દારૂ માટે વહુનું કરાય છે અપહરણ, વાઇન નહીં તો લગ્ન નહીં! જબરદસ્ત છે આ રિવાજો

Weird Alcohol Tradition: જેમ દારૂ ખૂબ જ વિચિત્ર છે, તેવી જ રીતે આખી દુનિયામાં તેનાથી સંબંધિત રિવાજો પણ ખૂબ જ વિચિત્ર છે આવો જાણીએ કયા છે તે અસામાન્ય રિવાજો?

દારૂ માટે વહુનું કરાય છે અપહરણ, વાઇન નહીં તો લગ્ન નહીં! જબરદસ્ત છે આ રિવાજો

Weird Alcohol Tradition: દારૂ પીનારા અને દારૂ પીને નાટક કરનારા દરેક જગ્યાએ જોવા મળી જશે. દારૂને શિક્ષક કહેવામાં આવે તો ખોટું નહીં કહેવાય કારણ કે અભણ લોકો પણ દારૂ પીધા પછી અંગ્રેજી બોલવા લાગે છે. હસનારા રડવા લાગે છે અને રડતા હસવા લાગે છે. જેમ આ દારૂ ખૂબ જ વિચિત્ર છે, તેવી જ રીતે આખી દુનિયામાં તેનાથી સંબંધિત રિવાજો પણ ખૂબ જ વિચિત્ર છે.

આવો જાણીએ કયા છે તે અસામાન્ય રિવાજો?

1. વાઇન નહીં તો લગ્ન નહીં!
નાઇજીરીયામાં લગ્ન દરમિયાન એક નવપરિણીત દુલ્હનને તેના પિતા દ્વારા વાઇનનો કપ આપવામાં આવે છે. આ પછી છોકરીએ લગ્નમાં આવેલા લોકોની વચ્ચે તેના પતિને શોધીને તે ગ્લાસ આપવાનો હોય છે, જ્યારે છોકરી તેના વરને શોધીને ગ્લાસ આપે છે તો લગ્ન પૂર્ણ માનવામાં આવે છે.

2. La Batalla de Vino 
પાણી અને રંગો સાથેની હોળી તો સાંભળી જ હશે, પરંતુ દર વર્ષે 29 જૂને સ્પેનિશ ટાઉન હારોમાં વાઇનની હોળી રમવામાં આવે છે, જેને 'વાઇન વૉર' અથવા  La Batalla de Vino તરીકે પણ ઓળખવામાં આવે છે. આમાં લોકો એકબીજા પર દારૂની નદીઓ વહાવે છે.

3. ભારતમાં લોકો શું કરે છે
ભારતમાં દારૂ પીતા પહેલાં, દારૂના થોડા ટીપાં બહાર છાંટવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ અસંતુષ્ટ આત્માઓ અને પૂર્વજોને રાહત આપે છે. તો ત્યાં બોટલ ખોલ્યા પછી, કેટલાક લોકો જમીન પર થોડા ટીપાં નાખીને પૂર્વજો પ્રત્યે આદર વ્યક્ત કરે છે.

4. Vodkaમાં કંઈપણ ભેળવવું સખત પ્રતિબંધિત છે
રશિયા અને પોલેન્ડમાં Vodkaને જ્યુસ કે મિક્સરમાં ભેળવીને પીવું ખરાબ માનવામાં આવે છે અને નીટ પીવું જ યોગ્ય મનાય છે.

5. દારૂ માટે વરની વહુનું કરાય છે અપહરણ
જર્મનીમાં લગ્ન દરમિયાન વરરાજાનો મિત્ર કન્યાનું અપહરણ કરે છે અને તેને એક બારમાં લઈ જાય છે પછી વરરાજાના ત્યાં આવવાની રાહ જુએ છે. વરરાજા આવે છે અને તેની કન્યાને છોડાવવા માટે દરેક માટે ડ્રીન્કસ ખરીદે છે અને કન્યાને સુરક્ષિત રીતે લઈ જાય છે.

No description available.

6. Seven Years Of Bad Sex!
ચીયર્સ કરતી વખતે દરેક વ્યક્તિએ એકબીજાની આંખોમાં જોવું એ ઠીક છે, પરંતુ જો તમે ન કરો તો કોઈ વાંધો નથી. ફ્રાન્સ અને જર્મનીમાં આવું કરવાથી સેક્સ લાઈફ પર ખરાબ અસર પડે છે. ખરેખર, જો ચીયર્સ કરતી વખતે આંખનો સંપર્ક તૂટી જાય તો 7 વર્ષ સુધી સેક્સ લાઈફ બગડી જાય એવું માનવામાં આવે છે. જેને Seven Years Of Bad Sex કહેવાય છે! 

7. કન્યાના જૂતામાં પીરસાય છે દારૂ
ભારતમાં જૂતા-ચોરી સમારોહમાં વરરાજાના જૂતાની ચોરી થાય છે પરંતુ યુક્રેનમાં કન્યાના જૂતાની ચોરી થાય છે, જે પછી જૂતાની ચોરી કરનાર વ્યક્તિ લગ્નમાં હાજર રહેલા લોકોને કન્યાના જૂતામાં વાઇન પીવા માટે કહે છે. તો ત્યાં ઓસ્ટ્રેલિયામાં પણ લોકો ખુશીના પ્રસંગે શૂઝમાં દારૂ પીવે છે. તેને Do A Shoey કહેવાય છે.

8. શૉટને સ્પર્શ કર્યા વિના પીવો લાભદાયી
નેધરલેન્ડ્સમાં કોપ-સ્ટો-ચે (Kopstootje) નામનો એક રિવાજ છે, જેમાં બારટેન્ડર ટ્યૂલિપ આકારના ગ્લાસમાં જીનેવર (એક પ્રકારનું ડચ જિન) અને બીજામાં બીયર પીરસે છે. પછી દારૂ પીનાર વ્યક્તિ જીનેવર પીધા પછી તેને સ્પર્શ કર્યા વિના બીયર પીવે છે.

9.  પોતાના માટે ડ્રીન્ક નહીં બનાવવાની
કોરિયામાં ડ્રિંક પીરસવાનું સારું માનવામાં આવે છે અને એવું માનવામાં આવે છે કે જો કોઈ તમને ડ્રિંક આપે તો તેને બંને હાથથી લો અને જે વ્યક્તિ તેને બનાવી રહ્યો છે તે પણ બોટલને બંને હાથથી પકડે એ જરૂરી છે. આ સિવાય એ પણ ધ્યાન રાખવું કે જેનો ગ્લાસ ખાલી થઈ જાય તેને તાત્કાલિક ભરવો જોઈએ.

10. ચીયર્સ બોલવા પર પ્રતિબંધ
દરેક જગ્યાએ લોકો દારૂ પીતા પહેલા  Cheers કરે છે, પરંતુ હંગેરીમાં એકબીજાના ગ્લાસ અથડાવવા સમયે Cheers કહેવું ખરાબ માનવામાં આવે છે કારણ કે 1849 માં કેટલાક હંગેરિયન ક્રાંતિકારીઓની હત્યા પછી, ઑસ્ટ્રિયન લશ્કરી અધિકારીઓએ ગ્લાસને અથડાવી  Cheers કર્યું હતું. સ્થાનિક લોકો આવું કરતા નથી. દારૂ પીવો જેટલો હાનિકારક છે, તેટલો જ આ રિવાજોનું ઉલ્લંઘન કરવું પણ નુકસાનકારક છે.

આ પણ વાંચો:
IMD Rain Alert: આ જગ્યાઓએ જવાનું હોય તો કેન્સલ કરી દેજો, 5 દિવસ ભુક્કા બોલાવશે વરસાદ
27 જૂન રાશિફળ: મેષ રાશિ માટે મંગળવાર છે શુભ, જાણો કઈ રાશિના લોકોએ આજે રહેવું સાવધાન
ઝાડ પાસે ઉગેલો તુલસીનો છોડ અચાનક કરે છે નૃત્ય, આ Video જોઈ તમે પણ દંગ રહી જશો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news