હાથરસ કાંડ: પીડિતાની માતાએ કહ્યું- દલિતની પુત્રી છે તો આવા કેસ દબાવશે DM-SP?
ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપની ઘટના બાદ આક્રોશ છે. ગત રાત્રે પોલીસે બળજબરીપૂર્વક અંતિમ સંસ્કાર કરી દીધા, જેના પર પરિવારજનો અને ગ્રામજનોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે.
Trending Photos
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના હાથરસમાં ગેંગરેપની ઘટના બાદ આક્રોશ છે. ગત રાત્રે પોલીસે બળજબરીપૂર્વક અંતિમ સંસ્કાર કરી દીધા, જેના પર પરિવારજનો અને ગ્રામજનોએ ગુસ્સો વ્યક્ત કર્યો છે. હવે બુધવારે સ્થાનિક સાંસદ રાજવીર સિંહ દિલેર પરિવારને સાંત્વના આપવા પહોંચ્યા. પરંતુ અહીં પીડિતાની માતાનો ગુસ્સો ફૂટી પડ્યો અને તેમણે ડીએમ-એસપી પર આરોપ લગાવ્યા.
બુધવારે પીડિતાની માતાએ કહ્યું કે અમને અમારી નાની બાળકીનો ચહેરો પણ બતાવવામાં આવ્યો નથી. તેમણે કહ્યું કે ડીએમ અને એસપી સાહેબ આવ્યા હતા, તે કહી રહ્યા હતા કે પુત્રી કરોડરજ્જુ તૂડી નથી અને તેને ઇજા પણ પહોંચી નથી. આ ખોટું બોલી રહ્યા છે અને દરેક મુદ્દે ખોટું નિવેદન આપી રહ્યા છે.
પીડિતાની માતાએ કહ્યું કે શું જો તેમની પુત્રી સાથે આવું થાય તો તે સહન કરશે, હવે દલિતની પુત્રી છે તો પછી આ પ્રકારે કેસને દબાવી રહ્યા છે. અહીં પહોંચેલા સ્થાનિક સાંસદે કહ્યું કે અમે પરિવાર સાથે છીએ. અમને પણ અહીં આવવા દીધા ન હતા, કારણ કે કેસ ગંભીર છે. અમે પરિવાર સાથે છીએ અને દોષીઓ વિરૂદ્ધ કાર્યવાહી થશે.
આપ્યો કડક આદેશ
હેવાનોની હેવાનિયતનો ભોગ બનેલી હાથરસ (Hathras) ની 19 વર્ષની પીડિતાનું મંગળવારે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મૃત્યુ થઈ ગયું. આ ઘટનાને પીએમ નરેન્દ્ર મોદીએ પણ ખુબ ગંભીરતાથી લીધી છે. તેમણે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (Yogi Adityanath) ને ફોન કર્યો અને આ મામલે દોષિતો વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવા જણાવ્યું છે. આ બાજુ યોગી આદિત્યનાથે ગેંગરેપ (Gangrape) અને મર્ડર કેસની તપાસ માટે 3 સભ્યોવાળી SITની રચના કરી છે. આ SIT સમગ્ર તપાસ કરીને 7 દિવસમાં પોતાનો રિપોર્ટ સોંપશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે