કચ્છીમાંડુઓ ખુશખુશાલ, નાના મોટા કેટલા ડેમ છલકાયા અને તેમાં કેટલું પાણી ભરાયું?

કચ્છમાં અષાઢમાં અનરાધાર વરસેલા મેઘાએ નાની સિંચાઇના 170 ડેમમાંથી ચાર તાલુકાના 47 ડેમને છલકાવી દીધા છે, તો જિલ્લાભરના 66માં નવા નીરની આવક થઇ છે. આ કચ્છના નાના ડેમાંમા 45.21 ટકા પાણી આવ્યું છે.

કચ્છીમાંડુઓ ખુશખુશાલ, નાના મોટા કેટલા ડેમ છલકાયા અને તેમાં કેટલું પાણી ભરાયું?

રાજેન્દ્ર ઠક્કર/કચ્છ: સમગ્ર રાજ્યમાં સારા વરસાદને લઈને ખુશીની લાગણી જોવા મળી રહી છે, ત્યારે કચ્છમાં વરસાદી દેવે જાણ મન મુકીને આર્શીવાદ આપ્યા હોય તેવુ લાગી આવે છે. કચ્છના અનેક તાલુકામાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. કચ્છના નાના ડેમોમાં 45.21% નવા નીર આવ્યા છે. જેણા કારણે નાની સિંચાઈના 170 માંથી 47 ડેમો છલકાયા છે. જ્યારે 66 ડેમમાં નવાં નીરની અંશત: આવક થઈ રહી છે. આ સિવાય અબડાસાના 19, લખપતના 11, નખત્રાણાના 10, માંડવીના સાત છલકાયા હોવાની માહિતી મળી રહી છે.

કચ્છમાં અષાઢમાં અનરાધાર વરસેલા મેઘાએ નાની સિંચાઇના 170 ડેમમાંથી ચાર તાલુકાના 47 ડેમને છલકાવી દીધા છે, તો જિલ્લાભરના 66માં નવા નીરની આવક થઇ છે. આ કચ્છના નાના ડેમાંમા 45.21 ટકા પાણી આવ્યું છે. ઓગની ગયેલા 47 ડેમમાં સોથી વધુ અબડાસાના 24 ડેમમાંથી 19 ડેમમાં ઉસ્તિયા, કૂવા પધ્ધર, બાલાચોડ, સરગુઆરા, બુરખાણ, ભારાપર, સુથરીનું બળવંત સાગર, વાઘા પદ્ધર, બુટા, કાલરવાંઢ, મંજલ રેલડિયા, ગોયલા, વમોટી, સણોસરા, કાપડીસર, વાયોર, ચકુડા બાંડિયા, નાની બેર અને પિયોણીનો સમાવેશ થાય છે.

લખપતના 17માંથી 11 ગયા છે. ઓગની ગયા તેમાં બરંદા, ધારેશી, લખપત, મુરચબાણ, ડેડરાણી, ભેખડો, મણિયારા, ગુહર, ભાડરા, મુધાન અને મેઘપર-2નો સમાવેશ થાય છે. તેવી જ રીતે નખત્રાણા તાલુકાના 16માંથી 10 ડેમ જેમાં ગડાપુઠા, દેવસ૨, અંગિયા, જાડાય, નાના થરાવડા, ખારડિયા, ઝાલુ, ઉમરાપર અને ધાવડા ઓગની ગયા છે.

માંડવી તાલુકામાં ધોધમાર વરસાદ છતા 21માંથી સાંત છલકાયા છે, જેમાં વણોઠી, વેંગડી, દેઢિયા, ગોદડિયા, ધોડકાનો માપરવાઢ તથા સમાવેશ થાય છે. 

ગાંધીધામ સિવાયના તમામ તાલુકાના નાની સિંચાઇની 66 યોજનામાં નવા નીરની આવક થઇ છે. જેમાં સૌથી વધુ ભુજ-17, માંડવી-14, મુદરા-7, નખત્રાણા અને લખપતમાં-છ-છ, અબડાસા તથા ભચાઉના પાંચ-પાંચ, અંજારના-4 તો સૌથી ઓછા રાપરના બે ડેમમાં નવા આવેલા નીર લહેરાઇ રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news