પુત્ર કોંગ્રેસમાં જોડાયો તો હિમાચલ CMએ મંત્રીને કહ્યું BJP માટે પ્રચાર કરો અથવા પદ છોડો

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રવિવારે પોતાનાં કેબિનેટ સહયોગી અનિલ શર્માને તે સ્પષ્ટ જણાવવા માટે કહ્યું કે, તેઓ મંડી લોકસભા સીટથી પોતાનાં પુત્ર અને કોંગ્રેસ ઉમેદવાર માટે પ્રચાર કરવા માટે સરકારથી અલગ થાય અથા ત્યાં ભાજપ ઉમેદવારનું સમર્થન કરશે. ઠાકુરનાં આકરો વિરોધ કરતા રાજ્યનાં ઉર્જા મંત્રી શર્મા પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું. થોડા દિવસો પહેલા તેમનાં પિતા અને પૂર્વ કેન્દ્રીય દૂરસંચાર મંત્રી સુખરામ પોતાનાં પ્રપૌત્ર આશ્રય શર્મા સાતે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. આશ્રય શર્માને મંડીથી કોંગ્રેસે ટિકિટ ફાળવી છે. 
પુત્ર કોંગ્રેસમાં જોડાયો તો હિમાચલ CMએ મંત્રીને કહ્યું BJP માટે પ્રચાર કરો અથવા પદ છોડો

નાહન : હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે રવિવારે પોતાનાં કેબિનેટ સહયોગી અનિલ શર્માને તે સ્પષ્ટ જણાવવા માટે કહ્યું કે, તેઓ મંડી લોકસભા સીટથી પોતાનાં પુત્ર અને કોંગ્રેસ ઉમેદવાર માટે પ્રચાર કરવા માટે સરકારથી અલગ થાય અથા ત્યાં ભાજપ ઉમેદવારનું સમર્થન કરશે. ઠાકુરનાં આકરો વિરોધ કરતા રાજ્યનાં ઉર્જા મંત્રી શર્મા પાસેથી સ્પષ્ટીકરણ માંગ્યું. થોડા દિવસો પહેલા તેમનાં પિતા અને પૂર્વ કેન્દ્રીય દૂરસંચાર મંત્રી સુખરામ પોતાનાં પ્રપૌત્ર આશ્રય શર્મા સાતે કોંગ્રેસમાં જોડાઇ ગયા હતા. આશ્રય શર્માને મંડીથી કોંગ્રેસે ટિકિટ ફાળવી છે. 

મુખ્યમંત્રી જયરામ ઠાકુરે શર્મા પાસેથી સ્પષ્ટીકરણ ઉતરાખંડમાં ચૂંટણી પ્રચાર માટે જતા સમયે પોંટામાં પત્રકારો સાથેની વાતચીત કરતા માંગ્યુ. ઠાકુરે કહ્યું કે, તેમના કેબિનેટ સહયોગી શર્માને તેના મુદ્દે સ્પષ્ટીકરણ આપવું જોઇએ કે તેઓ મંડીમાં ખેડૂતો માટે પ્રચાર કરશે. પોતાનાં પુત્ર અથવા ભાજપ ઉમેદવાર રામસ્વરૂપ શર્મા માટે. મુખ્યમંત્રીએ કહ્યું કે, શર્માને ઝડપથી નિર્ણય કરવો જોઇએ કે તેઓ ચૂંટણીમાં મંડીમાં પોતાનાં પુત્રની મદદ માટે કોંગ્રેસ સાથે જશે અથવા ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરશે. 

તેમણે સ્પષ્ટ જણાવ્યું કે, તેઓ અનિલ શર્મા પોતાનાં પુત્ર માટે પ્રચાર કરે છે તો તેમને પોતાનાં કેબિનેટ પદ અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની સભ્યપદ ગુમાવવું પડશે. તેમણે કહ્યું કે, આ અંગે કોઇને પણ શંકા ન હોવી જોઇએ. મુખ્યમંત્રીએ આ સાથે જ શર્માનાં મુદ્દે ભાજપમાં મતભેદ થવાની અટકળોને પણ ફગાવી દીધી હતી. 
ભોપાલમાં સર્જાયા ફિલ્મી દ્રશ્યો: ITની રેડ બાદ પોલીસ અને CRPF વચ્ચે ઘર્ષણ

મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે, પાર્ટીમાં આ મુદ્દે કોઇ બીજો મત નથી અને જે તેઓ કહી રહ્યા છે તે પાર્ટીનો સર્વસંમત વિચાર છે. તેમણે તે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો કે ભાજપ હિમાચલ પ્રદેશની મંડી સહિત તમામ ચાર લોકસભા સીટો યથાવત્ત રાખશે અને તેના પર ભાજપની જીતનું અંતર વધી જશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news