હરિયાણાના ખેડૂતોએ કર્યું નવા કૃષિ બિલને સમર્થન, નરેન્દ્ર સિંહ તોમરને સોંપી ચિઠ્ઠી

એકતરફ નવા કૃષિ કાયદા  (Farm Laws 2020)ના વિરોધમાં ખેડૂત આંદોલન (Farmers Protest)ચાલી રહ્યો છે. તો બીજી તરફ હરિયાણાના ખેડૂત  (Haryana Farmers) આ કાયદાના સમર્થનમાં ઉતરી આવ્યા છે.

હરિયાણાના ખેડૂતોએ કર્યું નવા કૃષિ બિલને સમર્થન, નરેન્દ્ર સિંહ તોમરને સોંપી ચિઠ્ઠી

નવી દિલ્હી: એકતરફ નવા કૃષિ કાયદા  (Farm Laws 2020)ના વિરોધમાં ખેડૂત આંદોલન (Farmers Protest)ચાલી રહ્યો છે. તો બીજી તરફ હરિયાણાના ખેડૂત  (Haryana Farmers) આ કાયદાના સમર્થનમાં ઉતરી આવ્યા છે. હરિયાણાના ખેડૂત સંગઠનોએ કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar) સાથે મળીને સમર્થનની ચિઠ્ઠી સોંપી છે. 

'રદ ન થાય કાયદો'
હરિયાણાના ખેડૂતોના પ્રતિનિધિ મંડળે દિલ્હીમાં કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમર (Narendra Singh Tomar)સાથે મુલાકાત કરી છે. આ ખેડૂતોએ કૃષિ મંત્રીને નવા કૃષિ કાયદા (Farm Laws 2020)ને રદ ન કરવાની માંગ કરી છે. આ બાબતે તેમણે કૃષિ મંત્રીને સમર્થનની એક ચિઠ્ઠી પણ મોકલી છે. 

'MSP, APMC રહે ચાલુ'
ખેડૂતોએ કૃષિ મંત્રીને નવા કૃષિ કાયદાને સમર્થન આપતાં આ માંગ કરી છે કે ન્યૂનતમ સમર્થન મૂલ્ય (MSP) અને મંડી વ્યવસ્થા (APMC) ચાલુ રહેવી જોઇએ. 

'સરકારના દરવાજા 24 કલાક ખુલ્લા'
તો બીજી તરફ કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલ  (Piyush Goyal)એ કહ્યું છે, ભારત સરકારના દ્વાર 24 કલાક ખેડૂતો માટે ખુલ્લા છે. હું સમજુ છું કે જો આ ખેડૂત આંદોલન માઓવાદી અને નક્સલવાદી તાકાતોથી મુક્ત થઇ જાય, તો આપણા ખેડૂત ભાઇ-બહેનો જરૂર સમજશે કે ખેડૂતના આ બિલ તેમના અને દેશહિત માટે છે. તેમણે કહ્યું કે સબધાનો વિશ્વાસ રહે છે કે આપણા લીડર આપણું ધ્યાન રાખશે પરંતુ કદાચ અહીં એવા લીડર જ નથી. એવો ડરનો માહોલ આ નક્સલ લોકોએ બનાવ્યો છે જે ખેડૂત નેતા અસલ મુદ્દાની વાત કરવા માંગે છે તો કોઇ હિંમત જ કરી શકતું નથી કારણ કે આ ડરાવી દે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news