હિમાચલ પ્રદેશ: પુત્રને કોંગ્રેસની ટિકિટ મળી, પિતાએ મંત્રીપદેથી આપવું પડ્યું રાજીનામું
લોકસભા ચૂંટણી દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યની સત્તાધારી સરકારમાં ઉર્જા મંત્રી અનિલ શર્માએ મંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે.
Trending Photos
શિમલા (મોહિત પ્રેમ શર્મા): લોકસભા ચૂંટણી દરમિયાન હિમાચલ પ્રદેશમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. રાજ્યની સત્તાધારી સરકારમાં ઉર્જા મંત્રી અનિલ શર્માએ મંત્રી પદેથી રાજીનામું આપી દીધુ છે. મુખ્યમંત્રી જયરામ ઠાકુરે કહ્યું કે અનિલ શર્માએ મંત્રીપદેથી રાજીનામું આપી દીધુ છે, જો કે તેઓ ધારાસભ્ય તરીકે યથાવત રહેશે. અત્રે જણાવવાનું કે અનિલ શર્માના પુત્ર આયુષ શર્મા સાથે બોલિવૂડ સ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા ખાને લગ્ન કર્યા છે.
સીએમના નિવેદનોથી દુભાયા અનિલ શર્મા
રાજીનામું આપ્યાં બાદ અનિલ શર્માએ કહ્યું કે તેઓ સીએમ જયરામ ઠાકુરના નિવેદનોથી ખુબ દુભાયા છે. જેના કારણે તેમણે રાજીનામું આપ્યું. તેમણે કહ્યું કે, 'કેટલીક વાતોના જવાબ પાછળથી આપીશ. ધીરે ધીરે પત્તા ખોલીશ.'
અનિલ શર્માના પુત્ર આશ્રય શર્મા કોંગ્રેસમાંથી લડી રહ્યા છે ચૂંટણી
અનિલ શર્મા છેલ્લા કેટલાક દિવસોથી ધર્મ સંકટમાં હતાં. નોંધનીય છે કે અનિલ શર્માના પુત્ર આશ્રય શર્મા કોંગ્રેસની મંડી બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે. પુત્ર અંગે બોલતા અનિલ શર્માએ કહ્યું કે તેમનામાં જુસ્સો છે, પરંતુ હું તેમના માટે પ્રચાર કરવા જઈશ નહીં.
જુઓ LIVE TV
કોઈના માટે પ્રચાર નહીં કરું
આ અગાઉ તેમણે કહ્યું હતું કે હું મંડી બેઠક પર પુત્ર માટે કે ભાજપના ઉમેદવાર રામ સ્વરૂપ... કોઈના માટે પ્રચાર નહીં કરું. એક દિવસ અગાઉ જ ઠાકુરે તેમને સ્પષ્ટપણે કહ્યું હતું કે તેઓ કાં તો તેમના પદેથી રાજીનામું આપી દઈને પુત્ર માટે પ્રચાર કરે અથવા તો ભાજપના ઉમેદવારના પક્ષમાં પ્રચાર કરે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે