મુંબઇમાં ભારે વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાયા, બોરીવલીમાં 3 મકાન ધરાશાઇ

સતત વરસાદના લીધે જ્યાં એક તરફ ટ્રાફિક જામ થઇ ગયો છે, તો ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા દયનીય સ્થિતિ થઇ ગઇ છે. સોમવારે રાત્રે બોરીવલી પૂર્વ વિસ્તારમાં 3 ઘરના કેટલાક ભાગ ધરાશાઇ થઇ ગયા.

મુંબઇમાં ભારે વરસાદના લીધે ઠેર-ઠેર પાણી ભરાયા, બોરીવલીમાં 3 મકાન ધરાશાઇ

વિનય તિવારી, મુંબઇ: સતત વરસાદના લીધે જ્યાં એક તરફ ટ્રાફિક જામ થઇ ગયો છે, તો ઘણા વિસ્તારોમાં પાણી ભરાતા દયનીય સ્થિતિ થઇ ગઇ છે. સોમવારે રાત્રે બોરીવલી પૂર્વ વિસ્તારમાં 3 ઘરના કેટલાક ભાગ ધરાશાઇ થઇ ગયા. જોકે આ ઘટનામાં કોઇપણ પ્રકારની જાનહાનિ થઇ નથી. સ્થાનિક નિવાસીઓના અનુસાર ઘટના રાત્રે 10 વાગે સર્જાઇ હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટનાસ્થળે પહોંચેલી ફાયરબ્રિગેડ અને એનડીઆરએફની ટીમ કાટમાળ દૂર કરવાનું કામ કરી રહી છે. 

તમને જણાવી દઇએ કે આ પહેલાં રવિવારે કુર્લા વિસ્તારમાં 4 માળની બિલ્ડિંગનો કેટલોક ભાગ ઢળી પડ્યો હતો અને સોમવારે બપોરે સેંડ હર્સ રોડ રેલવે સ્ટેશન પાસે પણ બ્રિજનો કેટલોક ભાગ ધરાશાઇ થઇ ગયો હતો.  જે પ્રકારે મુંબઇમાં સતત વરસાદ પડી રહ્યો છે અને એક પછી એક ઘટનાઓ સામે આવી રહી છે. જો આમ ચાલતું રહ્યું તો આગામી સમયમાં મુંબઇકરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે. 

નદીઓની માફક દેખાઇ રહ્યા છે રસ્તા
મુંબઇના કેટલાક વિસ્તારોમાં આખી રાત વરસાદ પડ્યો હતો જેથી રસ્તા નદીઓની માફક દેખાઇ રહ્યા છે. લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા, બીએમસીના કર્મચારી આખી રાત રસ્તા પર ભરેલા પાણી નિકાળતાં જોવા મળ્યા. માયાનગરીમાં સોમવારથી જ વરસાદના લીધે મુંબઇવાસીઓ પરેશાનીમાં મુકાયા હતા. જોકે, આ વિસ્તારમાં કિંગ સર્કલના બંને તરફના રોડ પર દોઢ ફૂટ પાણી ભરાયા છે.

ગાડીઓને આ બ્રિજની નીચેથી પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસકરીને બાઇક અને સ્કૂટરવાળા લોકોને, મોટી ગાડીઓ સ્પીડ વધારીને નિકળી જાય છે, પરંતુ તે પાણીના ભારે પ્રવાહના લીધે આગળ વધી શકતા નથી. સાથે જ રાત્રે પાણી ઓછું થયું નથી અથવા તો બીએમસીના કર્મચારીઓ રસ્તા દેખાડતા નજરે પડ્યા. કેટલાક કર્મચારી મેન હોલ પાસે ઉભા રહીને ગાડીને તે તરફ જવાનું કહી રહ્યા હતા, આ પ્રકારે મુંબઇવાસીઓને મંગળવારે સવારે પણ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.

સાયન વિસ્તારમાં પાણી ભરાયા
મુંબઇનના સાય વિસ્તારમાં ભારે પાણી ભરાયા છે. ચારેય તરફ પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. જોકે આ વિસ્તારોમાં હજુ સુધી ઘરોમાં પાણી ભરાયા હોવાની સમસ્યા પેદા થઇ નથી, પરંતુ સમગ્ર વિસ્તારના રોડ પર પાણી ફરી વળ્યા છે. જોકે બીએમસીએ ઠેર-ઠેર પાણી કાઢવા માટે મોટી-મોટી મોટરો લગાવી છે. તેમછતાં તેનાથી મુંબઇ દર વર્ષની માફક આ વર્ષે પણ પાણી-પાણી થઇ ગયું છે. સાંત્રાક્રૂજમાં હાલાત ખરાબ છે. જે તરફ નજર કરીએ તે તરફ ફક્ત પાણી જ પાણી નજરે પડે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news