દિવાળીના દિવસે હરિયાણામાં ફરીથી ખટ્ટર સરકાર, CM-ડે.CMનો શપથગ્રહણ સમારોહ બપોરે 2 વાગે

દિવાળીના દિવસે હરિયાણામાં ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. મનોહરલાલ ખટ્ટર બપોરે બે વાગે હરિયાણા રાજભવનમાં પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે.

દિવાળીના દિવસે હરિયાણામાં ફરીથી ખટ્ટર સરકાર, CM-ડે.CMનો શપથગ્રહણ સમારોહ બપોરે 2 વાગે

નવી દિલ્હી: દિવાળીના દિવસે હરિયાણામાં ફરીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. મનોહરલાલ ખટ્ટર બપોરે બે વાગે હરિયાણા રાજભવનમાં પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. આ બાજુ ભાજપને સરકાર બનાવવા માટે સમર્થન આપનારી જનનાયક જનતા પાર્ટી (જેજેપી)ના વિધાયક દળના નેતા દુષ્યંત ચૌટાલા હરિયાણાના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેશે. 

શપથ ગ્રહણ અગાઉ ખટ્ટરે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને કહ્યું કે હરિયાણાના તમામ નાગરિકોના આશીર્વાદથી દીપાવલીના શુભ અવસર પર બપોરે સવા 2 વાગે (રવિવાર) હરિયાણા રાજભવનમાં પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કરીશ. જનતાએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે તેના પર આગળ પણ ખરો ઉતરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. 

— Manohar Lal (@mlkhattar) October 26, 2019

આ અગાઉ શનિવારે ભાજપ વિધાયક દળના નેતા તરીકે સર્વસંમતિથી ચૂંટાઈ આવેલા ખટ્ટરનું નામ પાર્ટી વિધાયક અનિલ વિજે મુખ્યમંત્રી પદ માટે પ્રસ્તાવિત કર્યું. બાકીના 38 ધારાસભ્યોએ તેનું સમર્થન કર્યું. મનોહરલાલ ખટ્ટરે હરિયાણાના રાજ્યપાલ સત્યદેવ નારાયણ આર્યને મળીને સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો. જેજેપી નેતા દુષ્યંત ચૌટાલા પણ ચંડીગઢ પહોંચ્યા અને રાજ્યપાલને મળીને ભાજપના પક્ષમાં પોતાની પાર્ટીનું સમર્થન પત્ર સોંપ્યું. 

ભાજપના નેતા રવિશંકર પ્રસાદે સ્પષ્ટ કર્યું હતું કે ભાજપ પ્રદેશમાં સૌથી મોટી પાર્ટી બનીને ઉભરી આવી છે. ઉપ મુખ્યમંત્રી પદ માટે રવિશંકર પ્રસાદે એવી સ્પષ્ટતા પણ કરી હતી કે પ્રદેશમાં ફક્ત એક જ ડેપ્યુટી સીએમ રહેશે. તેમણે મીડિયાના એક અન્ય પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે મંત્રીમંડળ અને તેના બંધારણના નિર્માણનો નિર્ણય લેવો મુખ્યમંત્રીનો વિશેષાધિકાર રહેશે. 

જુઓ LIVE TV

પાર્ટી પર્યવેક્ષક તરીકે આવેલા કેન્દ્રીય મંત્રીએ એ પણ સ્પષ્ટતા કરી કે પાર્ટી હરિયાણા લોકહિત પાર્ટીના વિધાયક ગોપાલ કાંડાનું સમર્થન લેશે નહીં. તેમણે કહ્યું કે ભાજપ હરિયાણામાં જેજેપીના 10 અને બાકીના તમામ 7 અપક્ષ ધારાસભ્યોના સમર્થનથી સ્થિર સરકાર બનાવશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news