સાવધાન ! પોલીસ તો ઠીક હવે નાર્કોટિક્સ બ્યુરોના પણ નકલી અધિકારીઓ ફરી રહ્યા છે
Trending Photos
અમદાવાદ : ઓઢવ જીઆઇડીસીમાં અગરબત્તની ફેકટરીમાં દમ મારીને તોડ કરવા જતાં ડ્રગ્ગ વિભાગના નકલી અધિકારીને પોલીસે ઝડપી પાડયો છે. પોલીસ તપાસમાં ફેકટરીના માલિક પાસે જાત જાતના દસ્તાવેજો માગીને કંપનીને બંધ કરાવવાની ધમકી આપી હતી. પોલીસે તેની પાસેથી નકલી પ્રમાણપત્રો કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. નિકોલ વિસ્તારમાં મનમોહન ચાર રસ્તા પાસે દિવ્ય રેસિડેન્સીમાં રહેતા અને ઓઢવ સિંગરવા જીઆઇડીસીમાં કલ્યમ એરોમેટિક પ્રા. લી. નામે ફેકટરી ધરાવતા સંદિપભાઇ પટેલે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે, કે તેઓ અલગ-અલગ ફ્લેવરની અગરબત્તી બનાવવાનો વ્યવસાય કરી રહ્યા છે. ગઇકાલે સવારે તેમની ફેકટરીમાં એક વ્યક્તિએ આવીને પોતે ડ્રગ્સ વિભાગના વિઝિલન્સ અધિકારી એ.કે.પટેલ હોવાની ઓળખ આપી હતી.
ત્યારબાદ ચેક કરવા માટે ફેકટરીના વિવિવ દસ્તાવેજની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ તમામ પ્રકારના જરૂરી દસ્તાવેજ બતાવ્યા હતા. બાદમાં આ વ્યક્તિએ ગુમાસ્તાધારા, પોલ્યુશન બોર્ડનું લાઇસન્સ તથા ફાયર સેફ્ટી પ્રમાણપત્ર તમારી પાસે નથી તેમ કહીને તેણે આ પ્રમાણપત્ર આપવાની વાત કરી હતી એટલું જ નહી તેના માટે ફી પેટે રૃા. ૩૫૦૦ની માંગણી કરતાં વેપારીએ આપી દીધા હતા. બીજા દિવેસ તે પોતે રૂબરુ આવીને પ્રમાણપત્ર આપી જશે તેમ કહીને મોબાઇલ નંબર આપ્યો હતો. જો કે ફરિયાદીએ ફોન કરતાં કોઇક મહિલાએ ફોન ઉપાડીને કહ્યુ કે તેમ મને ફોન કરશો તો પોલીસ ફરિયાદ કરીશ. જેથી ફરિયાદીને શંકા ગઇ હતી. જેથી ગાંધીનગરમાં તેમના સબંધી દ્વારા આ અધિકારીની ખરાઇ કરાવતાં તે નકલી અધિકારી હોવાનું જાણવા મળ્યું હતું.
બીજી તરફ તે પ્રમાણપત્ર આપવા આવતાં ફરિયાદીએ પોલીસને જાણ કરી હતી. જેથી ઓઢવ પોલીસે જઇને આરોપીને પકડી પાડયો હતો. પોલીસ તપાસમાં તે ખોખરા વિસ્તારમાં પશ્ચિમ રેલવે કોલોનીમાં રહેતો અમિત જયંતકુમાર આચાર્ય હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની પાસેથી સિક્કા અને નકલી પ્રમાણપત્રો કબજે કર્યા હતા. આરોપીએ આ નકલી દસ્તાવેજો વસ્ત્રાલ કેનાલ પાસેના સાઇબર કાફેમાં બનાવડાવ્યા હોવાની કબૂલાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે