બાબરી કેસના ચુકાદા પર બોલ્યા સીએમ વિજય રૂપાણી, 'અંતે સત્યનો વિજય થયો'
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ CBIની વિશેષ અદાલતના આ ચુકાદાને આવકારતાં જણાવ્યું કે, સત્યનો જ વિજય થતો હોય છે.
Trending Photos
ગાંધીનગરઃ 28 વર્ષ બાદ બાબરી વિધ્વંસ કેસ (Babri Masjid Demolition case) માં આજે ચુકાદો આવ્યો. લખનઉ સ્થિત સીબીઆઈ (CBI) ની વિશેષ કોર્ટે 6 ડિસેમ્બર 1992ના રોજ તોડી પાડવામાં આવેલા વિવાદિત માળખાના કેસમાં આજે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. સીબીઆઈ કોર્ટે તમામ આરોપીઓને નિર્દોષ છોડી મુક્યા છે. આ ચુકાદા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાની પ્રતિક્રિયા આપી છે.
બાબરીના ચુકાદા પર શું બોલ્યા રૂપાણી
આજે CBIની વિશેષ અદાલતે ચુકાદો આપતા બાબરી વિવાદીત ઈમારત તોડી પાડવાના કેસમાં કોંગ્રેસ સરકારે તે સમયે રાજકીય પૂર્વગ્રહ રાખીને ખોટા આરોપો મૂકીને સંતો-મહંતો, વિશ્વ હિન્દુ પરિષદ અને રાજકીય નેતાઓના નામ સામેલ કર્યા હતા. આ તમામ લોકોને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ CBIની વિશેષ અદાલતના આ ચુકાદાને આવકારતાં જણાવ્યું કે, સત્યનો જ વિજય થતો હોય છે. સમગ્ર દેશની ધર્મ અને રાષ્ટ્રપ્રેમી જનતા એ આ ચુકાદાને આવકારે છે.
નવરાત્રિ થશે કે નહિ તે સવાલ પર નીતિન પટેલે આપ્યો આ જવાબ
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે ચુકાદામાં વિલંબ થયો પણ અંતે સત્યનો વિજય થયો છે. કોર્ટે આ કેસમાં સામેલ હતા જ નહીં તેવા સંતો, મહંતો, ધર્મ અને રાષ્ટ્રપ્રેમી નેતાઓ સહિતના આગેવાનો, નાગરિકોને નિર્દોષ જાહેર કર્યા છે. જે ચુકાદાને ગુજરાત સહિત દેશની જનતાએ આવકાર્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે