આ દિવસથી 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને મળશે Corona vaccine, જાણો શું બોલ્યા સ્વાસ્થ્ય મંત્રી
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન (Harsh Vardhan) એ કહ્યુ કે, આજે દેશમાં બે વેક્સિન ઉપલબ્ધ થઈ ગઈ છે. 80-85 લાખ સ્વાસ્થ્યકર્મી અને ફ્રંટ લાઇન વર્કર્સને વેક્સિન આપવામાં આવી ચુકી છે.
Trending Photos
નવી દિલ્હીઃ કોરોના (Corona) વિરુદ્ધ ચાલી રહેલી લડાઈ હવે રંગ લાવી રહી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડો. હર્ષવર્ધન (Dr. Harshvardhan) એ સોમવારે જણાવ્યુ કે, છેલ્લા સાત દિવસમાં દેશના 188 જિલ્લામાં કોરોનાનો એકપણ નવો કેસ સામે આવ્યો નથી. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ તે પણ જણાવ્યુ કે, સરકાર માર્ચમાં 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોવિડ વેક્સિન લગાવવાની સ્થિતિમાં હશે. તેમણે તે પણ કહ્યું કે, આ ખુબ મહત્વપૂર્ણ છે કે લોકો કોવિડ ગાઇડલાઇનનું પાલન કરતા રહે. મેં તેને સોશિયલ વેક્સિન નામ આપ્યું છે, જે કોરોના વિરુદ્ધ અસલ રસી છે.
80-85 લાખ કર્મીઓને આપવામાં આવી વેક્સિન
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન (Harsh Vardhan) એ કહ્યુ કે, આજે દેશમાં બે વેક્સિન ઉપલબ્ધ થઈ ગઈ છે. 80-85 લાખ સ્વાસ્થ્યકર્મી અને ફ્રંટ લાઇન વર્કર્સને વેક્સિન આપવામાં આવી ચુકી છે. હાલના સમયમાં ભારત 20-25 દેશોને વેક્સિન આપવાની સ્થિતિમાં આવી ગયું છે. માર્ચ મહિનામાં અમે 50 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સિન આપવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ તે પણ જણાવ્યુ કે, હાલના સમયમાં દેશમાં 18-20 વેક્સિન પર અલગ-અલગ સ્તરો પર કામ ચાલી રહ્યું છે. તેમાંથી કેટલીક વેક્સિન આગામી મહિનામાં આવી શકે છે.
80-85 ટકા ફ્રંટલાઇન કર્મચારીઓનું રસીકરણ થયું
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધન (Harsh Vardhan) એ જણાવ્યું કે, 80-85 ટકા ફ્રંટલાઇન કર્મચારીઓનું રસીકરણ થઈ ગયું છે. ભારતથી 20-25 દેશોને વેક્સિન આપવાની છે. ઓછામાં ઓછી 18-20 રસી પ્રીક્લીનિકલ, ક્લિનિકલ અને એડવાન્સ સ્ટેજમાં છે. આવનારા મહિનામાં તે આવવાની સંભાવના છે. મારૂ માનવું છે કે હેલ્થ ફોર ઓલનું સપનું દુનિયામાં ક્યારે પૂરુ થશે તો તેનું મોડલ ભારત વિકસિત થશે. અમારો સમગ્ર દ્રષ્ટિકોણ, પ્રાચીન ચિકિત્સા જ્ઞાન, અન્ય સ્વાસ્થ્ય સુવિધાઓ અને સિસ્ટમ સામૂહિક રૂપથી વિશ્વ માટે એક આદર્શ પ્રસ્તુત કરશે.
આ પણ વાંચોઃ Bijnor Kisan Mahapanchayat: કિસાનો માટે નહીં, ઉદ્યોગપતિઓ માટે છે કૃષિ કાયદાઃ પ્રિયંકા ગાંધી
વિશ્વમાં સૌથી ઓછો મૃત્યુદર ભારતમાં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને તે પણ જણાવ્યુ કે, દેશમાં અત્યાર સુધી 1,09,16,589 લોકો કોવિડથી ગ્રસ્ત થયા છે. તેમાંથી 1,06,21,220 લોકો સાજા થઈ ગયા છે. હાલના સમયમાં દેશમાં કોરોના વિરુદ્ધ રિકવરી રેટ 97.29 ટકા છે. વિશ્વમાં સૌથી ઓછો મૃત્યુદર 1.43 ટકા ભારતમાં છે. કોરોના આપદાને આપણે અવસર બનાવ્યો છે. આ દરમિયાન દેશની સ્વાસ્થ્ય ક્ષમતા ખુબ મજબૂત થઈ છે. દેશમાં વાયરસની તપાસ માટે એક લેબ હતી, જેને 2500 લેબ સુધી પહોંચાડવામાં આવી છે.
28 દિવસમાં દેશના 76 જિલ્લામાં એકપણ કેસ નહીં
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું કે, છેલ્લા 28 દિવસમાં દેશના 79 જિલ્લામાં કોરોના (CORONA VIRUS) નો એકપણ કેસ સામે આવ્યો નથી. 34 જિલ્લામાં છેલ્લા 14 દિવસની અંદર કોરોનાનો કોઈ કેસ આવ્યો નથી. છેલ્લા 21 દિવસમાં 21 જિલ્લામાં કોરોનાના કોઈ કેસ આવ્યા નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે