સલામ છે આ દીકરીને...પોતાના લિવરનો 65 ટકા હિસ્સો આપીને બચાવ્યો પિતાનો જીવ
કોલકાતાની રાખી દત્તા (19 વર્ષ)ના પિતાને લિવરની ગંભીર બીમારી હતી. ડોક્ટરોએ તેમને લિવર પ્રત્યાર્પણ કરવાનું કહ્યું. રાખી અને તેના પરિવાર માટે આ કોઈ મુસિબતથી કમ નહતું.
Trending Photos
નવી દિલ્હી: હજુ પણ સમાજમાં એવા કેટલાક લોકો છે જે લોકો પુત્રને પુત્રી કરતા વધુ લાડ કરે છે અને દીકરીઓને બોજ સમજે છે. જો કે છેલ્લા કેટલાક સમયથી લોકોની માનસિકતામાં બદલાવ જોવા મળ્યો છે. પરંતુ કોલકાતામાં હાલમાં જ એક એવી ઘટના ઘટી કે જેને સાંભળીને પુત્રીને બોજો ગણતા લોકોની માનસિકતા જરૂર બદલાશે. કોલકાતાની રાખી દત્તા (19 વર્ષ)ના પિતાને લિવરની ગંભીર બીમારી હતી. ડોક્ટરોએ તેમને લિવર પ્રત્યાર્પણ કરવાનું કહ્યું. રાખી અને તેના પરિવાર માટે આ કોઈ મુસિબતથી કમ નહતું.
ડોકર્ટરોના પરામર્શ પર રાખીએ પોતાના ભવિષ્યની પરવા કર્યા વગર પિતાને પોતાના લિવરનો 65 ટકા હિસ્સો દાન કરી દીધો. રાખીના આ પગલાથી તેના પિતાનું જીવન બચી ગયું. આજે લોકો રાખીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે. લોકોનું કહેવું છે કે આ ઘટના બાદથી પુત્રીને બોજો સમજતા લોકોની માનસિકતા બદલાઈ શકે છે. સંકુચિત માનસિકતાવાળા લોકોને રાખીએ અરીસો દેખાડ્યો છે. આ ઉપરાંત પિતા પરના અપાર પ્રેમનું ઉદાહરણ પણ રજુ કર્યું છે.
રાખીના આ પગલાંને બિરદાવતા મશહૂર બિઝનેસમેન હર્ષ ગોયંકાએ પોતાના ટ્વિટર હેન્ડલથી રાખી અને તેના પિતાની એક તસવીર શેર કરીને લિવર દાન કરનારી આ પ્રેરણાદાયક ઘટનાનો ઉલ્લેખ કર્યો છે. સોશિયલ મીડિયા પર યૂઝર્સ રાખીના આ પગલાના ખુબ વખાણ કરી રહ્યાં છે. કેટલાક લોકોનું કહેવું છે કે પુત્રીનો તેના પિતા માટેનો પ્રેમ હંમેશા ખાસ હોય છે. જ્યારે કેટલાક લોકો ટ્વિટર પર એક પુત્રીના પિતા પ્રત્યેના પ્રેમને સલામ કરી રહ્યાં છે.
Rakhi Dutta, a 19 year donated 65% of her liver to her father who was suffering from a serious liver ailment, without even thinking of the scars, pain or any future threat.
A daughter’s love for her father is always very special.
An answer to all who think daughters are useless.. pic.twitter.com/BMbRaMhM88
— Harsh Goenka (@hvgoenka) April 18, 2019
કેટલાક યૂઝર્સે એમ પણ લખ્યું છે કે પુત્રીઓ હંમેશા પુત્રોથી વધુ મદદગાર હોય છે. એક અન્ય યૂઝરે લખ્યું કે પુત્રી તો આ જગની મહાન દેવી છે. હર્ષ ગોયંકા તરફથી કરાયેલી આ ટ્વિટને અત્યાર સુધીમાં 30 હજારથી વધુ લોકોએ રીટ્વિટ કરી છે અને 1હજાર લોકોએ કોમેન્ટ કરી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે