BNI ગ્લોબલ વીડિયો કોન્ટેસ્ટમાં ભારતને રીપ્રેઝેન્ટ કરનાર અમદાવાદી રોહન જરદોશ વિનર
બીએનઆઈ ગ્લોબલ વીડિયો કોન્ટેસ્ટ પોલેન્ડ ખાતે યોજવામાં આવી હતી. જેમાં બીએનઆઈમાં શ્રેષ્ઠ કામગિરી અને પોતાનું ટેલેન્ટ બતાવનાર અમદાવાદી રોહન જરદોશ વિનર બન્યા છે. જેઓ ભારતમાંથી સિલેક્ટ થવાવાળા એક માત્ર અમદાવાદી તેમજ ગુજરાતી હતી. જેઓ બીએનઆઈના 76 કન્ટ્રીના 2 લાખ 63 હજાર લોકોમાંથી વિનર સિલેક્ટ થયા હતા. તેમનું સન્મામ પોલેન્ડ ખાતે કરવામાં આવશે જ્યાં ગ્લોબલ લીડર હાજર રહેશે. જે અમદાવાદ અને ગુજરાત જ નહીં પરંતુ પુરા ભારત દેશ માટે ઘણા ગર્વની વાત છે.
Trending Photos
અમદાવાદ: બીએનઆઈ ગ્લોબલ વીડિયો કોન્ટેસ્ટ પોલેન્ડ ખાતે યોજવામાં આવી હતી. જેમાં બીએનઆઈમાં શ્રેષ્ઠ કામગિરી અને પોતાનું ટેલેન્ટ બતાવનાર અમદાવાદી રોહન જરદોશ વિનર બન્યા છે. જેઓ ભારતમાંથી સિલેક્ટ થવાવાળા એક માત્ર અમદાવાદી તેમજ ગુજરાતી હતી. જેઓ બીએનઆઈના 76 કન્ટ્રીના 2 લાખ 63 હજાર લોકોમાંથી વિનર સિલેક્ટ થયા હતા. તેમનું સન્મામ પોલેન્ડ ખાતે કરવામાં આવશે જ્યાં ગ્લોબલ લીડર હાજર રહેશે. જે અમદાવાદ અને ગુજરાત જ નહીં પરંતુ પુરા ભારત દેશ માટે ઘણા ગર્વની વાત છે.
જો કે, બીજી ગર્વની વાત અહીં એ પણ છે કે, ખુદ બીએનઆઈના ફાઉન્ડર આઇવન નાઇઝનારે આ વીડિયો ફેસબુક પર શેર કર્યો છે અને લખ્યું છે કે, આઇ લવ ધીસ વીડિયો મે મારી લાઇફમાં ક્યારેય આ રીતનો મોટિવેટીવ વીડિયો નથી જોયો. જો કે, તેમના દ્વારા આ રીતે રોહન જરદોશ ના વીડિયોને શેર કરવો અને વખાણ કરવા ઘણી ગર્વની વાત છે.
વિશ્વામિત્રી નદીમાં પાણી આવતા કિનારાના ગામોમાં પરિસ્થિતિ બની તંગ, 500નું સ્થાળાંતર
બીએનઆઈ સાથે ઓલ ઓવર વર્લ્ડમાં જોડાએલા ટોપ 10 લોકોનું સિલેક્શન પહેલા કરાયું હતું. જેમાં બીએનઆઈ એરીયા ડીરેક્ટર રોહન જરદોશ સિલેક્ટ થવાવાળા એક માત્ર ભારતીય હતા. જેમાં શરૂઆતથી જ ઈન્ડિયામાંથી એક જ એવા રોહન જરદોશ વોટીંગ લિસ્ટમાં પણ ટોપ પર ચાલી રહ્યા હતા અને આખરે તેઓ આ ગ્લોબલ કોન્ટેસ્ટમાં વિજેતા જાહેર કરાયા હતા.
આ અંગે બીએનઆઈના એરીયા ડિરેક્ટર રોહન જરદોશે વધુમાં કહ્યું કે, આ માટે તમે મને ઓનલાઈન વોટીંગ કરી જીતાડ્યો તે બદલ હું તમારો અભારી છું. આ કોમ્પિટિશનમાં જે વીડિયોના આધારે સિલેક્શન કરવામાં આવે છે તેવો વીડિયો કે જેમાં મે બીએનઆઈ બિઝનેસ અને કમ્યુનિટીમાં કઈ રીતે ચેન્જિસ લાવ્યું તે વીડિયો મે માત્ર 48 કલાકની અંદર જ બનાવી દીધો હતો. જે માટે મને દુનિયાભરના દેશો, ભારતના રાજ્યો અને શહેરોમાંથી જે વોટીંગ મળ્યું તે બદલ હું બીએનઆઈ સહીત સૌ કોઈનો આભારી છું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે