હાથરસ કેસઃ માયાવતીએ કરી CBI તપાસની માગ, રાષ્ટ્રપતિને કરી અપીલ
ઉત્તર પ્રદેશના હાથરસ જિલ્લામાં અનુસૂચિત જાતિની યુવતી સાથે ગેંગરેપ બાદ હત્યાના મામલાએ હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી લીધું છે.
Trending Photos
નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh)ના હાથરસ (Hathras) જિલ્લામાં અનુસૂચિત જાતિની યુવતી સાથે ગેંગરેપની ઘટનાએ હવે રાજકીય રૂપ લઈ લીધું છે. એક તરફ દેશમાં આરોપીઓને કડક સજા અપાવવા મુદ્દે પ્રદર્શન થઈ રહ્યાં છે તો બીજીતરફ રાજકીય પાર્ટીઓ યૂપી સરકારને આકરા સવાલો પૂછી રહી છે. બહુજન સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ માયાવતીએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને સવાલ પૂછતા રાષ્ટ્રપતિના હસ્તક્ષેપની માગ કરી છે.
બસપા સુપ્રીમોએ ટ્વીટ કરીને લખ્યું, 'હાથરસ જઘન્ય ગેંગરેપ કાંડને લઈને દેશભરમાં ખુબ આક્રોશ છે. તેની શરૂઆતી તપાસ રિપોર્ટથી જનતાને સંતોષ લાગતો નથી. અંતે આ મામલાની સીબીઆઈ તપાસ કે માનનીય સુપ્રીમ કોર્ટની દેખરેખમાં તપાસ થવી જોઈએ.' બીએસપીની આ માગ છે.
1. हाथरस जघन्य गैंगरेप काण्ड को लेकर पूरे देश में ज़बरदस्त आक्रोश है। इसकी शुरूआती आई जाँच रिपोर्ट से जनता सन्तुष्ट नहीं लगती है। अतः इस मामले की CBI से या फिर माननीय सुप्रीम कोर्ट की निगरानी में जाँच होनी चाहिये, बी.एस.पी. की यह माँग। 1/2
— Mayawati (@Mayawati) October 3, 2020
2. साथ ही, देश के माननीय राष्ट्रपति यू.पी. से आते हैं व एक दलित होने के नाते भी इस प्रकरण में ख़ासकर सरकार के अमानवीय रवैये को ध्यान में रखकर पीड़ित परिवार को न्याय दिलाने के लिये दखल देने की भी उनसे पुरज़ोर अपील। 2/2
— Mayawati (@Mayawati) October 3, 2020
એક અન્ય ટ્વીટમાં તેમણે લખ્યું, 'દેશના માનનીય રાષ્ટ્રપતિ યૂપીથી આવે છે તથા એક અનુસૂચિત જાતિના હોવાને કારણે આ પ્રકરણમાં ખાસ કરીને સરકારના અમાનવીય વલણને ધ્યાનમાંરાખીને પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે હસ્તક્ષેપ કરવાની ખાસ અપીલ.'
રાહુલ અને પ્રિયંકા ગાંધી સહિત 5 લોકો જશે હાથરસ, વહીવટી તંત્રએ આપી મંજૂરી
ઉલ્લેખનીય છે કે 14 સપ્ટેમ્બરે યૂપીના હાથરસમાં એક અનુસૂચિત જાતિની યુવતીની સાથે હેવાનિયત કરવામાં આવી હતી. સ્થાનીક હોસ્પિટલમાં સારવાર બાદ પીડિતાની સ્થિતિ બગડતા ડોક્ટરોએ તેને સફદરજંગ હોસ્પિટલમાં રેફર કરી હતી. જ્યાં ઘટનાના બે સપ્તાહ બાદ તેનું મોત થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે