Weather Update: દેશના આ રાજ્યોમાં મેઘ તાંડવ, ગુજરાત સહિત અહીં હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
Rainfall Prediction: વરસાદ કેટલાક લોકોને ગરમીથી રાહત અપાવી રહ્યો છે તો કેટલાક લોકો માટે મુશ્કેલીનું કારણ બની રહ્યો છે. ભારતીય હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છે.
Trending Photos
IMD Prediction For Rainfall: ભારતીય હવામાન વિભાગે લગભગ એક અઠવાડિયાના બ્રેક બાદ દિલ્હીમાં આજે મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે. શનિવાર સવારથી દિલ્હીમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જો કે, હિમાચલ પ્રદેશ, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં ગાજવીજ સાથે વરસાદ હોવા છત્તાં દિલ્હીમાં ક્યાંય પણ ટ્રેસ વરસાદ થયો નથી.
આઇએમડીએ જાહેર કર્યું રેલ એલર્ટ
તમને જણાવી દઈએ કે, તેલંગાણાની અનેક જગ્યાઓ પર શુક્રવારે ભારે વરસાદ થયો. ભારતીય હવામાન વિભાગે રવિવાર માટે રાજ્યના આઠ જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આઠ જિલ્લા જયશંકર ભૂપાલપલ્લી, મુલુગુ, મંચેરિયલ, ભદ્રાદ્રી કોઠાગુડેમ, નિઝામાબાદ, નિર્મલ, આદિલાબાદ અને રાજધાની હૈદરાબાદમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર
ત્યારે ઉત્તરાખંડમાં ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. વરસાદના કારણે જગ્યા-જગ્યાએ લેન્ડસ્લાઈડની ઘટનાઓ સામે આવી છે. ભારે વરસાદમાં કોઈ દુર્ઘટનાની આશંકાને ધ્યાનમાં રાખી કેદારનાથ યાત્રાને રોકવામાં આવી છે. રુદ્રપ્રયાગ તંત્રના આદેશ પર તીર્થયાત્રીઓને સોનપ્રયાગમાં રોકવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ઉત્તરાખંડમાં વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. અહીં નદી-નાળા ઉભરાઈ રહ્યા છે. અનેક વિસ્તારોમાં વરસાદના કારણે ગંભીર અકસ્માતો પણ સર્જાયા છે.
લોકોને કરવો પડી રહ્યો છે મુશ્કેલીનો સામનો
ઉલ્લેખનીય છે કે, કર્ણાટકમાં શનિવારના ભારે વરસાદ ખાબક્યો હતો. જેના કારણે લોકોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. દરિયાકાંઠાના અને પર્વતીય વિસ્તારો સાથે સાથે ઉત્તરી કર્ણાટકના જિલ્લામાં પણ ભારે વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદથી આસના નદીમાં પૂર
તમને જણાવી દઈએ કે, મહારાષ્ટ્રમાં અનેક જગ્યાઓ પર ખરાબ વાતાવરણ અને વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે. ભારે વરસાદથી આસના નદીમાં પૂર આવતા હિંગોલી જિલ્લાના બે ગામના લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા છે. ત્યારે અમરાવતીમાં વીજળી પડવાથી ખેતરમાં કામ કરતા બે મજૂરોના મોત થયા છે. આ ઉપરાંત ઠાણેના ભિવંડી તાલુકામાં 2 અલગ-અલગ ઘટનામાં પૂર આવવાથી બે વ્યક્તિ તણાયા છે.
ગુજરાતમાં 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં ચારેબાજુ મેઘમહેર થઈ રહી છે. ત્યારે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે નવસારી, વલસાડમાં રેડ અલર્ટ તો સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં ઓરેન્જ અલર્ટ આપ્યું છે. આ સાથે જ ગુજરાતમાં હજુ પણ 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે