કુમારસ્વામીનું ચોંકાવનારુ નિવેદન: એક્સિડેન્ટલ CM બન્યો, રાજનીતિ છોડવા ઇચ્છુ છું
એચડી કુમારસ્વામીએ કહ્યું કે, હું રાજનીતિમાં નથી રહેવા માંગતો, મને લોકોનાં હૃદયમાં સ્થાન મળે એટલું પુરતુ છે
Trending Photos
બેંગ્લુરૂ : કર્ણાટકમાં રાજકીય ઉથલ પાથલ શાંત પડી ચુકી છે. રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીનું મોટુ નિવેદન સામે આવ્યું છે. સમાચાર એજન્સી ANI અનુસાર એચડી કુમારસ્વામીએ કહ્યું કે, હું રાજનીતિને છોડવા અંગે વિચારી રહ્યો છું. હું એક્સીડેન્ટલી રાજનીતિમાં આવ્યો અને મુખ્યમંત્રી પણ આ પ્રકારે જ બન્યો. તેમણે કહ્યું કે, ભગવાને મને બે વખત મુખ્યમંત્રી બનવાની તક આપી. હું કોઇને સંતુષ્ટ કરવા માટે મુખ્યમંત્રી નહોતો બન્યો. કુમારસ્વામીએ કહ્યું કે, મે 14 મહિનાઓમાં કર્ણાટકનાં વિકાસ માટે સારુ કામ કર્યું અને હું મારા કામથી સંતુષ્ટ છું.
કાશ્મીરમાં વધારે જવાનોની તહેનાતી સુરક્ષા ઉપાય, સંવૈધાનિક પરિવર્તનની માહિતી નથી
એચડી કુમારસ્વામીએ કહ્યું કે, હું જોઇ રહ્યો છું કે આજની રાજનીતિ કઇ તરફ જઇ રહી છે. તેમણે કહ્યુ કે, હવે રાજનીતિક સારા લોકો માટે નથી, તેઓ જાતીગત થતી જઇ રહી છે. તેમમે કહ્યું કે, હું તેને પોતાનાં પરિવારમાં નથી લાવવા માંગતો.મને લોકોનાં હૃદયમાં સ્થાન જોઇે, મે સત્તામાં રહેવા દરમિયાન ઘણા સારા કામ કર્યા છે. હાલમાં જ કુમારસ્વામીનાં એક નિવેદનમાં જણાવાયું હતું કે, ધારાસભ્યો અને પાર્ટી કાર્યકર્તાઓને અફવાઓ પર ધ્યાન ન આપવું જોઇએ, જે સત્યથી દુર હોય. તેમણે કહ્યું હતું કે, અમે જનસેવા સાથે પાર્ટી બનાવી છે અને જનતા માટે અમારી લડાઇ આગળ પણ ચાલુ રહેશે.
PM મોદી અને રાજ્યપાલ સાથે મુલાકાત અંગે ઓમરે કહ્યું J&K અંગે કોઇ મગનું નામ મરી પાડતું નથી
આ નિવેદન બાદ કુમારસ્વામીનું નિવેદન સામે આવવું ખુબ જ ચોંકાવનારુ છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ અને જેડીએસ ગઠબંધનની સરકાર તુટી પડ્યા બાદ કર્ણાટકમાં ભાજપ નેતા બીએસ યેદિયુરપ્પાની આગેવાનીમાં ભગવા દળની સરકાર બની. બીએસ યેદિયુરપ્પાએ ચોથી વખત કર્ણાટકનાં મુખ્યમંત્રી પદના શપથગ્રહણ કર્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે