MPમાં ફ્લોર ટેસ્ટ કરાવવા મામલે સુપ્રીમે કમલનાથ સરકાર અને સ્પીકરને ફટકારી નોટિસ
મધ્ય પ્રદેશમાં ફ્લોર ટેસ્ટ માટે ભાજપે લાગે છે કે હજુ થોડી રાહ જોવી પડશે. ભાજપની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે.
Trending Photos
ભોપાલ: મધ્ય પ્રદેશમાં ફ્લોર ટેસ્ટ માટે ભાજપે લાગે છે કે હજુ થોડી રાહ જોવી પડશે. ભાજપની અરજી પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ટળી છે. આવું એટલા માટે થયું કારણ કે કોંગ્રેસની સરકાર તરફથી કોઈ પણ પ્રતિનિધિ પહોંચ્યો નહીં. હવે આ મામલે સુનાવણી બુધવારે 10.30 વાગે થશે. સુનાવણી દરમિયાન જજોએ કહ્યું કે તેઓ બીજા પક્ષની પણ વાત સાંભળવા માંગે છે. કોર્ટે તમામ પક્ષકારો, મુખ્યમંત્રી અને સ્પીકરને પણ નોટિસ પાઠવી છે. જે મુજબ બધાએ પોતાનો પક્ષ રજુ કરવાનો રહેશે.
અત્રે જણાવવાનું કે ભારતીય જનતા પાર્ટી તરફથી તાબડતોબ ફ્લોર ટેસ્ટની માગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરવામાં આવી હતી. ભાજપના નેતા શિવરાજ સિંહ ચૌહાણે સુપ્રીમ કોર્ટમાં આ અરજી કરી હતી. ભાજપે આશા વ્યક્ત કરી હતી કે મધ્ય પ્રદેશમાં કર્ણાટકવાળી થશે.
જુઓ LIVE TV
ફ્લોર ટેસ્ટને લઈને સોમવારે ભોપાલમાં સવારથી લઈને રાત સુધી ખુબ ગરમાગરમી જોવા મળી હતી. સવારે વિધાનસભાની કાર્યવાહી રાજ્યપાલના ભાષણથી શરૂ થઈ. રાજ્યપલે એક મિનિટમાં ભાષણ પૂરું કરીને ચાલતી પકડી હતી. ત્યારબાદ સ્પીકરે 26 માર્ચ સુધી કોરોનાના નામ પર વિધાનસભા સ્થગિત કરી દીધી. ત્યારબાદ ભાજપે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી. આ સાથે જ તમામ 106 બીજેપી ધારાસભ્યોની રાજભવનમાં પરેડ પણ કરાવી. સાંજ થતા થતા તો રાજ્યપાલે મુખ્યમંત્રીને લેટર લખીને ફ્લોર ટેસ્ટ કરાવવાનો આદેશ આપ્યો અને રાતો રાત કમલનાથ રાજ્યપાલને મળવા માટે રાજભવન પહોંચી ગયા હતાં.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે