ગૃહિણીઓને ઝટકો: વરસાદમાં ઘરે ભજીયા બનાવવાનો હોય તો માંડી વાળજો, કારણ વાંચી લો અહીં
ખાદ્યતેલોમાં ભાવવધારો થતા સીંગતેલમાં એક જ દિવસમાં રૂપિયા 30નો ભાવ વધારો કરાતા સીંગતેલનો ડબ્બો રૂપિયા 2750 એ પહોંચ્યો છે, જ્યારે કપાસિયા તેલમાં રૂપિયા 35 નો વધારો થતા કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા 2500 એ પહોંચ્યો છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: મોંઘવારીના માર વચ્ચે પીસાતી પ્રજાને આજે એક માઠા સમાચાર આવ્યા છે. આજે ખાદ્યતેલોમાં તોતિંગ ભાવવધારો ઝીંકવામાં આવ્યો છે. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. સીંગતેલમાં એક જ દિવસમાં રૂપિયા 30નો ભાવ વધારો ઝીંકાયો છે, જ્યારે કપાસિયા તેલમાં રૂપિયા 35 નો વધારો કરાયો છે અને પામતેલમાં રૂપિયા 25નો ભાવ વધારો કરાયો છે.
ખાદ્યતેલોમાં ભાવવધારો થતા સીંગતેલમાં એક જ દિવસમાં રૂપિયા 30નો ભાવ વધારો કરાતા સીંગતેલનો ડબ્બો રૂપિયા 2750 એ પહોંચ્યો છે, જ્યારે કપાસિયા તેલમાં રૂપિયા 35 નો વધારો થતા કપાસિયા તેલનો ડબ્બો રૂપિયા 2500 એ પહોંચ્યો છે. પામતેલમાં રૂપિયા 25નો ભાવ વધારો થતાં પામતેલના ડબ્બોનો ભાવ 1925 થી 1930 સુધી પહોંચ્યો છે. કેન્દ્ર સરકારની તેલો ભાવ રાહતની સૂચના પછી ખાદ્યતેલોમાં રૂપિયા 15 થી 35નો ભાવ વધારો કરાયો છે. જ્યારે સનફલાવર, કોર્ન ઓઇલ અને વનસ્પતિ ઘી સહિતના ભાવ યથાવત રહ્યા છે.
વેપારીઓના જણાવ્યા અનુસાર સીંગતેલમાં હજુ ભાવ વધવાની શકયતા પૂરેપૂરી છે. સીંગતેલના ભાવમાં વધારો આવશે તો એની અસર કપાસિયા અને સાઈડ તેલમાં પણ જોવા મળશે. સીંગતેલમાં સતત ભાવ વધારો થવાને કારણે હાલ સીઝનમાં લોકોને મોંઘા ભાવનું તેલ ખરીદવું પડી રહ્યું છે.
મહત્વનું છે કે, ખાદ્યતેલ મોંઘા થવા સાથે બજારૂ ફરસાણ, ખાદ્યચીજોમાં ભેળસેળ કે વાસી દાઝ્યુ તેલ વાપરવાનું જોખમ પણ વધ્યું છે. ખાદ્યતેલોમાં ભાવવધારાના કારણે ગૃહિણીઓના બજેટ ખોરવાઈ ગયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે