રાહુલ ગાંધીના વિવાદિત નિવેદન બાદ સમગ્ર ગુજરાતમાં ભડકો, ભાજપે કોંગ્રેસ કાર્યાલય ઘેરીને વિરોધ કર્યો
Trending Photos
અમદાવાદ : રાહુલ ગાંધીએ ગુજરાતના વેપારીઓ અંગે આપેલા વિવાદિત નિવેદન બાદ હવે સમગ્ર ગુજરાત ભાજપ દ્વારા આ નિવેદન અને કોંગ્રેસનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. તમામ મહાનગરોમાં ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકમાં છે ત્યારે ભાજપને વધારે એક મુદ્દો મળી ચુક્યો છે. જેને ભાજપ ગુમાવવા માંગતું નથી. જેના કારણે હાલ સમગ્ર ગુજરાતમાં ભાજપ દ્વારા આકરૂ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસનો ભારે વિરોધ કરવામાં આવી રહ્યો છે.
અમદાવાદ ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉગ્ર દેખાવ
ભાજપ કાર્યકરોનો કોંગ્રેસ કાર્યાલય ખાતે આક્રમક વિરોધ કરવામાં આવ્યો હતો. વિરોધ કરી રાગેલ ભાજપના કાર્યકરો બેકાબુ બન્યા હતા. કોંગ્રેસ કાર્યાલયના મુખ્ય દરવાજા પર જવાનો કોંગ્રેસ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો. આઇકે જાડેજા, અમિત શાહ, જગદીશ પંચાલ એ કાર્યકરોને સંયમ જાળવી રાખવા માટે જણાવ્યું હતું. આગળ વધી રહેલા કાર્યકરોને પાછા ખસેડ્યાં હતા. કેટલાક કાર્યકરો આક્રમકઃ થઇ કોંગ્રેસ કાર્યાલય પર પહોંચવા કર્યો હતો પ્રયાસ કર્યો હતો.
સુરત ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉગ્ર દેખાવ
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા નિવેદન મામલો સુરત ભાજપ દ્વારા પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત કોંગ્રેસ કાર્યાલય નજીક કરવામાં આવ્યો વિરોધ કરવામાં આવ્યો હતો. શહેરના ભાજપના ધારાસભ્યો પણ આ વિરોધ પ્રદર્શનમાં હાજર રહ્યા હતા. સુરતમાં ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે. શહેર પ્રમુખ સહિતના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. અનેક ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓએ કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરીને રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રો કરી રહ્યા છે.
રાજકોટ ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉગ્ર દેખાવ
રાજકોટ-રાહુલ ગાંધીએ ગુજરાતી વેપારીઓ પર કરેલી ટિપ્પણીના વિરોધમાં ભાજપનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે. કિસાન પરા ચોક ખાતે ભાજપના આગેવાનો દ્રારા રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો. ધારાસભ્ય ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, ઉદય કાનગડ, નિતીન ભારદ્રાજ સહિત મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધી હાય હાયના નારા લગાવવામાં આવ્યા હતા. મહિલા કાર્યકરોએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીના નામના છાજીયા લીધા હતા.
વડોદરા ભાજપ દ્વારા ઉગ્ર વિરોધ
વડોદરામાં ભાજપ દ્વારા વિરોધ કરાયો હતો. કોંગ્રેસ કાર્યલયનો ઘેરાવ કરાયો હતો. રાહુલ ગાંધી માફી માંગે એવી ભાજપની માંગ કરી હતી. રાહુલ ગાંધીએ ગુજરાતનું અપમાન કર્યાનો ભાજપનો આરોપ લગાવ્યો છે. અસમમાં રાહુલ ગાંધીએ આપેલા નિવેદનને લઈ ભાજપનો વિરોધ કરી રહ્યું છે. કોંગ્રેસ કાર્યાલયનો ઘેરાવ કરીને વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યું છે.
જામનગર ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉગ્ર દેખાવ
જામનગર : શહેર અને જિલ્લા ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ટાઉનહોલ કોંગ્રેસ કાર્યાલય ખાતે ભાજપનું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી દ્વારા ગુજરાતીઓના અપમાન મામલે વિરોધ કરવામાં આવી રહ્યો છે. કેબિનેટ મંત્રી આર.સી.ફળદુ અને રાજયમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. સાંસદ પૂનમબેન માડમ પણ વિરોધ પ્રદર્શનમા જોડાયા હતા. રાહુલ ગાંધી માફી માંગેના બેનરો સાથે સુત્રોચાર કરાયા હતા.
જૂનાગઢ ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉગ્ર દેખાવ
જૂનાગઢ - શહેર ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આસામમાં રાહુલ ગાંધીએ કરેલા નિવેદનને લઈને ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. ડેપ્યુટી મેયર હિમાંશુ પંડ્યા, સ્ટેન્ડીંગ ચેરમેન રાકેશ ધુલેશિયા, ભાજપ નેતા સંજય કોરડીયા, સંજય મણવર, પૂર્વ મેયર જ્યોતિબેન વાછાણી સહીતના નેતાઓ આગેવાનોએ કર્યો વિરોધ કર્યો હતો.
ભરૂચ ભાજપ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસી કાર્યકરો સાથે ઘર્ષણ
રાહુલ ગાંધીના આસામ ખાતેના નિવેદન બાદ ભાજપનો હોબાળો કરવામાં આવ્યો હતો. ભરૂચ કોંગ્રેસ કાર્યલાય ખાતે ભાજપ,કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. ભાજપ ના કાર્યકરો જિલ્લા કોંગ્રેસ કાર્યાલય પર પહોંચતા સામ સામે સૂત્રોચ્ચાર થયા હતા. પોલીસે દરમિયાન ગિરી કરી કાર્યકરોને છુટા પાડ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે