ ઉપર આવેલ એક મકાનની પાછળ રેડ કરી અને ત્યાંથી 69 કિલો લીલો ગાંજો વાવેલો પકડી પાડ્યો હતો. આ સાથે જ અહીં આવેલ મકાનમાં તપાસ કરતા અહીં રહેતા વ્યક્તિ ગોરધન દેવાયત મેર ખાંટ નામના વ્યક્તિ પાસેથી સુકાઈ ગયેલ ગાંજો 1 કિલો અને 200 ગ્રામ પકડી પાડ્યો હતો. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ધોરાજી પોલીસને ખાનગી રાહે માહિતી મળી હતી કે, ભૂખી રોડ ઉપર ચોક્કસ જગ્યાએથી કંઈક અલગ પ્રકારની સુગંધ આવે છે અને તે કોઈ નશીલા પદાર્થ અને વાવેતરની હોય શકે. માહિતી મળતા ધોરાજી પોલીસ સ્થળ પર પહોંચ્યા હતા. તપાસ કરતા સામે આવ્યું કે, ગોરધન ખાંટના ઘરની પાછળ આવેલ ખરાબા અને અવાવરું જમીન ઉપર ગાંજાનું વાવેતર કર્યું હતું અને તે સુગંધ ગાંજાના છોડની હતી.

ધોરાજી PI દ્વારા સમગ્ર તપાસ કરતા તેઓને અહીં 69 કિલો અને 500 ગ્રામ લીલો ગાંજો વાવેલો મળી આવ્યો હતો. જયારે ગોરધન ખાંટ અને તેના ઘરની તપાસ કરતા અહીંથી તેઓને તૈયાર બીજ સાથેનો ગાંજો 1 કિલો અને 200 ગ્રામ મળી આવ્યો હતો, જેની કિંમત 3 લાખ 62 હજાર 800 રૂપિયા થવા જતી હતી. ધોરાજીના ભૂખી ગામમાં મળી આવેલ આ ગાંજાનું વાવેતર ગોરધન ખાંટે કરેલ હતું. ગોરધન એકલો અટૂલો રહે છે અને તેને પરિવારમાં કોઈ નથી અને તે નશેડી છે. ગોરધન સતત ગાંજો જેવા નશીલા પદાર્થનો નસો કરવા માટે ટેવાયેલ છે. તેણે પોતાના નશા માટે જ પોતાના ઘરની પાછળ ગાંજાનું વાવેતર કરી નાખ્યું. આ વાવેતરમાંથી નશેડી ગોરધન પોતે પણ આ નશો કરવાનો હતો અને સાથે અન્ય લોકોને પણ નશો કરાવી અને તેમાંથી પોતે પૈસા કમાવવા માંગતો હતો. પરંતુ તેણે વાવેલ ગાંજો તૈયાર થાય અને તેમાંથી નશાનો સમાન તૈયાર થાય તે પહેલા જ ધોરાજી પોલીસે તેને પકડીને જેલ ભેગો કરી દીધો છે. હાલ તો આ ગાંજાની ખેતી કરતો ગોરધન જેલમાં છે અને ગાંજાના સંપૂર્ણ પાકને ધોરાજી પોલીસે નાશ કર્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news