શિમલા, મનાલી, કુલ્લુ.. ફરવા જવાનું 1 જુલાઈ સુધી ટાળજો, અત્યારે જાશો તો ફરવાના મૂડની ફરી જશે પથારી અને થશો હેરાન
Heavy Rain Alert For Himachal Pradesh: 1 જુલાઈ સુધી હિમાચલ પ્રદેશની આ ફરવા લાયક જગ્યાઓ પર જવું જોખમી. હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આપી ચેતવણી. જે પ્રવાસીઓ હિમાચલ પ્રદેશ પહોંચ્યા છે તેમને પણ જીપીએસ લોકેશન સતત ચાલુ રાખવા કરાયા આદેશ.
Trending Photos
Heavy Rain Alert For Himachal Pradesh: ગરમીનો પારો જ્યારે વધે ત્યારે લોકો પર્વતીય વિસ્તારોમાં ફરવા નીકળી જાય છે. વર્ષના આ સમય દરમિયાન ચંદીગઢ, મનાલી, કુલ્લુ શિમલા સહિતની જગ્યાઓ પર પ્રવાસીઓ મોટી સંખ્યામાં પહોંચે છે. તેના માટે લોકોએ એડવાન્સ બુકિંગ અને પ્લાનિંગ પણ કરી રાખ્યું હોય છે. જો તમે પણ આગામી થોડા દિવસો દરમ્યાન આ જગ્યા ઉપર જવાનું પ્લાનિંગ કરી રાખ્યું છે તો તુરંત તમારા પ્લાન પર વિચાર કરો અથવા તો તેને કેન્સલ કરો. કારણ કે જો હાલ તમે આ જગ્યાઓએ ફરવા જશો તો ફરવા જવાનો મૂડ ખરાબ થઈ જશે. કારણ કે તમે અહીંયા પહોંચો તે પહેલા જ તમારે કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાઈ જવું પડશે. આ ઉપરાંત વરસાદના કારણે અહીં ભૂસ્ખલનની પણ ભીતિ સર્જાય છે જેના કારણે અહીં પ્રવાસ પર જવું મુસીબતને આમંત્રણ આપવા જેવું થઈ શકે છે.
આ પણ વાંચો:
ભૂસ્ખલનના કારણે હાઈવે પર વાહનોના થપ્પા
હાલની જ વાત કરીએ તો ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે ચંદીગઢ-મનાલી રાષ્ટ્રીય માર્ગ પર ઢગલાબંધ ગાડીઓ ટ્રાફિક જામમાં ફસાયેલી છે. લગભગ 24 કલાક પછી ચંદીગઢ મનાલી રાષ્ટ્રીય માર્ગ ખુલ્લો કરાયો છે પરંતુ તેમ છતાં હિમાચલ પ્રદેશ પહોંચેલા પર્યટકોની મુસીબત ઓછું થવાનું નામ નથી લેતી. અહીં ઠેર ઠેર ભૂસ્ખલનના કારણે પ્રવાસીઓ ટ્રાફિક જામમાં જ ફસાઈ ગયા છે.
રવિવાર સાંજે ચંદીગઢ મનાલી રાજમાર્ગ ભૂસ્ખલનના કારણે અવરોધ થતાં મંડી જિલ્લામાં પર્યટકો સહિત અનેક યાત્રીઓ ફસાઈ ગયા હતા. એટલું જ નહીં અહીં અચાનક પુરની સ્થિતિ સર્જાઈ જતા મંડી શહેરથી ચાલીસ કિલોમીટર દૂર ખોતીનાલા વિસ્તારમાં 70 km લાંબો મંડી રાજમાર્ગ બંધ થઈ ગયો હતો.
1 જુલાઈ સુધી તોફાની વાતાવારણ
હાલ આ સ્થિતિ છે તેવામાં હવામાન વિભાગે આગામી 24 કલાક આવી જ સ્થિતિ રહેશે તેવી આગાહી પણ કરી છે. સાથે જ આ રાજ્ય માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય 29 જૂન સુધી કેટલા સ્થાનોમાં ભારેથી અતિ ભારે વરસાદ અને વીજળી પડવાની પણ આગાહી કરવામાં આવી છે. સાથે જ 30 જૂન અને 1 જુલાઈ ના રોજ તોફાન જેવી સ્થિતિની ચેતવણી આપવામાં આવી છે.
પ્રવાસીઓને GPS લોકેશન ચાલુ રાખવા આદેશ
હવામાન વિભાગની આગાહી બાદ હિમાચલ પ્રદેશ પર્યટન વિકાસ નિગમ એ અહીં આવતા પ્રવાસીઓ માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. પર્યટન વિકાસ નિગમ્ય જણાવ્યું છે કે જે પણ પર્યટકો હિમાચલ પ્રદેશ ફરવા આવ્યા હોય અથવા તો આવવાના હોય તો તેઓ મોબાઇલમાં પોતાનું જીપીએસ લોકેશન સતત ચાલુ રાખે. આ સિવાય માર્ગો અંગે પણ જાણકારી મેળવતા રહે. હાલ જે લોકો વાહનમાં સવાર થઈને હિમાચલ પ્રદેશ પહોંચી ગયા છે તેઓ પોતાની કારને ધીમી ચલાવે. કાર ચાલકો કોઈપણ પ્રકારની બેદરકારી કરવાનો ટાળે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે